રાજસ્થાનમાં ગુજરાતી ગાયિકા કિંજલ દવેનો અનોખો અંદાજ, આ રીતે માણી રહી છે વેકેશન, તસવીરો જોઈને તમે પણ ખુશ થઇ જશો

ગુજરાતની લોકપ્રિય ગાયિક કિંજલ દવેને આજે કોઈ ઓળખાણની જરૂર નથી, કિંજલ દવે આજે ગુજરાતના દરેક ઘરમાં જાણીતી બની ગઈ છે ત્યારે હાલમાં કિંજલ દવે રાજસ્થાનના ઉદયપુરમાં રજાઓનો આનંદ માણી રહી છે. જેની કેટલીક તસવીરો તેને પોતાના ઇન્સ્ટાગ્રામમાં શેર કરી છે તો કેટલાક વીડિયો તેને પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીની અંદર શેર કર્યા છે. જે તેના ચાહકોને ખુબ જ પસંદ પણ આવી રહ્યા છે.

કિંજલે દવે દ્વારા શેર કરવામાં આવેલી તસવીરોની અંદર તે ખુબ જ સુંદર નજારા વચ્ચે પોતે પણ ખુબ જ સુંદર દેખાઈ રહી છે. તેને આ સાથે જ પોતે કઈ જગ્યાએ છે તેનું લોકેશન પણ શેર કર્યું છે. તસ્વીરની અંદર જ પોતાનું લોકેશન તેને ઉદયપુરની લીલા પેલેસે હોટલ જણાવી છે. આ દરમિયાન તે ઉદયપુરના પ્રખ્યાત લેક પિંચોલામાં પણ બોટિંગ કરતી જોવા મળી હતી.

કિંજલે તેની તસવીરો શેર કરવાની સાથે  ખુબ જ શાનદાર કેપશન પણ લખ્યું છે, કિંજલે કેપશનમાં એક ખુબ જ સુંદર હિન્દી શાયરી લખી છે, કિંજલે લખ્યું છે. “મુસાફિર કાલે પણ હતો, મુસાફિર આજ પણ છું, કાલે પોતાનાની શોધમાં હતો, આજે ખુદની શોધમાં છું !” બોટિંગ દરમિયાન કિંજલે સેફટી જેકેટ પણ પહેર્યું હતું.

કિંજલ દવે દ્વારા શેર કરવામાં આવેલી આ તસવીરો ઉપર ચાહકો ખુબ જ પ્રેમ વરસાવી રહ્યા છે. ઘણા લોકોએ કોમેન્ટ કરી કિંજલની તસવીરો અને લોકેશનની સાથે સાથે તેના દ્વારા પોસ્ટ કરવામાં આવેલા કેપશનના પણ વખાણ કર્યા છે. તો વધુ એક તસ્વીરની અંદર તે બોટના કિનારે બેઠેલી જોવા મળી રહી છે. આ દરમિયાન બ્લેક એન્ડ વ્હાઇટ કપડામાં ખુબ જ સુંદર દેખાઈ રહી છે.

કિંજલ ઉદયપુરમાં એકલી રજાઓનો આંનદ નથી માણી રહી. આ દરમિયાન તેની સાથે તેનો ભાવિ પતિ પવન જોશી પણ છે. પવને પણ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં બે તસવીરો શેર કરી છે. જેમાં તે કિંજલ સાથે જોવા મળી રહ્યો છે. તો કિંજલે શેર કરેલી એક તસ્વીરની અંદર તે સોફા ઉપર બેઠેલી જોવા મળી રહી છે.

પવને શેર કરેલી તસ્વીરોમાં બંને એકબીજા સામે પ્રેમાળ ભરી નજરે જોઈ રહેલા જોવા મળે છે. બંનેને જોતા એવું જ લાગે જાણે કે તે બંને એક બીજા માટે જ બન્યા છે. તે બંને કદાચ એવું પણ વિચારી રહ્યા હશે કે સમય અહીંયા જ રોકાઈ જાય, અને બંને એકબીજા સામે જ નીરખતા રહીએ. તો કિંજલે પોતાની તસવીરોની અંદર ઉદેપુર લીલા પેલેસ હોટલમાં ડિનર ટાઈમની તસવીરો પણ શેર કરી છે. જેમાં આ જગ્યા તેની મનગમતી જગ્યા હોવાનું પણ જણાવી રહી છે.

તમને જણાવી દઈએ કે કિંજલ દવેની સગાઈ 19 એપ્રિલ, 2018ના પવન જોશી સાથે થઇ હતી. થોડા સમય પહેલા તેને પોતાની સગાઈની વર્ષગાંઠની પણ ઉજવણી કરી હતી, આ નિમિત્તે પણ કિંજલ અને પવન બંને સાથે જોવા મળ્યા હતા અને ઉજવણીની ખાસ તસવીરો પણ તેને શેર કરી હતી. તો અન્ય એક તસ્વીરમાં તે લેક પીચોલા ઉપર શાંતિની પળો માણતી પણ જોવા મળી રહી છે.

તો કિંજલે સ્ટોરીમાં શેર કરેલી એક તસ્વીરમાં તે સ્કૂટર ઉપર તેના ભાવિ પતિ પવન જોશી સાથે રાઈડ માણતી પણ જોવા મળી રહી છે. તેની પાછળ તેનો ભાઈ આકાશ દવે પણ જોવા મળી રહ્યો છે. ગાયિકા કિંજલ દવે આજે ગુજરાતના ખૂણે ખૂણે ઓળખાતી એક ખ્યાતનામ પ્રતિભા છે. કિંજલ દવેના ગીતોના તાલે આખું ગુજરાત ઝૂલે છે. તેના ચાર ચાર બંગળી વાળા ગીતે તો ગુજરાતીઓને ખુબ નચાવ્યા. સોશિયલ મીડિયામાં પણ કિંજલ દવેના લાખો ચાહકો છે.

Niraj Patel