સુમધુર ગાયિકા કિંજલ દવેએ શેર કર્યો એક ખાસ વીડિયો, જોવા મળ્યું “અચ્છે દિન આ ગયે !!”, જુઓ ખાસ ઇવેન્ટની તસવીરો

ગુજરાતની સુમધુર અને કોકીલકંઠી ગાયિકા કિંજલ દવે સોશિયલ મીડિયામાં પણ ખુબ જ એક્ટિવ રહે છે. કિંજલ દવે તેના સુમધુર અવાજ દ્વારા ગુજરાતીઓના હૈયા ઉપર રાજ કરતી હોય છે. સોશિયલ મીડિયામાં પણ તે તેની તસવીરો અને વીડિયોને શેર કરતી રહે છે અને તેના ચાહકો પણ તેની આ તસવીરો અને વીડિયોને ખુબ જ પસંદ પણ કરતા હોય છે.

હાલ કિંજલ દવેએ તેના ઇન્સ્ટાગ્રામ ઉપર કેટલાક વીડિયો શેર કર્યા છે, જેમાં તેનો એક આગવો અંદાજ અને કંઈક ખાસ પણ જોવા મળી રહ્યું છે. આ વીડિયોની અંદર કિંજલ દવે એક જવેલરી હાઉસની વર્ષગાઠમાં જવાની તૈયારી કરતી જોવા મળી રહી છે, જેના માટે તે સુંદર આભૂષણો સાથે સજ્જ થતી જોવા મળે છે.

આ ઉપરાંત કિંજલ દવેએ બીજા કેટલાક વીડિયો પણ તેના આઇજી ટીવીમાં શેર કર્યા છે, જેમાં એક વીડિયોની અંદર કેપશનમાં તેને લખ્યું છે, “અચ્છે દિન આ ગયે !” તો બીજા એક વીડિયોના કેપશનની અંદર તેને એક જવેલરી હાઉસનું નામ લખી વસ્ત્રાલ શો રૂમ 13 એનિવર્સરી લખ્યું છે. તેના આ વીડિયોને લોકો ખુબ જ નિહાળી રહ્યા છે.

કિંજલ દવેએ શેર કરેલા એક વીડિયોના બેકગ્રાઉન્ડની અંદર તેના અવાજમાં “મેળેથી કઈ લાવજો !” ગીત ગણગણાવતી જોવા મળી રહી છે. સાથે જ વીડિયોની શરૂઆતમાં ટાઇટલ સાથે અચ્છે દિન આ ગયે પણ લખેલું જોઈ શકાય છે. કિંજલ આ વીડિયોમાં ચાનો કપ હાથમાં પકડેલી જોવા મળી રહી છે. જેના બાદ તે અલગ અલગ આભૂષણો પહેરતી જોવા મળે છે અને એમ પણ કહી રહી છે કે તે એક જવેલરી હાઉસની 13મી એનિવર્સરીમાં જઈ રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Kinjal Dave (@thekinjaldave)


તો અન્ય વીડિયોની અંદર કિંજલ શો રૂમમાં એક પોસ્ટર લોન્ચ કરવાની સાથે કેક કટ કરતી પણ જોવા મળી રહી છે. કિંજલ દવેની સાથે આ વીડિયોની અંદર બીજા પણ ઘણા લોકો જોવા મળી રહ્યા છે, સાથે જ આ વીડિયોમાં કિંજલ ખુબ જ સુંદર પણ લાગી રહી છે.  આ સાથે કિંજલ દવેને એ જવેલરી હાઉસ તરફથી એક ખાસ ભેટ પણ આપવામાં આવી હતી, જેની તસ્વીર પણ તેને ઇન્સ્ટા સ્ટોરીમાં શેર કરી હતી.

 

View this post on Instagram

 

A post shared by Kinjal Dave (@thekinjaldave)


આ એનિવર્સરીના પ્રસંગની કેટલીક તસવીરો પણ કિંજલ દવેએ તેની ઇન્સ્ટા સ્ટોરી ઉપર પણ શેર કરી છે. આ કાર્યક્રમ ગઈકાલે 26 સપ્ટેમ્બરના રોજ હતો, જેમાં કિંજલ દવેએ હાજરી આપી હતી અને ત્યાંથી જ વીડિયો પણ શેર કર્યા હતા.

 

View this post on Instagram

 

A post shared by Kinjal Dave (@thekinjaldave)


કિંજલ દવે તેના સોશિયલ મીડિયામાં અવાર નવાર તેની તસવીરો શેર કરતી રહે છે. તેને થોડા દિવસ પહેલા જ ગુજરાતના નવા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સાથે પણ મુલાકાત કરી હતી, જેની કેટલીક તસવીરો પણ તેને ઇન્સ્ટાગ્રામમાં શેર કરી હતી.

Niraj Patel