અમદાવાદની આંખો ભરી દે તેવી ઘટના, જે હાથે દીકરીનું કન્યાદાન કરવાના હતા માતા પિતા, એ હાથે જ કર્યું અંગદાન, મૃત્યુ બાદ પણ મહેકાવી માનવતા, જુઓ

કિંજલ બધાને રડાવતી ગઈ!, નર્સ બનીને સેવા કરવાનું ડ્રિમ હતું પણ…. દુઃખદ સમાચાર બધાને બધાને રડાવ્યા, જાણો સમગ્ર મામલો

parents organ donation of daughters : દરેક માતા પિતા માટે દીકરીના લગ્નમાં કન્યાદાન કરવું એ ખુબજ સૌભાગ્યની ક્ષણ માનવામાં આવે છે. પરંતુ હાલ અમદાવાદ (ahmedabad) માંથી જે ઘટના સામે આવી છે તે આંખોમાં ચોક્કસ આંસુઓ લાવી દેશે. નર્સીંગમાં અભ્યાસ કરતી દીકરી જે ભણીને નર્સ બની લોકોની સેવા કરવા માંગતી હતી તે દીકરીનું બ્રેઈન ડેડ (brain dead) થતા જ તેના માતા પિતાએ દીકરાના અંગદાન કરવાનો નિર્ણય કરીને માનવતા મહેકાવી હતી.

સુરેન્દ્રનગરની કિંજલને અકસ્માત બાદ થયું બ્રેઈન ડેડ:

આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર મૂળ સુરેન્દ્રનગરની રહેવાસી અને નર્સીંગનો અભ્યાસ કરી રહેલી 19 વર્ષીય કિંજલ રોડ અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થતા તેને સારવાર માટે અમદાવાદ સિવિલમાં લાવવામાં આવી હતી. જ્યાં સતત 48 કલાકની સઘન સારવાર માટે તબીબોએ તેને બ્રેઈન ડેડ જાહેર કરી હતી. જેના બાદ સિવિલ હોસ્પિટલની અંગદાનની ટીમ દ્વારા કિંજલના માતા-પિતાને અંગદાનનું મહત્વ સમજવામાં આવ્યું હતું.

જે હાથે કન્યાદાન કરવાનું હતું તે હાથે જ માતા પિતાએ કર્યું દીકરીનું અંગદાન:

કિંજલના માતા પિતાએ પણ અંગદાનનું મહત્વ સમજીને કિંજલના અંગોનું દાન કરવાનું નક્કી કર્યું અને જે હાથે દીકરીનું કન્યાદાન કરવાનું હતું એ હાથે જ અંગદાન કર્યું. તબીબો દ્વારા હાથ ધરવામાં આવેલી રિટ્રાઇવલની પ્રકરકિયામાં કિંજલની બે કિડની અને લીવરનું દાન મેળવવામાં આવ્યું. આ ,દરમિયાન તેના માતા પિતા પણ ભાવુક થઇ ગયા હતા.

નર્સ બનીને લોકોની સેવા કરવાનું હતું કિંજલનું સ્વપ્ન:

કિંજલના માતા પિતાએ જણાવ્યું હતું કે કિંજલનું સપનું નર્સ બનીને લોકોની સેવા કરવાનું હતું, જેના કારણે તેન નર્સીંગનો અભ્યાસ કરવાનું નક્કી કર્યું, તેને એડમિશન પણ મળી ગયું હતું. હવે તેના મૃત્યુ બાદ પણ તેના અંગોથી કોઈને નવ જીવન મળે અને તેના જીવનમાં પણ અજવાળું પાથરી શકાય તે આશયથી અંગદાનનો નિર્ણય કર્યો.

Niraj Patel