લાડલી દિકરી કિંજલને મારશે હવે ધમાકેદાર એન્ટ્રી, જુઓ લક્ઝુરિયસ ગાડીના ફોટોસ
ગુજરાતી સિંગરમાં જો કોઈનું પહેલી હરોળમાં નામ આવે તો તે છે કિંજલ દવે. કિંજલ દવેએ ઘણા ગુજરાતી ગીતો ગયા છે અને આજે ગુજરાતના છેવાડાના ગામડા સુધી પણ તેને નામના મળેવી છે.
View this post on Instagram
કિંજલ દવેએ બાળપણથી જ ગાવાની શરૂઆત કરી હતી અને આજે તે ગુજરાતની સુપ્રસિદ્ધ ગાયિકા બની ગઈ છે. કિંજલ આ જગ્યાએ પહોંચવાનું શ્રેય તેના પિતા લલિતભાઈ દવેને આપે છે.
View this post on Instagram
ત્યારે તેના પિતા લલિતભાઈ દવેએ હાલમાં જ કિંજલને એક સરસ મજાની ભેટ આપી અને ખુશ કરી દીધી છે.
View this post on Instagram
કિંજલ દવેને એક સરસ મઝાની કાર તેના પિતાએ ભેટમાં આપી છે. જેની તસ્વીર પણ કિંજલે જ પોતાના સોશિયલ મીડિયામાં શેર કરી હતી અને સાથે લખ્યું પણ હતું કે : “”કારણ વગર ગિફ્ટ આપે એ તો બાપ જ હોય ને..”
View this post on Instagram
કિંજલને તેના પિતાએ કિયા નામની કાર ભેટમાં આપી છે. કિંજલ દવેએ શેર કેલી તસ્વીરમાં તે ખુશી ખુશી પોતાના પિતાના હાથમાંથી કારની ચાવી લેતી જોવા મળી રહી છે. કિયા કંપનીની આ કાર દેખાવમાં ખુબ જ સ્ટાઈલિશ અને લકઝિરિયસ છે. જો આ કારની કિંમતની વાત કરવામાં આવે તો તેની ઓન રોડ કિંમત 9.89 લાખથી લઈને 17.34 લાખ સુધીની છે.
કોઇ કારણ વગર Gift એ તો બાપ જ હોય ને !! 🙏🏻❤️
Thank you Lalit Dave😘Posted by Kinjal Dave on Monday, October 26, 2020
આ પહેલા કિંજલ દવે પાસે ઇનોવા કાર હતી, હવે આ શાનદાર કિયા કાર કિંજલ દવેના કલેક્શનમાં ઉમેરાઈ ગઈ છે.
View this post on Instagram
વાત જો કિંજલ દવેની કરવામાં આવે તો તેને “ચાર ચાર બંગડી વાળા” ગીતથી ખુબ જ લોકપ્રિયતા મેળવી અને ત્યારબાદ તેને એકથી એક ચડિયાતા ગીતો આપ્યા છે.
View this post on Instagram
કિંજલ દવે દેશ અને વિદેશમાં સ્ટેજ પ્રોગ્રામ પણ કરે છે. લોકગીતો, ભજનોમાં પણ કિંજલનો કર્ણપ્રિય અવાજ ગુજરાતીઓને ખુબ જ પ્રિય છે. કિંજલ દવેએ કોરોના મહામારી દરમિયાન પણ ઘણા પરિવારોની મદદ કરીને પોતાનો માનવતા ધર્મ પણ નિભાવ્યો છે. સોશિયલ મીડિયામાં તેના આ કામના ખુબ જ વખાણ પણ કરવામાં આવ્યા હતા.
View this post on Instagram
કિંજલ દવે પોતાના પરિવારને ખુબ જ પ્રેમ કરે છે. તે અવાર નવાર પોતાના પરિવાર સાથે રજાઓ માણવા માટે પણ જાય છે. થોડા સમય પહેલા જ તે પોતાના સમગ્ર પરિવાર સાથે દુબઈની અંદર રજાઓ માણવા માટે ગઈ હતી.
View this post on Instagram
કિંજલ દવે યુ ટ્યુબ દ્વારા પોતાના ગીતો રજૂ કરે છે. તેના આ ગીતોને લાખો લોકોએ નિહાળ્યા છે. તે સોશિયલ મીડિયા દ્વારા પણ પોતાના ચાહકો સાથે જોડાયેલી રહે છે.