ઢોલીવુડ

કિંજલ દવેના ગીતને મળ્યા 4 દિવસમાં 10 લાખથી વધુ વ્યૂઝ, જુઓ તમે પણ આ ગીત

ગુજરાતી ગાયિકા કિંજલ દવેનું નવું ગીત લોન્ચ થયી ગયું છે ત્યારે આ ગીતને માત્ર 4 જ દિવસમાં 10 લાખથી વધારે વ્યૂઝ મળી ચુક્યા છે અને હાલ તો ૧૩ લાખથી પણ વધુ લોકોએ આ ગીત સાંભળ્યું. આ ગીતને કિંજલ દવેના ચાહકો ખૂબ જ પસંદ કરી રહયા છે.

આ ગીત ખૂબ જ રસપ્રદ થીમ પર બનાવવામાં આવ્યું છે. જે આજના સમયમાં ખૂબ જ બંધ બેસતી થીમ છે. આ ગીતનું નામ છે, પૈસો છે તો પ્રેમ છે.

આ ગીતમાં બતાવવામાં આવ્યું છે કે જ્યા સુધી પાસે પૈસા હતા, ત્યાં સુધી બધા જ તેની સાથે હતા, અને પૈસા નથી તો બધા જ બદલાઈ ગયા અને તેનો સાથ છોડી ગયા.

કિંજલ દવેએ ગાયેલા આ ગીતમાં ભાવિન ભાનુશાલી અને આંચળ શાહ જોવા મળી રહયા છે. આ ગીતને મનુ રબારીએ લખ્યું છે અને મયુરી નાદિયાનું સંગીત છે.

તમે પણ સાંભળો કિંજલ દવેનું આ નવું નક્કોર ગીત નીચે વિડિઓમાં: