પવિત્ર યાત્રાધામ પાવાગઢના પંચમહોત્સવમાં કિંજલ દવેના કાર્યક્રમમાં પોલીસને બોલાવવી પડી, જુઓ

ડિસેમ્બર મહિનામાં ગુજરાતની અંદર ઠેર ઠેર લોકપ્રિય ગાયકો અને ડાયરા કલાકારો દ્વારા પ્રોગ્રામોની રમઝટ જામતી હોય છે. જેમાં લાખો લોકો આવા કાર્યક્રમો નિહાળવા માટે હાજર રહેતા હોય છે. ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ પવિત્ર યાત્રાધામ પાવાગઢના આંગણે પંચમહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, જ્યાં મોટા મોટા કલાકારો દ્વારા પર્ફોમન્સ આપવામાં આવે છે અને તે જોવા માટે મોટી સંખ્યામાં લોકો પણ ઉપસ્થિત રહેતા હોય છે.

બે દિવસ પહેલા જ પંચમહોત્વસમાં ગુજરાતની લોકપ્રિય ગાયિકા એવી કોકીલકંઠી કિંજલ દવેએ હાજરી આપી હતી અને લોકોને પોતાના તાલે ઝુમાવ્યા હતા. કિંજલ દવેના કાર્યક્રમનો લ્હાવો માણવા માટે મોટી સંખ્યામાં લોકો પણ ઉપસ્થિતિ રહ્યા હતા. પરંતુ ચાલુ કાર્યક્રમમાં જ એક એવી ઘટના બની જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. કિંજલ દવેના કાર્યક્રમમાં ખુરશીઓ ઉડી હતી.

કિંજલ દવે જયારે સ્ટેજ પરથી ગીતોની રમઝટ બોલાવી હતી ત્યારે જ દર્શકો ઘેલમાં આવી ગયા અને ખુરશીઓ ઉછાળવા લાગ્યા હતા. આ ઘટના અંગે જાણ થતા જ પોલીસ પણ ત્યાં દોડી આવી હતી અને જેમ તેમ કરીને બળપ્રયોગ કર્યા બાદ આ ઘટનાને થાળે પાડવામાં આવી હતી. કિંજલ દવેના ગીતો પર જ ત્યાં હાજર કેટલાક દર્શકો ખુરશીઓ ઉછાળવા લાગ્યા અને પછી ઘણી બધી ખુરશીઓને તોડી પણ નાખવામાં આવી હતી.

મીડિયા રિપોર્ટ અનુસાર, આ પહેલા પણ કિંજલ દવેના કાર્યક્રમોમાં આવા બનાવો બની ગયા છે કે કિંજલ દવેના ગીતોથી ઉત્સાહમાં આવીને લોકોએ ખુરશીઓ તોડી અને હુડદંગ માચાવ્યો છે. ત્યારે હાલ ફરીવાર આ ઘટના સામે આવી છે. પોલીસ પણ તાત્કાલિક એક્શન મોડમાં આવી ગઈ અને નુકશાન પહોંચાડનારાઓને બાનમાં પણ લીધા હોવાનું કહેવાય છે. તમને જણાવી દઈએ કે પાવાગઢની તળેટીમાં યોજાઈ રહેલા આ પંચમહોત્સવમાં 7 દિવસ સુધી અલગ અલગ કલાકારો દ્વારા કાર્યક્રમો કરવામાં આવે છે, જે લોકો માટે આકર્ષણનું કેન્દ્ર રહે છે !

Niraj Patel