ઢોલીવુડ ફિલ્મી દુનિયા

ગુજરાતની પ્રખ્યાત ગાયિકા કિંજલ દવે જુઓ બાળપણમાં કેવી દેખાતી હતી ? આ તસવીરો ક્યાંય નહિ જોઈ હોય

ગુજરાતની સુમધુર ગાયિકા કિંજલ દવેના ચાહકો આજે ખૂણે ખૂણે મળી જશે. તેના અવાજના જાદુ તે લોકોના દિલમાં જગાવે છે, તેનું આવેલું દરેક ગીત દર્શકોને ખુબ જ પસંદ આવે છે અને નવા ગીતની લોકો કાગડોળે રાહ પણ જુએ છે. આજે કિંજલ દવે અને તેના જીવન વિશે ઘણા લોકો જાણતા હશે, પરંતુ કિંજલના બાળપણની કેટલીક એવી તસવીરો છે જેને ઘણા લોકોએ આજદિન સુધી નહિ જોઈ હોય, ચાલો આજે કિંજલ દવેના બાળપણમાં તમને એક સફર કરાવીએ.

આજનો યુગ સોશિયલ મીડિયાનો યુગ છે અને કિંજલ દવે પણ સોશિયલ મીડિયા સાથે જોડાઈ છે અને પોતાની હાલની તસવીરો પણ શેર કરતી રહે છે. પરંતુ તેના બાળપણની ઘણી જ ઓછી તસવીરો સોશિયલ મીડિયામાં જોવા મળે છે.

આ તસ્વીર કિંજલ દવેના બાળપણની છે. જેમાં તે પોતાના પિતા સાથે ઉભેલી જોઈ શકાય છે. નાનપણમાં પણ તે ખુબ જ ક્યૂટ દેખાતી હતી.

આ પહેલા પણ તેના પિતા સાથેની એક તેની તસ્વીર જોવા મળી હતી. જેમાં તે માંડ એકાદ વર્ષની હશે ત્યારની છે.

કિંજલ દવે પોતાના પરિવારને ખુબ જ પ્રેમ કરે છે. તે તેના ભાઈને પણ ખુબ જ લાડ લડાવે છે. આજે તો તેનો ભાઈ આકાશ દવે પણ ખુબ જ મોટો થઇ ગયો છે. છતાં પણ કિંજલ આજે પણ તેના ભાઈને ખુબ જ પ્રેમ કરે છે. બાળપણમાં પણ બંને ભાઈ બહેનોને આપણે એક તસ્વીરમાં જોઈ શકીએ છીએ.

કિંજલ દવેના સ્કૂલ સમયની પણ કેટલીક તસવીરો મળી આવી છે જેમાં તે પોતાની બહેનપણીઓ સાથે જોવા મળી રહી છે.

કેટલીક તસ્વીરોમાં તો કિંજલ સેલ્ફી લેતી પણ જોવા મળે છે. સ્કૂલ સમયમાં પણ કિંજલ ખુબ જ સુંદર દેખાતી હતી.

 

તેની તસવીરો જોઈને કોઈએ એવી કલ્પના પણ નહિ કરી હોય કે કિંજલ આજે ગુજરાતની સૌથી લોકપ્રિય ગાયિકા બની જશે. જેના લાખો લોકો ચાહવા વાળા હશે.

 

કિંજલે જયારે ગાવાની શરૂઆત કરી ત્યારની પણ એક તસ્વીર છે. જેમાં તે એક ડાયરાની અંદર ગીત ગાતી જોવા મળી રહી છે.

અને હવે આ અત્યારની કિંજલ દવેને જુઓ, સમય સાથે કેટ કેટલા બદલાવો આવી જાય છે, જે નામને માત્ર થોડા લોકો ઓળખતા હોય તેને આજે લખો કરોડો લોકો ઓળખવા લાગે.