પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવમાં પહોંચેલી કિંજલ દવેએ હવે શેર કરી તેની તસવીરો, પ્રમુખ નગરીમાં નતમસ્તક થતી જોવા મળી ગાયિકા… જુઓ તમે પણ
આખા વિશ્વનું પોતાની તરફ ધ્યાન ખેંચી રહેલા અને અમદાવાદમાં યોજાઈ રહેલા પ્રમુખસ્વામીઓ મહારાજ જન્મ શતાબ્દી મહોત્વમાં રોજ લાખો લોકો મુલાકાત લેવા માટે આવી રહ્યા છે અને જે પણ વ્યક્તિ અહીંયા મુલાકાત લઈને જાય છે તે આ મહોત્સવનો નજારો જોઈને અભિભૂત પણ થઇ જાય છે. સાથે જ આ મહોત્સવના વખાણ કરતા થાકતા નથી.
આ મહોત્સવમાં અત્યાર સુધીમાં ઘણા મોટા મોટા દિગ્ગજો પણ મુલાકાત લઇ ચુક્યા છે અને હજુ પણ આ મુલાકાતનો સિલસોલો 15 જાન્યુઆરી સુધી ચાલવાનો છે. ત્યારે ગુજરાતની લોકપ્રિય ગાયિકા કિંજલ દવેએ પણ થોડા દિવસ પહેલા જ આ મહોત્સવની મુલાકાત લીધી હતી, જેની તસવીરો અને વીડિયો પણ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ હતી.
ત્યારે હવે કિંજલ દવેએ તેના સોશિયલ મીડિયામાં આ મહોત્સવની મુલાકાતની કેટલીક શાનદાર તસવીરો પણ શેર કરી છે જેને તેના ચાહકો ખુબ જ પસંદ પણ કરી રહ્યા છે. આ તસવીરોમાં કિંજલ દવે પ્રમુખ નગરમાં બાપ્પાની પ્રતિમા અને ચરણ સામે નતમસ્તક થતી પણ જોવા મળી રહી છે.
કિંજલ દવેએ તેના સોશિયલ મીડિયામાં 6 તસવીરો શેર કરી છે. જેમાં પહેલી તસ્વીરોમાં તેનું આગમન થતું જોવા મળે છે. પ્રમુખ નગરના વિશાળ ગેટની સામે તે બે હાથ જોડીને ઉભી રહી છે તો બાજુમાં બેન્ડવાળા બેન્ડ વગાડીને તેનું અભિવાદન પણ કરતા જોવા મળી રહ્યા છે. બીજી તસ્વીરમાં તે પ્રમુખ સ્વામીની પ્રતિમા સામે હાથ જોડીને ઉભેલી જોવા મળે છે.
ત્રીજી તસ્વીરમાં કિંજલ દવે માળા ફેરવતા બાપાના હાથ સામે પોઝ આપતી જોવા મળી રહી છે. તો ચોથી તસ્વીરમાં તે ઘૂંટણીએ બેસીને સ્વામીજીના મંદિર સામે બે હાથ જોડીને પ્રાર્થના કરતી પણ જોઈ શકાય છે. તો પાંચમી તસ્વીરમાં તે બાપાના ચરણ સ્પર્શ કરીને આશીર્વાદ લેતી પણ જોવા મળે છે. છેલ્લી તસ્વીરમાં તે મંદિર સામે જ ઉભા રહીને પોઝ આપી રહી છે.
કિંજલ દવે દ્વારા શેર કરવામાં આવેલી આ તસ્વીરોને તેના ચાહકો પણ ખુબ જ પસંદ કરી રહ્યા છે સાથે જ કોમેન્ટમાં જય સબમિનારાયણ પણ કહેતા જોવા મળી રહ્યા છે. આ તસવીરો કિંજલ દવેએ થોડા કલાકો પહેલા જ પોતાના ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર પોસ્ટ કરી હતી જેને અત્યાર સુધી હજારો લોકો લાઈક કરી ચુક્યા છે.
તમને જાણવી દઈએ કે કિંજલ દવેએ તેના સમગ્ર પરિવાર સાથે પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવની મુલાકાત લીધી હતી. તેની સાથે તેનો ભાઈ આકાશ દવે, તેના પિતા લલિત દવે અને તેની માતા પણ જોવા મળ્યા હતા. કિંજલના પિતા લલિત દવે દ્વારા તેમની મુલાકાતની તસવીરો અને વીડિયો પણ શેર કરવામાં આવ્યા હતા.