કિંજલ દવેનો જોવા મળ્યો અનોખો અંદાજ: ગોર્જિયસ સાડી, નેકલેસ અને કર્વી વાળમાં જોવા મળ્યો સ્ટનિંગ લુક, જુઓ તસવીરો

ગુજરાતની લોકપ્રિય ગાયિકા કિંજલ દવેને આજે કોઈ ઓળખાણની જરૂર નથી, કિંજલ દવેએ તેના સુરીલા અંદાજથી ગુજરાતના ઘર ઘરમાં પોતાની એક આગવી ઓળખ બનાવી દીધી છે, કિંજલ માત્ર ગુજરાતમાં જ નહિ પરંતુ દેશ વિદેશોમાં પણ કાર્યક્રમો કરતી રહે છે અને દૂર દૂર વસતા ગુજરાતીઓને પણ પોતાના તાલ ઉપર ઝુમાવતી રહે છે.

કિંજલ દવે સોશિયલ મીડિયા ઉપર પણ ખુબ જ એક્ટિવ રહે છે અને તેની અવનવી તસવીરો અને વીડિયો દ્વારા તેના ચાહકોનું પણ હંમેશા દિલ જીતતી રહે છે, કિંજલ તેના કાર્યક્રમોની ઝલક પણ તેના સોશિયલ મીડિયા દ્વારા શેર કરે છે જેને પણ દૂર દૂર સુધી બેઠેલા તેના ચાહકો માણી શકે છે.

હાલમાં જ કિંજલ દવેએ તેની કેટલીક તસવીરો તેના સોશિયલ મીડિયામાં શેર કરી છે, આ તસવીરોમાં કિંજલ દવેનો એક અનોખો અંદાજ જોવા મળી રહ્યો છે. કિંજલ દ્વારા શેર કરવામાં આવેલી તસવીરોમાં તે સાડીમાં જોવા મળી રહી છે, જે ચાહકોને પણ ખુબ જ પસંદ આવી રહી છે.

કિંજલે તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઇન્સ્ટાગ્રામ ઉપર પોતાની બેક-ટુ-બેક ઘણી બધી તસવીરો શેર કરી છે, જેમાં તેનો અનોખો લુક જોવા મળી રહ્યો છે, આ તસવીરો શેર કરવાની સાથે જ કિંજલે ખાસ કેપશન પણ આપ્યા છે.

કિંજલ દ્વારા શેર કરવામાં આવેલી તસવીરોને તેના ચાહકો ખુબ જ પસંદ કરી રહ્યા છે, અને સાડીમાં કિંજલ દવેના આ લુકની ઘણા લોકો કોમેન્ટ કરીને પ્રસંશા પણ કરી રહ્યા છે, માત્ર ગણતરીના સમયમાં જ આ તસવીરોને હજારો લોકોએ લાઈક કરી છે.

સામે આવેલી તસ્વીરોમાં કિંજલ દવેનો લુક મન મોહી લે તેવો છે, કિંજલ સાડી પહેરીને એકદમ સાદાઈ ભરેલા લુકમાં જોવા મળી રહી છે, તો તેના ચહેરા ઉપર ફરકતું મર્માળુ સ્મિત પણ ઉડીને આંખે વળગે છે.  કિંજલની આ તસવીરો ઉપર તેના ચાહકો ઉપરાંત સેલેબ્રિટીઓ પણ કોમેન્ટ કરી રહ્યા છે.

તમને જણાવી દઈએ કે કિંજલ દવેએ થોડા દિવસ પહેલા જ તેનો જન્મ દિવસ ઉજવ્યો હતો, આ નિમિત્તે તેને માતૃમંદિર સિંગરવાની મુલાકાત લીધી હતી, જ્યાં તેને વૃદ્ધાશ્રમમાં રહેતી મહિલાઓ સાથે મુલાકાત કરી હતી અને તેમને ભેટ પણ આપી હતી, કિંજલના આ કામની પણ ચાહકોએ ખુબ જ પ્રસંશા કરી હતી.

કિંજલ નવરાત્રીના સમયમાં અમેરિકાના પ્રવાસે પણ ગઈ હતી અને ત્યાંથી પણ તેને શાનદાર તસવીરો અને વીડિયો શેર કર્યા હતા, અમેરિકામાં પણ કિંજલ દવેએ ગરબાની રમઝટ જમાવી હતી, અને અમેરિકામાં વસતા ગુજરાતીઓને ખુબ જ ઝુમાવ્યા હતા.

કિંજલ દવેએ તેના સોશિયલ મીડિયા ઉપર ગુજરાતના ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ સાથેની મુલાકાતની એક તસવીર પણ શેર કરી છે. જેમાં તે સી.આર. પાટીલ સાથે જોવા મળી રહી છે. આ તસવીર શરીર કરવાની સાથે જ કિંજલે કેપશનમાં લખ્યું છે. “ગુજરાત રાજ્ય ભાજપના પ્રદેશ પ્રમુખ અને ભારતના સૌથી પ્રભાવશાળી સાંસદ શ્રી C R Patil sirની મુલાકાત કરીને ખૂબ આનંદ થયો. એક ઉર્જાવાન અને કર્મયોગી વ્યક્તિત્વ !”

આ ઉપરાંત કિંજલ દવેએ ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવી સાથે પણ મુલાકાત કરી હતી, જેની તસ્વીર પણ તેને ઇન્સ્ટાગ્રામમાં શેર કરી છે, સાથે જ કેપશનમાં લખ્યું છે, “ગુજરાતના માનનીય ગૃહમંત્રી શ્રી હર્ષ સંઘવીને મળ્યા કે જેઓ યુવાનો માટે સાચી પ્રેરણા છે અને ગુજરાતની સુધારણા માટે નિઃસ્વાર્થ પણે કામ કરતા સારા નેતા છે, તમારો અમૂલ્ય સમય આપવા બદલ હું આપની આભારી છું.”

તો કિંજલ દવેના પિતા લલિત દવેએ પણ તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઇન્સ્ટાગ્રામ ઉપર કેટલીક તસવીરો શેર કરી છે, જેમાં કિંજલ દવેની સીઆર પાટીલ અને હર્ષ સંઘવી સાથેની મુલાકાતની ઝલક જોઈ શકાય છે. આ તસવીરો શેર કરવાની સાથે જ લલિત દવેએ ખુબ જ સરસ કેપશન પણ લખ્યું છે.

તેમને લખ્યું કે, “ગર્વ છે મને મારા સંતાનો પર એટલા માટે, જે પણ નામના ઈજ્જત કમાયેલી છે એ, પોતાની મહેનત અને ટેલેન્ટથી કમાઈ છે, અમુક લોકોની જેમ બીજાનું નામ વટાવીને, કે લોકોનો ઉપયોગ કરીને કે બીજાં કોઈની, મહેનતથી કે ખોટી કોઈની વાહવાહી કરીને કમાયેલી નથી !- લલિત દવે

Niraj Patel