ગુજરાતની પ્રખ્યાત ગાયિકા કિંજલ દવે બાળપણમાં કેવી દેખાતી હતી ? જુઓ ખાસ તસવીરો

એક પોગ્રામના લાખો લે છે, લક્ઝુરિયસ કારમાં એન્ટ્રી, કિંજલ દવે બાળપણમાં કેવી દેખાતી હતી ? જુઓ ખાસ તસવીરો

ગુજરાતની સુમધુર અને લોકપ્રિય ગાયિકા કિંજલ દવેએ તેના કોકિલકિંઠી અવાજને કારણે ખાલી ગુજરાતમાં જ નહિ પરંતુ દેશ અને વિદેશમાં પણ ઓળખ બનાવી છે. તમને જણાવી દઈએ કે સિંગર કિંજલ દવે પોતાના અવાજની સાથે તેના લોકસંગીતના કાર્યક્રમોમાં ધમાકેદાર એન્ટ્રી માટે પણ એટલી જ જાણીતી છે. તે કોઈપણ કાર્યક્રમમાં એન્ટ્રી મારે તો તેની કાર હંમેશાં લક્ઝુરિયસ જ હોય છે. તેની એન્ટ્રી ઓડી, BMW કે મોંઘીદાટ કારોમાં થાય છે.

જેની ઘણી તસવીરો અને વીડિયો પણ સામે આવ્યા છે, જેમાં અમેરિકામાં વસી રહેલા ગુજરાતીઓ કિંજલના તાલ ઉપર ઝુમતા જોવા મળી રહ્યા છે. આજકાલ તો જયાં જુઓ ત્યાં કિંજલ દવેની બોલબાલા છે. તે પહેલા ઘણુ સંઘર્ષમય જીવન જીવતી હતી પરંતુ કિંજલ દવેની હાલની લાઇફસ્ટાઇલમાં અને પહેલાની લાઇફસ્ટાઇલમાં ઘણો ફરક છે.

કિંજલ દવેએ પોતાના અમેરિકા પ્રવાસની કેટલીક તસવીરો પણ પોતાની ઇન્સ્ટા સ્ટોરીમાં શેર કરી હતી, જેમાંની એક તસ્વીરમાં તે પ્લેનની સફર માણતી જોવા મળી રહી છે. કિંજલ દ્વારા શેર કરવામાં આવેલી આ તસવીરને પણ તેના ચાહકો ખુબ જ પસંદ કરી રહ્યા છે.

ગુજરાતની લોકપ્રિય ગાયિકા કિંજલ દવે આજે ગુજરાતના દરેક ઘરમાં પોતાની આગવી ઓળખ બનાવી ચુકી છે. ગુજરાતમાં થતા કાર્યક્રમોમાં કિંજલના અવાજના તાલે ગુજરાતીઓ ઝૂમી ઉઠે છે. કિંજલ ના માત્ર ગુજરાતમાં કે દેશમાં જ નહીં પરંતુ દેશની બહાર વિદેશોમાં પણ કાર્યક્રમો કરે છે અને વિદેશમાં રહેતા ગુજરાતીઓને પણ પોતાના તાલના સથવારે ઝુમતા કરી મૂકે છે.

લગભગ એકાદ મહિના પહેલા જ કિંજલ દવે તેના પિતા લલિત દવે સાથે અમેરિકાના પ્રવાસે ગઈ હતી. અમેરિકામાં તેને ઘણા બધા કાર્યક્રમો કર્યા, જેના ઘણા વીડિયો અને તસવીરો પણ સામે આવી હતી. જેને ચાહકોએ પણ ખુબ જ પસંદ કર્યા હતા.

અમેરિકામાં વસતા ગુજરાતીઓ પણ કિંજલ દવેના તાલ ઉપર ખુબ જ ઝુમતા વીડિયો અને તસ્વીરોમાં જોવા મળ્યા હતા. સાથે સાથે કિંજલ દવેએ અમેરિકાના પ્રવાસ દરમિયાન તેની કેટલીક ફરવા દરમિયાનની તસવીરો પણ શેર કરી હતી.

ઉલ્લેખનીય છે કે, કિંજલે માત્ર 7 વર્ષની ઉંમરે જ ગાવાનું શરૂ કરી દીધુ હતુ. તેમના પિતા એક રૂમના ભાડાના મકાનમાં રહેતા હતા અને હિરા ઘસતા હતા. તેનું બાળપણ ઘણુ સંઘર્ષમય વીત્યુ છે. કિંજલ દવેનો જન્મ 24 નવેમ્બર 1999ના રોજ થયો હતો.

ગુજરાતની સુમધુર ગાયિકા કિંજલ દવેના ચાહકો આજે ખૂણે ખૂણે મળી જશે. તેના અવાજના જાદુ તે લોકોના દિલમાં જગાવે છે, તેનું આવેલું દરેક ગીત દર્શકોને ખુબ જ પસંદ આવે છે અને નવા ગીતની લોકો કાગડોળે રાહ પણ જુએ છે. આજે કિંજલ દવે અને તેના જીવન વિશે ઘણા લોકો જાણતા હશે,

પરંતુ કિંજલના બાળપણની કેટલીક એવી તસવીરો છે જેને ઘણા લોકોએ આજ દિન સુધી નહિ જોઈ હોય, ચાલો આજે કિંજલ દવેના બાળપણમાં તમને એક સફર કરાવીએ. આજનો યુગ સોશિયલ મીડિયાનો યુગ છે અને કિંજલ દવે પણ સોશિયલ મીડિયા સાથે જોડાઈ છે અને પોતાની હાલની તસવીરો પણ શેર કરતી રહે છે.

પરંતુ તેના બાળપણની ઘણી જ ઓછી તસવીરો સોશિયલ મીડિયામાં જોવા મળે છે. આ તસ્વીર કિંજલ દવેના બાળપણની છે. જેમાં તે પોતાના પિતા સાથે ઉભેલી જોઈ શકાય છે. નાનપણમાં પણ તે ખુબ જ ક્યૂટ દેખાતી હતી. આ પહેલા પણ તેના પિતા સાથેની એક તેની તસ્વીર જોવા મળી હતી. જેમાં તે માંડ એકાદ વર્ષની હશે ત્યારની છે.

કિંજલ દવે પોતાના પરિવારને ખુબ જ પ્રેમ કરે છે. તે તેના ભાઈને પણ ખુબ જ લાડ લડાવે છે. આજે તો તેનો ભાઈ આકાશ દવે પણ ખુબ જ મોટો થઇ ગયો છે. છતાં પણ કિંજલ આજે પણ તેના ભાઈને ખુબ જ પ્રેમ કરે છે. બાળપણમાં પણ બંને ભાઈ બહેનોને આપણે એક તસ્વીરમાં જોઈ શકીએ છીએ.

કિંજલ દવેના સ્કૂલ સમયની પણ કેટલીક તસવીરો મળી છે જેમાં તે પોતાની બહેનપણીઓ સાથે જોવા મળી રહી છે.કેટલીક તસ્વીરોમાં તો કિંજલ સેલ્ફી લેતી પણ જોવા મળે છે. સ્કૂલ સમયમાં પણ કિંજલ ખુબ જ સુંદર દેખાતી હતી.

તેની તસવીરો જોઈને કોઈએ એવી કલ્પના પણ નહિ કરી હોય કે કિંજલ આજે ગુજરાતની સૌથી લોકપ્રિય ગાયિકા બની જશે. જેના લાખો લોકો ચાહવા વાળા હશે.કિંજલે જયારે ગાવાની શરૂઆત કરી ત્યારની પણ એક તસ્વીર છે. જેમાં તે એક ડાયરાની અંદર ગીત ગાતી જોવા મળી રહી છે.

અને હવે આ અત્યારની કિંજલ દવેને જુઓ, સમય સાથે કેટ કેટલા બદલાવો આવી જાય છે, જે નામને માત્ર થોડા લોકો ઓળખતા હોય તેને આજે લાખો કરોડો લોકો ઓળખવા લાગે.

YC