દિવાળીનો ઉત્સવ પૂર્ણ થઇ ગયો. દેશભરમાં દિવાળીની ઉજવણી કરવામાં આવી. જો કે આ વર્ષે કોરોનાના કારણે દિવાળીના ઉત્સવમાં દર વર્ષની જેમ મોટો ઉત્સવ જોવા ના મળ્યો છતાં પણ લોકોએ આ ઉત્સવને આનંદ અને હર્ષોલ્લાસ સાથે માણ્યો.
View this post on Instagram
ત્યારે ગુજરાતની લોકપ્રિય ગાયિકા કિંજલ દવેએ પણ પોતાના સહપરિવાર સાથે આ પર્વની ઉજવણી કરી હતી. જેની તસવીરો પણ કિંજલ દવેએ પોતાના સોશિયલ મીડિયામાં શેર કરી હતી.
View this post on Instagram
દિવાળીની ઉજવણીમાં કિંજલ દવેએ ઘરના ચોકમાં રંગોળી પણ સજાવી હતી. જે રંગોળી સાથે પોતાના થનારા પતિ પવન જોશી સાથે તસ્વીર પણ પવને પોતાના ઇન્સ્ટાગ્રામ ઉપર શેર કરી હતી. જેમાં આ કપલ ખુબ જ સુંદર દેખાઈ રહ્યું છે.
View this post on Instagram
તો કિંજલે શેરે કરેલી બીજી એક તસ્વીરની અંદર તે તારા મંડળ હાથમાં લઈને પોઝ આપતી જોવા મળી રહી છે. આ તસ્વીરની સાથે તેને પોતાના ચાહકોને દિવાળીની શુભેચ્છાઓ પણ પાઠવી છે.
View this post on Instagram
ભાઈબીજના પાવન પ્રસંગે પોતાના ભાઈ આકાશ દવે સાથે પણ કિંજલે એક તસ્વીર શેર કરી છે. જેમાં બંને ભાઈ બહેન ખુબ જ પ્રેમાળ દેખાઈ રહ્યા છે.
HAPPY DIWALI 🪔
Celebrating light , hope and goodness around the world🙏🏻💗Posted by Kinjal Dave on Saturday, 14 November 2020
કિંજલ દવેનો અવાજ ખૂબ જ રોકિંગ અને જોરદાર છે કે જયારે તે ગાય છે ત્યારે લોકો તેના સૂરોના તાલે ઝૂમવા લાગે છે. તેના અવાજ સિવાય તેઓની ફેશન સેન્સ પણ અદ્ભૂત ગજબ છે. તેઓ કોઈ પણ આઉટફિટને ખૂબ જ સરળતાથી કેરી કરી શકે છે.
View this post on Instagram
કિંજલ દવે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને પોતાના ચાહકો માટે તસ્વીરો શેર કરતા રહે છે. ઇન્સ્ટાગ્રામ પર તેને શેર કરેલા વીડિયોમાં દેખાય છે કે તે ચણિયાચોળી હોય કે ધોતી સાથે કેપ જેકેટ, બધામાં જ સુંદર દેખાય છે અને સ્ટેજ પરથી ઓડિયન્સને તેમના ગીતોથી મજા કરાવી દે છે.
View this post on Instagram
કિંજલ દવે દેશ અને વિદેશમાં સ્ટેજ પ્રોગ્રામ પણ કરે છે. લોકગીતો, ભજનોમાં પણ કિંજલનો કર્ણપ્રિય અવાજ ગુજરાતીઓને ખુબ જ પ્રિય છે. કિંજલ દવેએ કોરોના મહામારી દરમિયાન પણ ઘણા પરિવારોની મદદ કરીને પોતાનો માનવતા ધર્મ પણ નિભાવ્યો છે. સોશિયલ મીડિયામાં તેના આ કામના ખુબ જ વખાણ પણ કરવામાં આવ્યા હતા.
View this post on Instagram
તો દિવાળીના અવસર ઉપર પણ કિંજલ દવેએ ફેસબુક દ્વારા પોતાનો એક વિડીયો શેર કરી અને શુભકામનાઓ પાઠવી હતી.