ગુજરાતની સુપ્રસિદ્ધ ગાયિકા કિંજલ દવે હાલ દુબઈની અંદર રજાઓનો આનંદ માણી રહી છે, આ દરમિયાન કિંજલ દવે તેના સોશિયલ મીડિયા ઉપર પણ તેની શાનદાર તસવીરો શેર કરી રહી છે, જેને ચાહકો પણ ખુબ જ પસંદ કરી રહ્યા છે. કિંજલ દવેના આ પ્રવાસમાં તેની સાથે તેનો ભાવિ ભરથાર પવન જોશી અને ભાઈ આકાશ દવે પણ છે.
કિંજલ દવે ઉપરાંત તેનો મંગેતર પવન જોશી અને ભાઈ આકાશ દવે પણ સોશિયલ મીડિયામાં દુબઈના શાનદાર નજારાની તસવીરો અને વીડિયો શેર કરતા રહે છે, તે પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ જતા હોય છે.ત્યારે હાલમાં જ કિંજલ દવેએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ઉપર એકથી એક શાનદાર તસવીરો શેર કરી છે.
સામે આવેલી તસ્વીરોમાં કિંજલ દવેનો અનોખો અંદાજ જોવા મળી રહ્યો છે, બુર્જ ખલીફાની સામે તે એક શાનદાર પોઝમાં ઉભેલી જોઈ શકાય છે. આ તસ્વીરમાં કિંજલ દવે બુર્જ ખલીફા સામે પાંખો આકારની બનેલી ફ્રેમ સામે ઉભા રહીને પરી જેવી સ્ટાઈલમાં પોઝ આપતા જોવા મળી રહી છે.
કિંજલ દવેની આ તસવીર પોસ્ટ થવાની સાથે જ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ ગઈ છે. આ તસ્વીરને અત્યાર સુધીમાં એક લાખથી પણ વધારે લોકોએ લાઈક કરી છે. આ ઉપરાંત સામાન્ય લોકો સાથે સેલેબ્સ પણ કોમેન્ટ કરી રહ્યા છે અને કિંજલ દવેના આ અંદાજની પ્રસંશા કરતા જોવા મળી રહ્યા છે.
આ ઉપરાંત પણ કિંજલ દવેએ તેના સોશિયલ મીડિયા ઉપર બીજી બે શાનદાર તસવીરો શેર કરી છે, જેમાં પણ તેનો એક અનોખો અંદાજ જોવા મળી રહ્યો છે. આ તસ્વીરોમાં કિંજલ દવે બ્લેક રંગના પર્સ સાથે દિલ ધડક પોઝ આપતી જોવા મળી રહી છે. કિંજલનો આ અંદાજ પણ લાઇમ લાઈટ લૂંટી રહ્યો છે.
કિંજલ દવેના ભાવિ પતિ પવન જોશીએ પણ તેમના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં કેટલીક શાનદાર તસવીરો શેર કરી છે. આ તસ્વીરોમાં પાછળનો નજારો જોઈને લાગી રહ્યું છે કે આ દુબઇનું ફરારી વર્લ્ડ છે. પવન જોશીએ કેપશનમાં પણ તેનો ઉલ્લેખ કર્યો છે, સાથે ફરારી કાર સામે તે શાનદાર પોઝ પણ આપી રહ્યા છે.
કિંજલ દવેએ હાલમાં જ ઇન્સ્ટાગ્રામ ઉપર એક રીલ પણ પોસ્ટ કરી છે, જેમાં તેનો અનોખો અંદાજ જોવા મળી રહ્યો છે. આ રીલમાં તે દુબઈનો આલીશાન નજારો અને સાથે જ પોતાનો આગવો અંદાજ પણ બતાવતી જોવા મળે છે. તેમના ચાહકોને તમેનો આ વીડિયો પણ ખુબ જ પસંદ આવી રહ્યો છે.
View this post on Instagram
સોશિયલ મીડિયામાં આ રીલ ગણતરીના સમયમાં જ વાયરલ પણ થઇ અને ચાહકો પણ આ રિલને ખુબ જ વખાણી રહ્યા છે. સાથે જ કિંજલ દવેના અંદાજની પણ ખુબ જ પ્રસંશા કરતા જોવા મળી રહ્યા છે. તેમજ આ રીલ પોસ્ટ થવાના માત્ર 3 જ કલાકમાં 33 હજારથી વધુ લોકોએ તેને લાઈક કરી છે અને 1 લાખ 86 હજાર કરતા વધુ લોકોએ તેને નિહાળી છે.