મિક્કી માઉસ જેવું હેરબેન્ડ પહેરીને ડિઝની વર્લ્ડમાં પહોંચી કિંજલ દવે, સામે આવી દિલ જીતી લે તેવી તસવીરો, તમે પણ જુઓ

ગુજરાતની કોકીલકંઠી કિંજલ દવે હાલ અમેરિકાની અંદર ભરપૂર રજાઓનો આનંદ માણતી જોવા મળી રહી છે, જ્યાંથી તે તેની શાનદાર તસવીરો પણ શેર કરતી રહે છે, જેને ચાહકો પણ ખુબ જ પસંદ કરતા હોય છે અને કિંજલ દવેની નવી તસવીરોની પણ ચાહકો આતુરતાથી રાહ જોતા હોય છે.

હાલમાં જ કિંજલ દવેએ કેટલીક નવી તસવીરો પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં શેર કરી છે, જેમાં તે ડિઝની વર્લ્ડમાં જોવા મળી રહી છે અને આ સમયે કિંજલ દવેએ સરસ મજાનું મિક્કી માઉસ જેવું હેરબેન્ડ લગાવ્યુ છે અને એકથી એક ચડિયાતા પોઝ પણ આપ્યા છે. કિંજલ દવેએ ઢગલાબંધ તસવીરો શેર કરી છે.

ચાહકો પણ કિંજલ દવેની આ નવી તસ્વીરોને ખુબ જ પસંદ કરી રહ્યા છે. તસવીરો પોસ્ટ થવાની સાથે જ ગણતરીના સમયમાં સોશિયલ મીડિયામાં વાયરલ પણ થઇ ગઈ છે. ચાહકો પણ તેની તસવીરો ઉપર ઢગલાબંધ કોમેન્ટ કરી અને તેના આ લુકના વખાણ કરતા જોવા મળી રહ્યા છે.  ઘણા લોકો કોમેન્ટમાં ઈમોજી પણ પોસ્ટ કરી રહ્યા છે.

ગઈકાલે કિંજલ દવેએ તેના સોશિયલ મીડિયામાં યુનિવર્સલ સ્ટુડિયો ઓર્લાન્ડોની તસવીરો શેર કરી હતી, જેમાં આ ત્યાંનો ભવ્ય નજારો પણ જોવા મળી રહ્યો હતો, સાથે જ કિંજલ દવેનો સ્ટાઈલિશ અંદાજ પણ જોવા મળી રહ્યો હતો. સામે આવેલી તસ્વીરોમાં કિંજલ દવે જીન્સ અને ટી-શર્ટમાં જોવા મળી રહી હતી,

આ ઉપરાંત કેટલીક તસ્વીરોમાં તેને ચહેરા ઉપર ચશ્મા પણ પહેર્યા હતા. તો યુનિવર્સલ સ્ટુડિયોની અંદર ઘણી જગ્યાએ કિંજલ અલગ અલગ પોઝ આપતી પણ જોવા મળી રહી હતી. કિંજલ દવેની આ તસવીરો શેર થવાની સાથે જ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ ગઈ હતી, થોડા સમયમાં જ હજારો લોકોએ તેની આ તસીવરોને લાઈક કરી હતી, આ ઉપરાંત ઘણા લોકો કોમેન્ટ કરીને પણ તેના લુકની પ્રસંશા કરતા જોવા મળી રહ્યા હતા.

આ તસવીરો શેર કરવાની સાથે કિંજલ દવેએ એક દિલ જીતી લેનારું કેપશન પણ આપ્યું હતું, તેને આ કેપશન અંગ્રેજીમાં લખ્યું હતું પરંતુ તેનો ગુજરાતીમાં અનુવાદ થાય છે, “તમારું હૃદય ખરેખર બિનશરતી પ્રેમની અમૂલ્ય લાગણીને પાત્ર છે જે ફક્ત તમારા તરફથી જ આવી શકે છે.”

આ અગાઉ પણ કિંજલ દવેએ પોતાના આ અમેરિકા પ્રવાસની ઘણી બધી તસવીરો અને વીડિયો શેર કર્યા હતા. જેમાં કિંજલ દવે મિયામીની એક આલીશાન હોટલમાં રોકાઈ હતી તેની ઝલક પણ જોવા મળી હતી. કિંજલ દવે જે હોટલમાં રોકાઈ હતી તેનું નામ હિલ્ટન હતું. જેનો અદભુત નજારો તેને શેર કરેલા વીડિયોની અંદર જોવા મળી રહ્યો હતો.

કિંજલ દવે આ હોટલમાં મેક્સિકન ફૂડની મજા માણતા પણ જોવા મળી હતી. કિંજલે તેની સ્ટોરીમાં એક મેક્સિકન વાનગીની એક તસવીર પણ શેર કરી છે જે ખુબ જ સુંદર દેખાઈ રહી છે. આ ઉપરાંત પણ કિંજલ દવેએ અમેરિકાના ફ્લોરિડામાં આવેલા મિયામી શહેરનો નજારો શેર કર્યો હતો, જેમાં તે બીચ ઉપર પણ જોવા મળી રહી હતી.

કિંજલ દવેના ચાહકો કિંજલની એક એક ઝલક જોવા માટે આતુર રહેતા હોય છે અને તે જયારે તસવીરો પોસ્ટ કરે છે ત્યારે ચાહકો પણ ઢગલાબંધ લાઈક અને કોમેન્ટ કરે છે. કિંજલ દવેએ એરપોર્ટ ઉપરથી તેની કેટલીક તસવીરો શેર કરી હતી. જેમાં તે ટ્રાવેલિંગ માટે એકદમ કમ્ફર્ટેબલ લુકમાં જોવા મળી હતી. અમેરિકા જતા સમયે કિંજલ દવેએ ટ્રેક અને ટીશર્ટ સાથે જેકેટ પહેર્યું હતું અને તેના હાથમાં બેગ પણ જોવા મળી રહી હતી.

તમને જણાવી દઈએ કે કિંજલ દવે આજે ગુજરાતનું ખુબ જ જાણીતું નામ બની ગઈ છે, તેના ચાહકો દુનિયાભરમાં ફેલાયેલા છે. કિંજલ દવેનું ગીત આવવાની સાથે જ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ જતું હોય છે અને ચાહકો પણ તેના નવા અવનારા ગીતની આતુરતાથી રાહ પણ જોતા હોય છે.

Niraj Patel