ગુજરાતની લોકપ્રિય ગાયિકા કિંજલ દવે ખુબ જ મોટો ચાહક વર્ગ ધરાવે છે. તેના ગીતોની તેના ચાહકો કાગડોળે રાહ જોતા હોય છે. ચાર ચાર બંગલી વાળી ગીતથી લોકોના દિલમાં એક આગવું નામ મેળવાની કિંજલ દવે સોશિયલ મીડિયામાં પણ ખુબ જ એક્ટિવ રહે છે અને ચાહકો માટે તેની તસવીરો અને વીડિયો પણ શેર કરે છે.
કિંજલ દવેની તસવીરો પોસ્ટ થતાની સાથે જ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ જતી હોય છે. ચાહકોને પણ તેની તસવીરો ખુબ જ પસંદ આવે છે. આ સાથે જ કિંજલ પોતાના કાર્યક્રમોની લાઈવ ઝાંખી પણ સોશિયલ મીડિયામાં શેર કરે છે. જેના દ્વારા દૂર દૂર થતા કિંજલ દવેના કાર્યક્રમને ચાહકો ઘરમાં બેસીને જોઈ શકે છે.
કિંજલ દવે ઇન્સ્ટાગ્રામમાં રીલ પણ બનાવે છે. હાલમાં જ કિંજલ દવેએ સોશિયલ મીડિયામાં એક રીલ પોસ્ટ કરી છે જેને તેના ચાહકો ખુબ જ પસંદ કરી રહ્યા છે. કારણ કે આ રીલની અંદર કિંજલ દવેની મનમોહકે અદા જોવા મળી રહી છે. લેવેન્ડર ચણીયા ચોળીમાં કિંજલ દવે ખુબ જ સુંદર દેખાઈ રહી છે.
કિંજલ દવેએ જે રીલ પોસ્ટ કરી છે તેના બેક ગ્રાઉન્ડની અંદર “અજબ પ્રેમ કી ગજબ કહાની” ફિલ્મનું “કેસે બતાયે” ગીતની કડીઓ પર શાનદાર પોઝ આપતી જોવા મળી રહી છે. આ રીલ શેર કરવાની સાથે જ કિંજલે કપેશન પણ ખુબ જ શાનદાર આપ્યું છે. કિંજલે લખ્યું છે. “જાને તેરી આંખેથી યા બાતે થી વજહ” લખ્યું છે.
કિંજલ દ્વારા શેર કરવામાં આવેલી આ રીલ ઉપર ઘણા સેલેબ્સ પણ કોમેન્ટ કરી રહ્યા છે. આ રિલને અત્યાર સુધી 40 હજાર કરતા પણ વધારે લાઈક મળી ચુકી છે. ઉપરાંત તેની આ રિલને 2 લાખ 23 હજાર કરતા પણ વધારે લોકોએ લાઈક કરી છે. કિંજલના ચાહકો પણ કોમેન્ટની અંદર તેની સુંદરતાના વખાણ કરતા થાકી નથી રહ્યા.
View this post on Instagram
તમને જણાવી દઈએ કે કિંજલ દવેએ પવન જોશી સાથે સગાઈ કરી છે અને તે બહુ જ જલ્દી લગ્નના બંધનમાં પણ બંધાઈ જશે. કિંજલ અને પવન બંને સોશિયલ મીડિયામાં ખુબ જ એક્ટિવ રહેતા હોય છે અને પોતાની શાનદાર તસવીરો પણ શેર કરતા રહેતા હોય છે. કિંજલ અને પવનની જોડીને પણ ચાહકો ખુબ જ પસંદ કરે છે.