ઢોલીવુડ

“ઋત બાવરી” – કિંજલ દવેએ રજૂ કર્યું વેલેન્ટાઈન સ્પેશિયલ ગીત.. 3 લાખથી વધુ લોકો એ જોયું, તમે ના જોયું હોય તો જુઓ અહીં…

14 ફેબ્રુઆરી એટલે વેલેન્ટાઈન ડે… પ્રેમીઓનો ખાસ દિવસ. આ દિવસે પ્રેમી પંખીડાઓ પોતાના પ્રેમનો એકરાર કરે છે અને એકબીજા પ્રત્યેનો પોતાનો પ્રેમ વ્યક્ત કરે છે. તેઓ પ્રેમ વ્યક્ત કરવા માટે જુદી-જુદી રીતો પણ અપનાવે છે. ત્યારે જો તમે પણ આજના દિવસે કોઈના સામે પોતાના પ્રેમનો એકરાર કરવા માંગતા હોવ તો તેમના માટે હાજર છે આ ગીત…

ખાસ વેલેન્ટાઈન દિવસ નિમિત્ત રિલીઝ થયું છે કિંજલ દવેનું આ ગીત, ‘ઋત બાવરી’… એટલું સરસ ગીત છે કે જો તમે કોઈના પ્રેમમાં ન હોવ તો પણ પ્રેમમાં પડવાનું મન થઇ જશે. કોઈની સામે પ્રેમનો એકરાર કરતા સમયે જો આ ગીત બેકગ્રાઉન્ડમાં વગાડશો તો કદાચ એ વ્યક્તિ પણ તમારા પ્રેમમાં પડી જશે. એટલું સુંદર ગીત છે આ.

‘ઋત બાવરી’ ગીત ગાયું છે કિંજલ દવે એ. આ ગીતમાં કિંજલ દવેનો અવાજ એટલો સુંદર છે કે આ ગીત સાંભળીને તેના ચાહકોની સંખ્યામાં વધારો ચોક્કસ જ થશે. આ ગીતના શબ્દો ભાર્ગવ પુરોહિતે લખ્યા છે અને તેને સંગીતમાં પરોવ્યા છે પાર્થ ભારત ઠક્કરે.

આ ગીતમાં કિંજલ દવે સાથે તેનો મંગેતર પવન જોશી પણ જોવા મળશે. આ ગીતમાં બંનેની જોડી ખૂબ જ સુંદર લાગે છે. આ ગીતમાં કિંજલ દવે તેના બીજા ગીતો કરતા અલગ અંદાજમાં જોવા મળશે તો તેમનો મંગેતર પવન જોશી પહેલી વાર કોઈ વીડિયોમાં જોવા મળશે.

આ ગીત માટે ફક્ત એટલું જ કહેવું છે કે આટલા સુંદર શબ્દો, સુંદર અવાજ, સરસ મજાનો વીડિયો અને તેમાં ઉપર કિંજલ દવે અને પવન જોશીની કેમેસ્ટ્રીનો વઘાર… મજા પડી જાય એવું ગીત….

જુઓ અહીં:

અહીં નોંધનીય છે કે ગાયિકા કિંજલ દવેની સગાઇ પવન જોશી સાથે ગયા વર્ષે એપ્રિલ મહિનામાં શાહી ઠાઠ સાથે થઇ હતી.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ.