કિંજલ દવેની લાખો રૂપિયાની મર્સીડીઝનો અંદરનો નજારો જોયો કે નહીં ? જુઓ પપ્પા રાઈડની મજા માણતા કિંજલે બનાવ્યો વીડિયો

ગુજરાતની લોકપ્રિય ગાયિકા કિંજલ દવે હાલ તેની નવી આલીશાન કારને લઈને ખુબ જ ચર્ચામાં છે. થોડા દિવસ પહેલા જ કિંજલ દવેએ ખુબ જ લક્ઝુરિયસ મર્સીડીઝ કાર ખરીદી હતી, જેની ઘણી તસવીરો પણ કિંજલે તેના સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી હતી, હવે આ કારની અંદરનો નજારો જોવા માટે પણ ચાહકો આતુર હતા, ત્યારે એ કસર પણ કિંજલ દવેએ પુરી કરી દીધી છે.

કિંજલ દવેએ મર્સીડિઝ બેંઝ કાર ખરીદી છે, તે ખૂબ જ વૈભવી અને મોંઘી ડાટ છે, આ કારની અંદર એકથી એક ચડિયાતી ફેસિલિટી છે. કિંજલ દવેએ શેર કરેલ તસ્વીરમાં તે ખુશ ખુશાલ જોવા મળી રહી છે. આ કાર દેખાવમાં ખુબ જ સ્ટાઈલિશ અને લક્ઝુરિયસ છે. કિંજલ દવેએ શરૂઆતમાં પોતાની ઇન્સ્ટા સ્ટોરી ઉપર એક વીડિયો શેર કર્યો હતો જેમાં તેના પપ્પા લલિત દવે આ શાનદાર કાર ચલાવતા જોવા મળ્યા હતા.

સાથે જ કિંજલ દવેએ તેના પપ્પાને આ નવી કાર માટે શુભકામનાઓ પણ પાઠવી હતી. જેના બાદ ચાહકો પણ કિંજલ દવે સાથે આ કારની તસવીરો જોવા આતુર હતા અને ચાહકોની આતુરતાનો અંત આવ્યો અને તસવીરો શેર કરી. કિંજલ દવે દ્વારા ખરીદવામાં આવેલી આ શાનદાર કારની કિંમત અંદાજે 60 લાખથી શરૂ થાય છે.

કિંજલ દવેએ આજ મહિને 20 ફેબ્રુઆરીના રોજ એક ખુબ જ લક્ઝુરિયસ મર્સીડિઝ જીએલસી 200 એસયુવી ખરીદી. આ કાર પણ ખુબ જ લક્ઝુરિયસ અને શાનદાર સાથે આધુનિક ફીચર્સ વાળી છે. જેની ઘણી તસવીરો કિંજલ દવેએ ઉપરાંત તેના ભાઈ આકાશ દવે અને પિતા લલિત દવે દ્વારા શેર કરવામાં આવી હતી.

વીડિયોની અંદર કારનો વૈભવી નજારો પણ જોવા મળી રહ્યો છે. સોશિયલ મીડિયામાં આ વીડિયો ખુબ  જ વાયરલ થઇ રહ્યો છે અને કિંજલ દવેના ચાહકો પણ આ આલીશાન કારની અંદરની ફેસિલિટી જોઈને આભા બની ગયા છે. સાથે જ ઘણા ચાહકો શુભકામનાઓ પણ પાઠવી રહ્યા છે.

ત્યારે હાલમાં કિંજલ દવેના પિતા લલિત દવેએ પણ તેમના સોશિયલ મીડિયામાં એક વીડિયો શેર કર્યો છે. જેમાં તેમની આ લક્ઝુરિયસ કારનો નજારો જોવા મળી રહ્યો છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે કિંજલ દવેના પિતા લલિત દવે કાર ચલાવવાનો આનંદ માણી રહ્યા છે, તો બાજુમાં બેઠેલી કિંજલ દવે વીડિયો બનાવી રહી છે.

કિંજલ દવેના ભાવિ પતિ પવન જોશી એ પણ સ્ટોરી શેર કરીને લખ્યું હતું કે “તમારી ડ્રીમ કાર માટે મારા પ્રેમને અભિનંદન, તમે આ બધું જાતે જ કમાવ્યું છે, તમે એક સ્વ-નિર્મિત સ્ટાર છો.. આ ખરેખર ઘણા લોકો અને મારા માટે પ્રેરણા છે, ભગવાન તમારી ઇચ્છાઓ હંમેશા પૂર્ણ કરે એવી પ્રાર્થના, તમને સ્વસ્થ અને સમૃદ્ધ રાખે kinjaldave તમારા પર ખૂબ ગર્વ છે. જય ચેહર સરકાર”

Niraj Patel