કોકીલકંઠી કિંજલ દવેનો આ નવો લુક જોઈને તમે પણ આભા બની જશો, ચણીયા ચોળીમાં બતાવ્યો એવો જલવો કે પળવારમાં જ તસવીરો થઇ વાયરલ

ગુજરાતની લોકપ્રિય ગાયિકા કિંજલ દવેને આજે કોઈ ઓળખાણની જરૂર નથી, તેને “ચાર ચાર બંગળી” ગીતથી જ ગુજરાતીઓના દિલમાં એક અનેરું સ્થાન જમાવી લીધું છે અને આ ગીત બાદ કિંજલ દવે ગુજરાતના દરેક ઘરમાં પણ જાણીતી બની ગઈ છે, ગાયકોની દુનિયામાં કિંજલ દવે એક ખુબ જ મોટું નામ છે.

કિંજલ દવેનું કોઈપણ ગીત સામે આવતાની સાથે જ વાયરલ થઇ જતું હોય છે, આ ઉપરાંત તેના આવનારા ગીતોની પણ તેના ચાહકો કાગડોળે રાહ જોઈને બેઠા હોય છે. કિંજલ દવે માત્ર તેના ગીતો દ્વારા જ ચર્ચામાં નથી રહેતી, તે તેના અંગત જીવનને લઈને પણ હંમેશા સોશિયલ મીડિયામાં છવાયેલી રહેતી હોય છે.

કિંજલ તેના જીવન સાથે જોડાયેલી દરેક અપડેટ તેના સોશિયલ મીડિયામાં શેર કરતી હોય છે, તે ભલે ગુજરાતમાં કોઈ કાર્યક્રમ કરે કે દેશમાં કે પછી તેના વિદેશમાં કોઈ કાર્યક્રમો હોય, તે જ્યા પણ જાય છે સોશિયલ મીડિયા દ્વારા તેના ચાહકો સાથે હંમેશા જોડાયેલી રહે છે અને તેમના માટે અપડેટ પણ શેર કરે છે.

કિંજલ દવે સોશિયલ મીડિયામાં ખુબ જ એક્ટિવ રહે છે અને ચાહકો સાથે તેની તસવીરો પણ શેર કરતી રહે છે, કિંજલ દવેની તસવીરોને ચાહકો ભરપૂર પ્રેમ પણ આપતા હોય છે. કિંજલની તસવીરો સોશિયલ મીડિયામાં પોસ્ટ થવાની સાથે જ વાયરલ પણ થઇ જતી હોય છે અને તેના ચાહકો પણ આ તસવીરો ઉપર ભરપૂર પ્રેમ લૂંટાવતા હોય છે.

ત્યારે હાલમાં જ કિંજલ દવેએ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં તેની લેટેસ્ટ તસવીરો શેર કરી છે, જેમાં તેનો લુક જોઈને ચાહકો પણ આભા બની ગયા છે, કિંજલ દવે આ તસ્વીરોમાં ટ્રેડિશનલ લુકમાં જોવા મળી રહી છે, અને આ લુક તેની સુંદરતામાં પણ ચાર ચાંદ લગાવતો જોવા મળી રહ્યો છે.

સામે આવેલી તસવીરોમાં કિંજલ દવે ચણિયા ચોળીમાં જોવા મળી રહી છે, સાથે જ કેમેરા સામે અલગ અલગ પોઝ આપતી તસવીરો કિંજલ દવેએ શેર કરી છે. આ તસવીરો શેર કરવાની સાથે કિંજલ દવેનો શાયરના અંદાજ પણ જોવા મળી રહ્યો છે, તેને એક હિન્દી ગઝલનો શેર કેપશનમાં લખ્યો છે, ” भटके है हम कहाँ कहाँ तेरी तलाश में, झांका जो खुद में तो तेरा पता मिला !”

તો થોડા દિવસ પહેલા પણ કિંજલ દવેએ તેના ચણિયાચોળી લુકની ઢગલાબંધ તસવીરો પણ શેર કરી હતી, આ તસવીરો પણ ચાહકોને ખુબ જ પસંદ આવી રહી છે, કિંજલ દવેએ આ તસવીરો શેર કરવાની સાથે પણ કેપશનમાં હિન્દી શેર લખ્યો હતો,. “मैं राधा, तुम कृष्ण सही, मुझे इश्क़ है तुमसे तुम्हें नहीं तो ना सही ॥”

કિંજલ દવેની સગાઈ પવન જોશી સાથે થઇ છે, પવન જોશી અને કિંજલ દવેએ થોડા સમય પહેલા જ તેમની સગાઈના 4 વર્ષ પણ પૂર્ણ કર્યા, જેનો એક વીડિયો પણ પવન જોશીએ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં શેર કર્યો હતો, આ વીડિયોની અંદર આ કપલ ખુબ જ રોમનેટિક દેખાઈ રહ્યું હતું.

કિંજલ દવે અને પવન જોશીના ચાહકો હવે તેમના લગ્નની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, પવન અને કિંજલ બંને ઘણીવાર સાથે વેકેશન માણવા માટે પણ જતા હોય છે અને ત્યાંથી પણ આ કપલ તેમની શાનદાર તસવીરો પણ શેર કરતા હોય છે, જેને છાકો ખુબ જ પસંદ પણ કરે છે. કિંજલ દવેએ તેના આ ટ્રેડિશનલ લુક સાથે એક વીડિયો પણ શેર કર્યો હતો, જેમાં તે ખુબ જ સુંદર જોવા મળી રહી હતી.

 

View this post on Instagram

 

A post shared by Kinjal Dave (@thekinjaldave)

થોડા મહિનાઓ પહેલા જ કિંજલ દવેએ એક શાનદાર મર્સીડીઝ કાર ખરીદી હતી, જેની તસવીરો પણ તેના પપ્પા લલિત દવે અને કિંજલ દવેએ પણ તેમના સોશિયલ મીડિયામાં શેર કરી હતી. કિંજલ દવે થોડા સમય પહેલા અમેરિકામા પણ પ્રોગ્રામ કરવા માટે ગઈ હતી અને ત્યાં પણ તેને અમેરિકામાં વસતા ગુજરાતીઓને પોતાના સુર તાલના સથવારે ઝુમાવ્યા હતા.

Niraj Patel