ગુજરાતની કોકીલકંઠી કિંજલ દવે તેના ભાવિ ભરથાર સાથે દુબઇમાં માણી રહી છે રજાઓનો આનંદ, તસવીરોમાં છલકાઈ રહ્યો છે કપલનો અઢળક પ્રેમ, જુઓ

રોયલ કન્ટ્રી દુબઈમાં શાનદાર રજાઓનો આનંદ માણી રહી છે ગાયિકા કિંજલ દવે, ભાવિ પતિ પવન જોશી સાથે રોમાન્ટિક અંદાજ આવ્યો સામે, જુઓ તસવીરો

કિંજલ દવે આજે ગાયિકીની દુનિયાનું એક મોટું નામ બની ગઈ છે, ગુજરાતીઓના દરેક ઘરમાં તેની આગવી ઓળખ છે. ચાર ચાર બંગળી વાળી ગીતથી લોકપ્રિય થયેલી કિંજલ દવે આજે દેશ વિદેશમાં કાર્યક્રમો કરે છે અને તેના કાર્યક્રમોમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત પણ રહેતા હોય છે અને તે પણ પોતાના સુમધુર અવાજથી લોકોને તરબોળ કરી દેતી હોય છે.

કિંજલ દવેનું સોશિયલ મીડિયામાં પણ ખુબ જ મોટું ફેન ફોલોઇંગ છે. તેને લગભગ 27 લાખ કરતા પણ વધારે લોકો ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરે છે અને કિંજલ પણ પોતાના સોશિયલ મીડિયા દ્વારા ચાહકો સાથે જોડાયેલી રહેતી હોય છે. તે ગુજરાતમાં હોય કે ગુજરાતની બહાર પોતાની તસવીરો અને વીડિયોની ઝાંખી સોશિયલ મીડિયામાં શેર કરે છે.

ત્યારે હાલમાં જ કિંજલ દવેની તસ્વીરોમાં જોવા મળી રહ્યું છે કે તે દુબઇના પ્રવાસ પર છે. આ પહેલીવાર નથી જયારે કિંજલ દવે દુબઇના પ્રવાસે ગઈ હોય, આ પહેલા પણ તે ઘણીવાર દુબઇ પ્રવાસ પર જઈ ચુકી છે. ત્યારે આ વખતે તેની સાથે તેનો ભાવિ ભરથાર પવન જોશી પણ હાજર છે અને તેમની તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે.

કિંજલ દવે અને પવન જોશી ગત માર્ચ મહિનામાં પણ દુબઇના પ્રવાસે ગયા હતા અને આ દરમિયાન પણ બંનેએ તેમની ખુબ જ શાનદાર તસવીરો શેર કરી હતી, જેને તેમના ચાહકોએ ખુબ જ પસંદ કરી હતી. હાલ પણ સામે આવેલી તસવીરોમાં તેમના વચ્ચેનો પ્રેમ છલકાતો જોવા મળી રહ્યો છે.

કિંજલ દવે અને પવન જોશીની સગાઈને ચાર વર્ષ કરતા પણ વધુ સમય થઇ ગયો છે, ચાહકો પણ હવે તેમના લગ્નની રાહ જોઈ રહ્યા છે. કિંજલ અને પવન બંને બાળપણના મિત્રો છે. પવન જોશી મૂળ પાટણ જિલ્લાના સરિયદ ગામનો વતની છે. તે અમદાવાદમાં બિઝનેસ કરે છે. કિંજલની જેમ તે પણ સોશિયલ મીડિયામાં ખુબ જ એક્ટિવ રહે છે અને પોતાની તેમજ કિંજલ સાથેની તસવીરો શેર કરતો રહે છે.

હાલ સામે આવેલી તસવીરોમાં કિંજલ દવે અને પવન જોશી વચ્ચેનો પ્રેમ ઉડીને આંખે વળગે છે. વૈભવી નગરી દુબઇમાં આ કપલ પ્રેમમાં તરબોળ થયેલું જોવા મળી રહ્યું છે. તે દુબઇના અલગ અલગ સ્થળો પર ફરવાનો આનંદ માણી રહ્યા છે અને આ દરમિયાન ઘણા બધા રોમેન્ટિક પોઝ પણ આપ્યા છે.

આ તસવીરોને કિંજલ દવેએ તેની સ્ટોરીમાં પોસ્ટ કરી છે, સાથે જ પવન જોશીએ પણ કેટલીક તસવીરો શેર કરી છે. જેને ચાહકો પણ ખુબ જ પસંદ કરી રહ્યા છે. કિંજલ દવે અને પવન જોશી દ્વારા એક તસવીર શેર કરવામાં આવી છે. સમુદ્ર કિનારે આ કપલ બેઠેલું જોવા મળી રહ્યું છે. કિંજલ આગળ બેઠી છે અને પવન તેની પાછળ. કિંજલ પાછળ વળીને પવનને જોઈ રહી છે.

આ તસવીર પોસ્ટ કરવાની સાથે જ વાયરલ થઇ ગઈ અને તેને 1 લાખ કરતા પણ વધારે લોકોએ લાઈક કરી છે. આ ઉપરાંત ઘણા બધા લોકો આ તસવીરમાં હાર્ટ ઈમોજી કોમેન્ટ કરી રહ્યા છે, સાથે જ આ કપલના વખાણ પણ કરતા જોવા મળી રહ્યા છે. આ તસવીર પોસ્ટ કરવાની સાથે કિંજલ દવેએ હાર્ટ ઈમોજી કેપશનમાં મૂક્યું હતું.

આ ઉપરાંત પણ દુબઇ પ્રવાસ પર કિંજલ દવે અને પવન જોશી પોતાની સોલો તસવીરો શેર કરતા જોવા મળી રહ્યા છે. બંનેએ દુબઇના અલગ અલગ સ્થળો પર ફરવાનો આનંદ માણ્યો હતો, કિંજલ દવેએ લક્ઝુરિયસ કાર અને આકર્ષક જગ્યાઓ પર ઉભા રહીને પોઝ આપ્યા હતા. તો પવન જોશીએ પણ શાનદાર પોઝ આપતી ઘણી તસવીરો શેર કરી છે.

Niraj Patel