ગુજરાતની ખુબ જ લોકપ્રિય ગાયિકા કિંજલ દવેના ભાવિ પતિના જન્મ દિવસ નિમિત્તે શેર કરી કિંજલે ખાસ તસવીરો, જુઓ કેટલું ક્યૂટ લાગે છે કપલ

ગુજરાતની કોકીલકંઠી સુમધુર ગાયિકા કિંજલ દવે આજે ગુજરાતના ખૂણે ખૂણે ઓળખાતી એક ખ્યાતનામ પ્રતિભા છે. કિંજલ દવેના ગીતોના તાલે આખું ગુજરાત ઝૂલે છે. તેના ચાર ચાર બંગળી વાળા ગીતે તો ગુજરાતીઓને ખુબ નચાવ્યા. સોશિયલ મીડિયામાં પણ કિંજલ દવેના લાખો ચાહકો છે. તે સોશિયલ મીડિયામાં પણ ખુબ જ એક્ટિવ રહે છે અને પોતાની તસવીરો શેર કરતી રહે છે.

કિંજલ દવેએ હાલમાં જ કેટલીક તસવીરો શેર કરી છે, જેને ચાહકો ખુબ જ પસંદ પણ કરી રહ્યા છે. આ તસ્વીરોની અંદર તે તેના ભાવિ પતિ પવન જોશી સાથે જોવા મળી રહી છે. સાથે જ કિંજલે આ તસવીરો શેર કરવાની સાથે એમ પણ જણાવ્યું છે કે આજે પવનનો જન્મ દિવસ છે.

કિંજલે તસવીરો શેર કરવાની સાથે પવન જોશીને જન્મ દિવસની શુભકામનાઓ પણ પાઠવી છે. કિંજલના ચાહકો પણ કિંજલ દવેની આ પોસ્ટ ઉપર કોમેન્ટ કરીને કિંજલના ભાવિ પતિ એવા પવન જોશીને જન્મ દિવસની શુભકામનો આપી રહ્યા છે.

તો કિંજલની આ પોસ્ટ ઉપર પવન જોશીએ પણ ખુબ જ સુંદર કોમેન્ટ કરી અને કિંજલ દવેનો આભાર વ્યક્ત કર્યો છે. પવને લખ્યું છે કે, “તમારો ખુબ ખુબ આભાર મારા દરેક સારા અને ખરાબ સમયમાં સાથે રહેવા માટે.”

પવન આગળ લખે છે કે.. “હકીકતમાં તમારા પ્રેમ અને સમર્થન સાથે મારો સારો મેળ થાય છે. હું ભગવાનનો આભાર વ્યક્ત કરું છું કે મને એક એવી પરી આપવા માટે જેને હંમેશા મારો સાથે આપ્યો છે. આભાર તમારો મારા જીવનમાં આવવા માટે અને તેને આટલું સમૃદ્ધ અને સુંદર બનાવવા માટે. હું ખુબ જ ભાગ્યશાળી છું.”

કિંજલ દવેની આ પોસ્ટ ઉપર તેના ચાહકો  ઉપરાંત સેલેબ્રિટીઓ પણ કોમેન્ટ કરી પવન જોશીને જન્મ દિવસની શુભકામનાઓ પાઠવી રહ્યા છે. કિંજલે આ પોસ્ટની અંદર પવન જોશી સાથેની ત્રણ તસવીરો શેર કરી છે. જેમાં બંને ખુબ જ રોમાન્ટિક દેખાઈ રહ્યા છે.

તમને જણાવી દઈએ કે કિંજલ દવેની સગાઈ 19 એપ્રિલ, 2018ના પવન જોશી સાથે થઇ હતી. થોડા સમય પહેલા તેને પોતાની સગાઈની વર્ષગાંઠની પણ ઉજવણી કરી હતી, આ નિમિત્તે પણ કિંજલ અને પવન બંને સાથે જોવા મળ્યા હતા અને ઉજવણીની ખાસ તસવીરો પણ તેને શેર કરી હતી.

Niraj Patel