ઢોલીવુડ મનોરંજન

Happy Birthday Kinjal Dave: ઘણીવાર આ ગાયિકાએ આપણને તેની ફેશનથી પ્રભાવિત કર્યા છે!

‘ચાર ચાર બંગળી’ ફેમ ગુજરાતી ગાયિકા કિંજલ દવે 24 નવેમ્બરના રોજ 21મા જન્મદિવસની ઉજવણી કરી હતી.

ત્યારે તેમને પોતાનો જન્મદિવસ ગાંધીનગર કૈલાશ ધામ વૃધ્ધાશ્રમ ખાતે ત્યાંના વૃદ્ધો અને અનાથાશ્રમના બાળકો સાથે ઉજવ્યો હતો. કૈલાશ ધામ ખાતે તેમને વૃદ્ધો અને બાળકોને કેક ખવડાવી અને ભોજન જમાડીને ખુશી વ્યક્ત કરી હતી અને ભજન સંધ્યાનું આયોજન પણ કરાયું હતું.

 

View this post on Instagram

 

Silent but deadly 🥀 . . Outfit @heer.boutique #kinjaldave

A post shared by Kinjal Dave (@thekinjaldave) on

એમાં કોઈ જ શંકા નથી કે એક સારી ગાયિકા હોવાની સાથે તેઓ એક સારા મનુષ્ય છે. તેમના સુંદર અવાજમાં ગવાયેલા ગીતો ચાર ચાર બંગળીવાળી ગાડી અને લહેરી લાલા અને બીજા ઘણા ગીતો ખૂબ જ પ્રસિદ્ધ થયા છે અને લોકોને ખૂબ જ પસંદ આવ્યા છે.

કિંજલ દવેનો અવાજ ખૂબ જ રોકિંગ અને જોરદાર છે કે જયારે તેઓ ગાય છે ત્યારે લોકો તેમના સૂરોના તાલે ઝૂમવા લાગે છે. તેમના અવાજ સિવાય તેઓની ફેશન સેન્સ પણ અદબૂત ગજબ છે. તેઓ કોઈ પણ આઉટફિટને ખૂબ જ સરળતાથી કેરી કરી શકે છે.

અનારકલી ગાઉન્સથી લઈને ચણિયાચોળી હોય કે, ડેનિમ સાથે ટોપ હોય, એ બધા જ આઉટફિટમાં શોભે છે. એમના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં તેમને શેર કરેલી તસ્વીરોમાં આપણે જોયું જ હશે કે તેઓ જુદા-જુદા આઉટફિટને ખૂબ જ સરળતાથી કેરી કરી શકે છે અને સ્ટેજ પર તેમનું પરફોર્મન્સ તેમના કોઈ પણ આઉટફિટને ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ બનાવી દે છે.

 

View this post on Instagram

 

Helo 😇 . . #kinjaldave #kinjaldavegarba #kinjaldaveusatour @helo_indiaofficial

A post shared by Kinjal Dave (@thekinjaldave) on

કિંજલ દવે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને પોતાના ચાહકો માટે તસ્વીરો શેર કરતા રહે છે. ઇન્સ્ટાગ્રામ પર તેમને શેર કરેલા વીડિયોમાં દેખાય છે કે તેઓ ચણિયાચોળી હોય કે ધોતી સાથે કેપ જેકેટ, બધામાં જ સુંદર દેખાય છે અને સ્ટેજ પરથી ઓડિયન્સને તેમના ગીતોથી મજા કરાવી દે છે.

 

View this post on Instagram

 

Caption please ☺️

A post shared by Kinjal Dave (@thekinjaldave) on

વર્કફ્રન્ટ વિશે વાત કરીએ તો છેલ્લે તેમને અભિષેક શાહની ફિલ્મ હેલ્લારોના કવર ગીત વાગ્યો રે ઢોલમાં જોવામાં આવ્યા હતા. આ ગીતના વીડિયોમાં હેલ્લારોની કસ્ટમ યશ સોની, મોનલ ગજ્જર, હેમાંગ શાહ, જાનકી બોડીવાળા, નેત્રી ત્રિવેદી, રાહુલ રાવલ અને મયુર ચૌહાણ પણ જોવા મળે છે.

 

View this post on Instagram

 

A post shared by Pavan Joshi (@pavanjoshi_) on

 

View this post on Instagram

 

A post shared by Akash Dave 😎 (@aakashdaveofficial) on