ઢોલીવુડ મનોરંજન

કિંજલ દવેનું એક તડકતુ ભડકતુ ગીત થયું વાયરલ, “ભઈનો મેળ પડી ગ્યો”, તમે ના જોયું હોય તો અત્યારે જ જોઈ લો

ગજરાતના ઘણા ગાયકો વિશ્વકક્ષાએ પણ ખુબ જ લોકપ્રિય બન્યા છે, તેમાંથી જ એક છે કિંજલ દવે, કિંજલ દવેના ગીતની ચાહકો આતુરતાથી રાહ જોતા હોય છે, અને જયારે તેનું કોઈ ગીત આવે છે ત્યારે રાતો રાત વાયરલ પણ થઇ જતું હોય છે, થોડા સમય પહેલા જ આવેલું એક ગીત “ચાર ચાર બંગળી વાળી” તો દુનિયાભરમાં મોજ કરાવી ગયું હતું.

 

View this post on Instagram

 

A post shared by Kinjal Dave (@thekinjaldave) on

હાલમાં જ કિંજલ દવે એક નવું ગીત લઈને આવી છે “ભઈનો મેળ પડી ગ્યો”, જે હજુ ગઈકાલે જ બહાર આવ્યુંને ત્રણ લાખ જેટલા લોકોએ તેને યુ ટ્યુબ ઉપર નિહાળી પણ લીધું, આ સિવાયના સોશિયલ મીડિયા ઉપર પણ આ ગીત અત્યારે ધૂમ મચાવી રહ્યું છે, ગીતના તાલે લોકો ઝૂમવા લાગી જાય છે. લગ્નની સીઝન હોય આગામી દિવસોમાં આ ગીત ગુજરાતમાં ધૂમ મચાવી દેવાનું છે એ વાત નક્કી.

 

View this post on Instagram

 

A post shared by Kinjal Dave (@thekinjaldave) on

કે.ડી. ડીઝીટલ દ્વારા પ્રસ્તુત કરવામાં આવેલા આ ગીતમાં શબ્દો આપ્યા છે, આનંદ મહેરિયા અને લલિત દવે એ જયારે આ ગીતને સંગીત બદ્ધ કર્યું છે મયુર નડિયાએ, ગીતને પ્રોડ્યુસ કરવાનું કામ સાંભળ્યું છે લલિત દવેએ ત્યારે આ ગીતમાં સુરીલો કંઠ આપ્યો છે ગાયિકા કિંજલ દવેએ, કિંજલ દવેનું આ ગીત અત્યારે લોકો વખાણી રહ્યા છે, તમે પણ હજુ સુધી ના જોયું હોય તો અત્યારે જ જોઈ લો.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.