વૈભવી નગરી દુબઈમાં કિંજલ દવેના લહેરી લાલા, મંગેતર પવન જોશી સાથે ખુબ જ કરી મસ્તી, જુઓ શાનદાર તસવીરો

ગુજરાતની લોકપ્રિય ગાયિકા કિંજલ દવે હાલ દુબઈની અંદર રજાઓનો આનંદ માણી રહી છે, જ્યાંથી તેને ઘણી તસવીરો પણ શેર કરી છે અને તેની આ તસ્વીરોને ચાહકો પણ ખુબ જ પસંદ કરી રહ્યા છે. કિંજલ દવે તેના ગીતોને  લઈને જેટલી ચર્ચામાં રહેતી હોય છે, તેટલી જ તેના  અંગત જીવનને લઈને પણ ચર્ચામાં જોવા મળે છે.

કિંજલ દવેનું નામ ગુજરાતની લોકપ્રિય ગાયિકાઓમાં સુમાર છે, તેના જીવન વિશેની પણ અવનવી વાતો ચાહકો જાણવા માટે ખુબ જ આતુર હોય છે. કિંજલ દવે ફક્ત તેના ગીતોના કારણે જ નહિ પરંતુ તેના અંગત જીવનને લઈને પણ ચર્ચામાં રહેતી હોય છે. થોડા દિવસ પહેલા જ તેને લક્ઝુરિયસ બ્રાન્ડ મર્સીડીઝની આલીશાન કાર ખરીદી હતી, તેને લઈને પણ તે ખુબ જ ચર્ચામાં રહી.

કિંજલ દવે તેના ભાવિ પતિ પવન જોશી સાથે રજાઓનો આનંદ માણવા માટે દુબઈમાં છે,જયારે કિંજલ દવાએ દુબઇ જવા માટે રવાના થઇ હતી ત્યારે તેની સાથે ગુજરાતની અન્ય એક સુપ્રસિદ્ધ લોક ગાયિકા ઉર્વશી રાદડિયા પણ જોવા મળ્યા હતા, જેની ઘણી તસવીરો પણ સામે આવી છે.

કિંજલ દવે દુનિયાના કોઈપણ ખૂણે જાય તેના ચાહકોને ક્યારેય નારાજ નથી કરતી અને એટલે જ તેને આ વખતે પણ પોતાના સોશિયલ મીડિયામાં કેટલીક શાનદાર તસવીરો શેર કરી છે, જેને જોઈને ચાહકો પણ ખુશ ખુશાલ બની ગયા છે. કિંજલ દવેએ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં ઘણી બધી તસવીરો શેર કરી છે.

આ ઉપરાંત કિંજલ દવેએ તેની સ્ટોરીમાં પણ ઘણી બધી તસવીરો શેર કરી છે, જેમાં કિંજલ દવે તેના મંગેતર પવન જોશી સાથે દુબઈમાં રજાઓનો આનંદ માનતા જોવા મળી રહી છે, એક તસ્વીરમાં કિંજલ દવે લક્ઝુરિયસ કાર સામે પોઝ આપતી જોવા મળી રહી છે. આ તસ્વીરોને પણ ચાહકો ખુબ જ પસંદ કરી રહ્યા છે.

આ ઉપરાંત પવન જોશી સાથે પણ તેને શાનદાર તસવીરો શેર કરી છે, જેમાં પવન જોશી કિંજલ દવેને ઊંચકીને પોઝ આપતા પણ જોવા મળી રહ્યા છે, આ ઉપરાંત બંને એક ઠેકાણે બેસી અને પોઝ પણ આપી રહ્યાં છે. કિંજલ દવે અને પવન જોશીના આ પ્રેમની પણ લોકો ખુબ જ પ્રસંશા કરી રહ્યા છે.

અગાઉ પણ કિંજલ દવેએ કેટલી તસવીરો શેર કરી હતી, જેમાં કિંજલ દવે મંગેતર પવન જોશી સાથે દુબઇની આલીશાન હોટલ “ધ પ્લામ” સામે પોઝ આપી રહ્યા હતા. આ હોટલની અંદર ઘણા બધા સિતારાઓ રોકાય છે અને ત્યાંના અદભુત નજર પણ સોશિયલ મીડિયામાં શેર કરતા હોય છે.

સ્ટોરીમાં શેર કરેલી અન્ય તસ્વીરોમાં દુબઇના બુર્ઝ ખલીફાનો પણ નજારો જોવા મળી રહ્યો છે, રોશીનીથી ઝળહળતો બુર્ઝ ખલીફા પણ ખુબ જ સુંદર દેખાઈ રહ્યો છે. આ ઉપરાંત કિંજલ દવે તેના ભાવિ પતિ પવન જોશી સાથે એરપોર્ટ ઉપર પણ પોઝ આપતા જોવા મળી રહી છે.

કિંજલ દવે અને પવન જોશી સાથેની આ તસ્વીરોને ચાહકો ખુબ જ પસંદ કરી રહ્યા છે, તો કિંજલ દવેએ તેમની સ્ટોરીની અંદર પણ ઘણા બધા વીડિયો શેર કર્યા છે, જેમાં દુબઇ શહેરનો ભવ્ય નજારો પણ જોવા મળી રહ્યો છે, આ ઉપરાંત કિંજલ ગાડીમાં બેઠા બેઠા પોઝ પણ આપતા જોવા મળી રહી છે.

આ ઉપરાંત કિંજલ દવેના ભાવિ ભરથાર પવન જોશીએ પણ તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઇન્સ્ટાગ્રામ ઉપર કેટલીક તસવીરો શેર કરી છે, જેમાં પવન જોશીનો સંવેગ જોવા મળી રહ્યો છે. પવન જોશી દ્વારા શેર કરવામાં આવેલી તસ્વીરમાં તે કેમેરા સામે પોઝ આપતા જોવા મળી રહ્યા છે.

આ ઉપરાંત કિંજલ દવેએ પણ તેના સોશિયલ મીડિયામાં એક લેટેસ્ટ તસ્વીર શેર કરી છે, જેમાં જોવા મળી રહ્યું છે કે પવન જોશી કિંજલ દવેને ઊંચકી અને પોઝ આપી રહ્યો છે. આ તસ્વીરમાં બંનેનો રોમાન્ટિક અંદાજ જોવા મળી રહ્યો છે, જે ચાહકોને પણ ખુબ જ પસંદ આવી રહ્યો છે અને આ તસવીર પોસ્ટ કરવાની સાથે જ વાયરલ પણ થઇ ગઈ છે.

Niraj Patel