હૈદરાબાદીઓને ગરબાના તાલે ઝુમાવ્યા કિંજલ દવેએ, રાજકુમારીની જેમ શાહી અંદાજમાં થયું સ્વાગત, જુઓ વીડિયો

હાલ નવરાત્રીનો માહોલ ચાલી રહ્યો છે, અને ગુજરાત સહીત દુનિયાભરમાં ગરબાની રમઝટ જામી છે. ચાલુ વર્ષે કોરોનાના કારણે સરકાર દ્વારા શેરી ગરબાને મંજૂરી આપવામાં આવી છે, ત્યારે શેરી ગરબામાં પણ ગરબા રસિકો દિલથી ઝુમતા જોવા મળી રહ્યા છે. આ દરમિયાન ગરબા કલાકારો પણ વિવિધ જગ્યાએ સ્ટેજ શો કરી રહ્યા છે.

ત્યારે ગુજરાતની ખ્યાતનામ ગાયિકા કિંજલ દવેએ પણ હૈદરાબાદમાં ગુજરાતી ગરબાની રમઝટ જમાવી હતી. જેનો વીડિયો પણ કિંજલ દવેએ તેના ઇન્સ્ટાગ્રામ ઉપર શેર કરેલો છે. આ વીડિયોને લોકો ખુબ જ પસંદ પણ કરી રહ્યા છે.

કિંજલ દવે દ્વારા શેર કરવામાં આવેલા વીડિયોની અંદર જોઈ શકાય છે કે હૈદરાબાદમાં કિંજલ દવેનું ભવ્ય સ્વાગત કરવામાં આવે છે. રાજકુમારીની જેમ તેને પાલખીમાં બેસાડીને સ્ટેજ સુધી લઇ જવામાં આવે છે.

વીડિયોમાં એ પણ જોઈ શકાય છે કે કિંજલ દવેને જયારે પાલખીની અંદર શાહી રીતે લઇ જવામાં આવે છે ત્યારે લોકોના ટોળા અને ફોટોગ્રાફર તેની તસવીરો લેવાં અંતે પણ આતુર થતા હોય છે. કિંજલ દવે બે હાથ જોડી અને સૌનું અભિવાદન કરતી પણ જોઈ શકાય છે.

કિંજલ દવેએ હૈદરાબાદમાં  યોજાયેલા આ ગરબા કાર્યક્રમમાં મુંબઈના ખ્યાતનામ બેન્ડ બામ્બુ બિટ્સ સાથે પર્ફોમ કર્યું હતું. કિંજલ દવેએ પોતાના સુમધુર અવાજથી હૈદરાબાદીઓને ગરબાના તાલ ઉપર ઝૂમવા માટે મજબુર કરી દીધા હતા.

આ બાબતે કિંજલ દવેએ મીડિયાને જણાવ્યું હતું કે, “મને હૈદરાબાદમાં પરફોર્મ કરવા આવવું પડ્યું કારણ કે મેં આ શહેર વિશે ઘણું સાંભળ્યું છે. મને નવા લોકોને મળવું અને તેમની સાથે મારી કલા વહેંચવી ગમે છે. જયારે હું મારા ગરબા ગીતો ઉપર ઝુમતા લોકોને ખુશ અને આનંદિત જોઉં છું ત્યારે મને આંતરિક આનંદ મળે છે.”

 

View this post on Instagram

 

A post shared by Kinjal Dave (@thekinjaldave)

કિંજલ દવેએ આગળ જણાવ્યું હતું કે, “આપણી સંસ્કૃતિએ હંમેશા તહેવારોને વધારે મહત્વ  કલાકારના  રૂપમાં અમારું કરિયર પણ તેના કારણે જ છે. લગભગ દર 10 દિવસમાં કોઈને કોઈ તહેવાર હોય છે અને જેના કારણે અમે કલાકારો ખીલીએ છીએ. હું જ્યાં છું ત્યાં મને રાખવા માટે હું અમારી સંસ્કૃતિ અને પરંપરાની આભારી છું.”

Niraj Patel