માંડવીના વિજય વિલાસ પેલેસમાંથી કિંજલ દવેએ શેર કરી ખુબ જ શાનદાર તસવીરો, ભાવિ પતિ પવન જોશીએ પણ બાકી ના રાખી કસર, જુઓ

કચ્છની ધરતીમાં કડકડતી ઠંડી વચ્ચે કિંજલ દવેનો નવો લુક વાયરલ, માંડવીના વિજય વિલાસ પેલેસમાં ભાવિ પતિ સાથેની 13 તસવીરો

ગુજરાતની લોકપ્રિય ગાયિકા કિંજલ દવે તેના અવાજથી તો લોકોના હૈયાને ઘાયલ કરવામાં કોઈ કસર બાકી નથી રાખતી પરંતુ તેનો અનોખો અંદાજ પણ સોશિયલ મીડિયામાં આગ લગાવતો હોય છે. કિંજલ દવે જ્યાં પણ જાય છે ત્યાંથી તેની શાનદાર તસવીરો સોશિયલ મીડિયામાં પોસ્ટ કરે છે અને ચાહકોને પણ ખુબ જ પસંદ આવે છે.

હાલમાં જ કિંજલ દવે તેના ભાવિ પતિ પવન જોશી સાથે કચ્છના પ્રવાસે છે અને કચ્છમાંથી પણ તે તેની શાનદાર તસવીરો સતત શેર કરતી રહે છે. આ તસવીરો ઉપર પણ તેના ચાહકો તેના ઉપર ભરપૂર પ્રેમ વરસાવી રહ્યા છે અને કોમેન્ટ કરીને તેની તસ્વીરોની પ્રસંશા પણ કરી રહ્યા છે.

કિંજલ દવે દ્વારા શેર કરવામાં આવેલી તસવીરોમાં તે ખુબ જ સુંદર દેખાઈ રહી છે. કચ્છના પ્રવાસની યાદગાર તસવીરો તેને પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઇન્સ્ટાગ્રામ ઉપર શેર કરી છે. જેમાં તેનો એક અલગ જ અંદાજ જોવા મળી રહ્યો છે.

કિંજલ દવેએ તેના ઇન્સ્ટાગ્રામ ઉપર તેની 8 તસવીરો શેર કરી છે, જેમાં તેના એકથી એક અલગ અંદાજને જોવા મળી રહ્યો છે. આ તસ્વીરોમાં કિંજલ દવે બ્લેક એન્ડ વ્હાઇટ આઉટફિટમાં જોવા મળી રહી છે.

આ તસવીરો શેર કરવાની સાથે કિંજલે એક ખાસ કેપશન પણ આપ્યું છે, તેને લખ્યું છે કે, “આ ફક્ત કાળા અને સફેદ વિશે નથી, પરંતુ આ બે ચરમ સીમાઓ વિશે છે.” કિંજલ દવેએ આ તસવીરો શેર કરવાની સાથે વિજય વિલાસ પેલેસ પણ હૈશટેંગમાં લખ્યું છે.

જેના દ્વારા જાણી શકાય છે કે આ તસવીરો કિંજલ દવેએ કચ્છના માંડવીમાં આવેલા વિજય વિલાસ પેલેસમાં ક્લિક કરી છે. આ તસવીરો ઉપરાંત કિંજલ દવે તેની ઇન્સ્ટા સ્ટોરી ઉપર પણ ઘણી બધી તસવીરો સાથે વીડિયો પણ શેર કર્યા છે.

કિંજલ દવે દ્વારા શેર કરવામાં આવેલી તસ્વીરોમાં કિંજલ વિજય વિલાસ પેલેસની અંદર અલગ અલગ જગ્યાએ ઉભા રહીને અલગ અલગ પોઝ આપતી જોવા મળી રહી છે. તેની આ તસવીરો ઉપર ચાહકો આફરીન બન્યા છે અને કોમેન્ટ કરી રહ્યા છે.

માંડવીમાં કિંજલ દવેએ વિજય વિલાસ પેલેસ ઉપરાંત માંડવી બીચની પણ મુલાકાત લીધી હતી, જ્યાંથી પણ તેને ખુબ જ સુંદર તસ્વીર શેર કરી છે. માંડવી બીચ ઉપર કિંજલ દવે ગળામાં શૉલ વીંટી અને ઢળતા સૂર્ય આગળ પોઝ આપી રહી છે.

કિંજલ દવે દ્વારા શેર કરવામાં આવેલી તસ્વીરોમાં તે ખુબ જ સુંદર દેખાઈ રહી છે. કિંજલે આ ઉપરાંત તેના ભાવિ પતિ પવન જોશી સાથેની તસવીર પણ શેર કરી છે જેમાં આ કપલ ખુબ જ સુંદર દેખાઈ રહ્યું છે અને ચાહકો પણ તેમના વખાણ કરી રહ્યા છે.

પવન જોશી પણ કિંજલ દવેના આ કચ્છ પ્રવાસમાં તેની સાથે છે અને તે પણ તેના સોશિયલ મીડિયામાં તેની તસવીરો શેર કરતો રહે છે. પવન જોશીએ પણ તેના ઇન્સ્ટાગ્રામ ઉપર ઘણી તસવીરો શેર કરી છે.

પવન જોશીએ માંડવીના વિજય વિલાસ પેલેસ આગળ ઉભા રહીને ખુબ જ શાનદાર પોઝ આપ્યા હતા. જેની તસવીરો તેને શેર કરી છે. આ તસ્વીરોમાં વિજય વિલાસ પેલેસ ખુબ જ સુંદર દેખાઈ રહ્યો છે, સાથે સાથે પવનના પોઝની પણ ચાહકો પ્રસંશા કરી રહ્યા છે.

કિંજલ દવે અને પવન જોશીની આ તસવીરો ચાહકો સાથે સેલેબ્રિટીઓને પણ ખુબ જ પસંદ આવી રહી છે. જે આ તસ્વીરોમાં મળેલી લાઈક અને કોમેન્ટ દ્વારા જાણી શકાય છે. કિંજલ દવે દ્વારા થોડીવાર પહેલા જ શેર કરવામાં આવેલી આ તસવીરોને હજારો લોકોએ લાઈક કરી છે.

તમને જણાવી દઈએ કે કિંજલ દવેના ચાહકો ગુજરાતમાં ખૂણે ખૂણે વસેલા છે, તેનું ગીત આવતાની સાથે જ વાયરલ થઇ જાય છે. કિંજલ દવેનો સુમધુર અવાજ પણ ચાહકોને ખુબ જ પસંદ આવે છે.

તેના કારણે જ કિંજલ દવેને સોશિયલ મીડિયામાં પણ 2.4 મિલિયન કરતા પણ વધારે લોકો ફોલો કરે છે. તેના ગીતોનો જાદુ ફક્ત ગુજરાતમાં જ નહિ પરંતુ ગુજરાતની બહાર અને વિદેશોમાં પણ ચાલતો જોવા મળે છે.

Niraj Patel