ગુજરાતની લોકપ્રિય ગાયિકા કિંજલ દવે તેના સુમધુર અવાજના કારણે જગ વિખ્યાત છે. ગુજરાતના ખૂણે ખૂણે તેને પોતાના સુરીલા અવાજ દ્વારા એક આગવી નામના બનાવી છે, કિંજલ દવે તેના ગીતો ઉપરાંત તેના અંગત જીવનને લઈને પણ ચાહકોમાં છવાયેલી રહે છે.ત્યારે હાલમાં જ કિંજલ દવેએ એક મોટી સિદ્ધિ પણ પ્રાપ્ત કરી હતી જેની તસવીરો પણ તેને પોતાના સોશિયલ મીડિયામાં શેર કરી હતી અને પોતાની ખુશી પણ વ્યક્ત કરી હતી.
હાલમાં જ કિંજલ દવેએ એક શાનદાર કાર ખરીદી છે, જેની તસવીરો તેને પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં શેર કરી છે, કિંજલના કાર કલેક્શનમાં ઉમેરાયેલી આ લક્ઝુરિયસ કારમાં હવે તેનો વટ પડશે. કિંજલ દવેને તેમની આ શાનદાર કાર માટે તેમના ચાહકો પણ ભરપૂર શુભકામનાઓ આપી રહ્યા છે.
કિંજલ દવે માત્ર ગુજરાતમાં જ નહિ ગુજરાત બહાર પણ ઘણા ક્રાયક્રમો કરે છે. છે, થોડા સમય પહેલા જ તે અમેરિકામાં પણ એક મહિના સુધી રોકાઈ હતી અને ત્યાં ઘણા કાર્યક્રમો તેને કર્યા હતા. કિંજલ દવેએ અમેરિકામાં વસતા ગુજરાતીઓને પણ પોતાના ગીતોના તાલે મન મૂકીને ઝુમાવ્યા હતા.
થોડા દિવસ પહેલા જ કિંજલ દવે તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના સેટ ઉપર પણ પહોંચી હતી અને જ્યાંથી પણ તેને કેટલીક તસવીરો શેર કરી હતી. જેમાં તે તારક મહેતાના મુખ્ય પાત્ર દિલીપ જોશી ઉર્ફે જેઠાલાલ સાથે પણ જોવા મળી હતી.કિંજલ દવેએ તેના જન્મ દિવસે માતૃમંદિર સિંગરવાની મુલાકાત લીધી હતી. તે માતૃમંદિરમાં પહોંચી ત્યાં રહેલા મંદિરમાં હાથ જોડી પ્રાર્થના કરતી અને ત્યારબાદ ત્યાં રહેતી સ્ત્રીઓના ચરણસ્પર્શ કરીને તેમના આશીર્વાદ લઈને તમેને ભેટ આપતી જોવા મળી રહી હતી.
સોશિયલ મીડિયામાં કિંજલ દવેએ શેર કરેલ તસ્વીરમાં તે ખુશ ખુશાલ જોવા મળી રહી છે. આ કાર દેખાવમાં ખુબ જ સ્ટાઈલિશ અને લકઝિરિયસ છે. હાલમાં જ ગુજરાતના એક લોકપ્રિય ગાયક જીગ્નેશ કવિરાજે પણ એક શાનદાર મર્સીડિઝ કાર ખરીદી હતી જેના બાદ કિંજલ દવેએ પણ એક વૈભવી કાર ખરીદી છે, કિંજલ દવેએ મર્સીડિઝ બેંઝ કાર ખરીદી છે, ખૂબ જ વૈભવી અને મોંઘી ડાટ છે, આ કારની અંદર એકથી એક ચડિયાતી ફેસિલિટી છે. આ ગાડીની કિંમત અંદાજે 60 લાખથી શરૂ થાય છે.
કિંજલ દવેએ શરૂઆતમાં પોતાની ઇન્સ્ટા સ્ટોરી ઉપર એક વીડિયો શેર કર્યો હતો જેમાં તેના પપ્પા લલિત દવે આ શાનદાર કાર ચલાવતા જોવા મળ્યા હતા. સાથે જ કિંજલ દવેએ તેના પપ્પાને આ નવી કાર માટે શુભકામનાઓ પણ પાઠવી હતી. જેના બાદ ચાહકો પણ કિંજલ દવે સાથે આ કારની તસવીરો જોવા આતુર હતા અને ચાહકોની આતુરતાનો અંત આણ્યો અને તસવીરો શેર કરી.
કિંજલ દવે દેશ અને વિદેશમાં સ્ટેજ પ્રોગ્રામ પણ કરે છે. લોકગીતો, ભજનોમાં પણ કિંજલનો કર્ણપ્રિય અવાજ ગુજરાતીઓને ખુબ જ પ્રિય છે. કિંજલ દવેએ કોરોના મહામારી દરમિયાન પણ ઘણા પરિવારોની મદદ કરીને પોતાનો માનવતા ધર્મ પણ નિભાવ્યો છે. સોશિયલ મીડિયામાં તેના આ કામના ખુબ જ વખાણ પણ કરવામાં આવ્યા હતા.કિંજલ દવેએ બાળપણથી જ ગાવાની શરૂઆત કરી હતી અને આજે તે ગુજરાતની સુપ્રસિદ્ધ ગાયિકા બની ગઈ છે. કિંજલ આ જગ્યાએ પહોંચવાનું શ્રેય તેના પિતા લલિતભાઈ દવેને આપે છે.
કિંજલ દવેના ભાવિ પતિ પવન જોશી એ પણ સ્ટોરી શેર કરી ને લખ્યું હતું કે “તમારી ડ્રીમ કાર માટે મારા પ્રેમને અભિનંદન, તમે આ બધું જાતે જ કમાવ્યું છે, તમે એક સ્વ-નિર્મિત સ્ટાર છો.. ખરેખર ઘણા લોકો અને મારા માટે પ્રેરણા છે, ભગવાન તમારી ઇચ્છાઓ હંમેશા પૂર્ણ કરે એવી પ્રાર્થના તમને સ્વસ્થ અને સમૃદ્ધ રાખે kinjaldave તમારા પર ખૂબ ગર્વ છે. જય ચેહર સરકાર”
તો અંદાજે ગયા વર્ષે કિંજલ દવેને એક સરસ મઝાની કાર તેના પિતાએ ભેટમાં આપી હતી. જેની તસ્વીર પણ કિંજલે જ પોતાના સોશિયલ મીડિયામાં શેર કરી હતી અને સાથે લખ્યું પણ હતું કે : “કારણ વગર ગિફ્ટ આપે એ તો બાપ જ હોય ને..” ત્યારે હાલમાં જ તેમને એક નવી કાર ખરીદી છે જેના માટે કિંજલ દવેના પિતા લલિત દવેએ આ ગાડી માટે પોસ્ટ શેર કરી લખ્યું હતું કે “કેશર કૃપા હી કેવલંમ ,આપ સહુનો પ્રેમ આશીર્વાદ અને સપોર્ટ, મારી મા ચેહર માં કુળદેવી ની કૃપા may new glc 200 mercedesbenz suv, જય ચેહર સરકાર જેસંગપુરા”
કિંજલ દવે એ ગાડી સાથે પોઝ આપી ધમાકો કર્યો હતો અને ફેન્સને ચોંકાવી દીધા હતા , તેને પોસ્ટ શેર કરી લખ્યું હતું કે “મારી જાતને ભેટ કરવાનો આ સમય છે ..”આ શાનદાર કારમાં પડશે હવે કિંજલ દવેનો વટ, એવી કાર ખરીદી કે જોઈને ચાહકો પણ આભા બની ગયા
આ ઉપરાંત હાલમાં જ આકાશ દવેએ પણ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ઉપર પોતાની ચમચમાતી લક્ઝુરિયસ કાર મર્સીડીઝ બેન્ઝ સાથેની કેટલીક તસવીરો શેર કરી છે. જેમાં બહેન કિંજલ દવે અને તેના પપ્પા લલિત દવે સાથે પોઝ આપતો જોવા મળી રહ્યો છે.