અમેરિકામાં ગયેલી કિંજલ દવે જે હોટલમાં રોકાઈ છે તેનો અંદરનો નજારો જોઈને તમારી આંખો પણ ફાટી પડશે, જુઓ શાનદાર તસવીરો

ગુજરાતની લોકપ્રિય ગાયિકા કિંજલ દવે દુબઈમાં આલીશાન રાજાઓનો આનંદ માણ્યા બાદ હવે અમેરિકા પહોંચી છે અને અમેરિકામાંથી પણ તે પોતાની શાનદાર તસવીરો શેર કરી રહી છે, જેમાં કિંજલ દવેનો અનોખો અંદાજ પણ જોવા મળી રહ્યો છે. કિંજલ દવે અમેરીકાથી તેની નાનામાં નાની અપડેટ પણ ચાહકો સાથે શેર કરી રહી છે.

કિંજલ દવે સોશિયલ મીડિયામાં ખુબ જ એક્ટિવ રહે છે અને ચાહકો સાથે પણ જોડાયેલી રહે છે. કિંજલ પણ તેના ચાહકોને ક્યારેય નથી નિરાશ કરતી અને તેની દરેક અપડેટ ચાહકો સાથે શેર કરે છે, કિંજલ જ્યાં પણ જાય ત્યાંથી તે તેની શાનદાર તસવીરો શેર કરીને ચાહકોને પણ ખુશ ખુશાલ કરી દેતી હોય છે.

ત્યારે હાલ તે અમેરિકામાં છે અને ત્યાંથી પણ તે એક પછી એક તસવીરો અને વીડિયો શેર કરી રહી છે. કિંજલ દવેએ તેની સ્ટોરીમાં ઢગલાબંધ વીડિયો શેર કર્યા છે, જેમાં મિયામી શહેરનો ભવ્ય નજારો પણ જોવા મળી રહ્યો છે. આ ઉપરાંત કિંજલ દવે જે હોટલમાં રોકાઈ છે ત્યાંનો પણ વીડિયો તેને સ્ટોરીમાં શેર કર્યો છે.

કિંજલ દવે મિયામીની એક આલીશાન હોટલમાં રોકાઈ છે. જે હોટલનું નામ હિલ્ટન છે. જેનો અદભુત નજારો તેને શેર કરેલા વીડિયોની અંદર જોવા મળી રહ્યો છે. આ ઉપરાંત તે હોટલમાં મેક્સિકન ફૂડની મજા માણતા પણ જોવા મળી રહી છે. કિંજલે તેની સ્ટોરીમાં એક મેક્સિકન વાનગીની એક તસવીર પણ શેર કરી છે જે ખુબ જ સુંદર દેખાઈ રહી છે.

આ ઉપરાંત પણ કિંજલ દવેએ અમેરિકાના ફ્લોરિડામાં આવેલા મિયામી શહેરનો નજારો શેર કર્યો છે, જેમાં તે બીચ ઉપર પણ જોવા મળી રહી છે. કિંજલ દવેના ચાહકો કિંજલની એક એક ઝલક જોવા માટે આતુર રહેતા હોય છે અને તે જયારે તસવીરો પોસ્ટ કરે છે ત્યારે ચાહકો પણ ઢગલાબંધ લાઈક અને કોમેન્ટ કરે છે.

કિંજલ દવેએ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઉપર પોતાના અમેરિકા પ્રવાસની ઢગલાબંધ તસવીરો શેર કરી છે, આ ઉપરાંત તેને સ્ટોરીમાં પણ એકથી એક શાનદાર તસવીરો શેર કરી છે, જેને ચાહકો પણ ખુબ જ પસંદ કરી રહ્યા છે. કિંજલ દવેની આ તસવીરોમાં તેનો આગવો અંદાજ પણ જોવા મળી રહ્યો છે.

કિંજલ દવેએ એરપોર્ટ ઉપરથી તેની કેટલીક તસવીરો શેર કરી હતી. જેમાં તે ટ્રાવેલિંગ માટે એકદમ કમ્ફર્ટેબલ લુકમાં જોવા મળી હતી. અમેરિકા જતા સમયે કિંજલ દવેએ ટ્રેક અને ટીશર્ટ સાથે જેકેટ પહેર્યું હતું અને તેના હાથમાં બેગ પણ જોવા મળી રહી હતી. આ દરમિયાન તેને કેમેરા સામે જોઈને પોઝ પણ આપ્યા હતા.

કિંજલ દવેએ આ તસવીરો શેર કરવાની સાથે કેપશનમાં તે ક્યાં જઈ રહી છે તે પણ જણાવ્યું હતું, તેને કેપશનમાં લખ્યું હતું, Yes !! Again it’s time to fly US”. જેના ઉપરથી તેના ચાહકોને જાણવા મળ્યું કે તે અમેરિકા જઈ રહી છે, તેની આ તસવીરો ઉપર ઘણા ચાહકોએ કોમેન્ટ કરી હતી અને તેને સુરક્ષિત પ્રવાસ માટેની શુભકામના પણ પાઠવી હતી.

અમેરિકા પહોંચ્યા બાદ પણ કિંજલ દવેએ પોતાની સ્ટોરીની અંદર ઘણી બધી તસવીરો શેર કરી છે. જેમાં અમેરિકાની અંદર કિંજલ આનંદ માણતી જોવા મળી રહી છે. આ ઉપરાંત તેને ફલાઇટમાંથી પણ તસ્વીર શેર કરી છે. કિંજલ દવેએ મિયામી પહોંચ્યા બાદ ત્યાંથી પણ તસવીરો પોતાની સ્ટોરીમાં શેર કરી હતી.

આ ઉપરાંત તેને ગઈકાલે પોતાની લેટેસ્ટ તસવીરો પણ શેર કરી હતી, જેની અંદર તે અમેરિકામાં બોટની અંદર બેઠેલી જોવા મળી રહી હતી. આ તસવીરોમાં કિંજલ જીન્સ ટીશર્ટ સાથે બ્લેક ચશ્મા પહેરીને કેમેરા સામે પોઝ આપી રહી હતી. આ તસવીરો શેર કરવાની સાથે કિંજલે કેપશનમાં લખ્યું છે, “BLUE SKIES WITH NEW A SUN LOTION”

કિંજલ દવેની આ તસવીરો ઉપર ચાહકો પણ ભરપૂર પ્રેમ વરસાવી રહ્યા છે, ગણતરીના સમય પહેલા જ પોસ્ટ થયેલી આ તસ્વીરોને હજારો લોકોએ લાઈક કરી છે અને ઘણા બધા લોકો કોમેન્ટ પણ કરી રહ્યા છે.

Niraj Patel