વૈભવી નગરી દુબઈમાં ભાવિ ભરથાર સાથે અનોખા અંદાજમાં જોવા મળી કિંજલ દવે, તસવીરો જોઈને તમે પણ આભા બની જશો, જુઓ

દુબઈમાં કિંજલ દવેનો અનોખો સ્વેગ, ભવી પતિ પવન જોશીએ પણ એવી તસવીરો શેર કરી, કે ચાહકો આંખો ફાડી ફાડીને જોતા જ રહી ગયા

ઉનાળાની શરૂઆત થતા જ લોકોના વેકેશન મોડ શરૂ થઇ જાય છે, ત્યારે સામાન્ય લોકોની જેમ સેલ્સબ પણ અલગ અલગ સ્થળો ઉરપ જઈને રજાઓનો આનંદ માણતા હોય છે. કચ્છી કોયલ તરીકે ઓળખાતા ગુજરાતના ખ્યાતનામ ગાયિકા ગીતાબેન રબારી હાલ અમેરિકાના પ્રવાસે છે તો અન્ય લોકપ્રિય ગાયિકા ઉર્વશી રાદડિયા અને કિંજલ દવે દુબઈના પ્રવાસે પહોંચ્યા છે.

સેલેબ્સ તેમના પ્રવાસ દરમિયાન તેમની શાનદાર તસવીરો પણ શેર કરતા રહે છે, ત્યારે કિંજલ દવે પણ પોતાના દુબઇ પ્રવાસની એક પછી એક શાનદાર તસવીરો શેર કરી રહી છે, જેને ચાહકો પણ ખુબ જ પસંદ કરી રહ્યા છે. કિંજલ દવેનો ભાવિ પતિ પવન જોશી પણ તેમના આ પ્રવાસમાં તમેની સાથે છે અને તેઓ પણ તેમની શાનદાર તસવીરો શેર કરી રહ્યા છે.

કિંજલ દવેનું નામ ગુજરાતની લોકપ્રિય ગાયિકાઓમાં સુમાર છે, તેના જીવન વિશેની પણ અવનવી વાતો ચાહકો જાણવા માટે ખુબ જ આતુર હોય છે. કિંજલ દવે ફક્ત તેના ગીતોના કારણે જ નહિ પરંતુ તેના અંગત જીવનને લઈને પણ ચર્ચામાં રહેતી હોય છે. થોડા દિવસ પહેલા જ તેને લક્ઝુરિયસ બ્રાન્ડ મર્સીડીઝની આલીશાન કાર ખરીદી હતી, તેને લઈને પણ તે ખુબ જ ચર્ચામાં રહી.

કિંજલ દવે તેના ભાવિ પતિ પવન જોશી સાથે રજાઓનો આનંદ માણવા માટે દુબઈમાં છે,જયારે કિંજલ દવાએ દુબઇ જવા માટે રવાના થઇ હતી ત્યારે તેની સાથે ગુજરાતની અન્ય એક સુપ્રસિદ્ધ લોક ગાયિકા ઉર્વશી રાદડિયા પણ જોવા મળ્યા હતા, જેની ઘણી તસવીરો પણ સામે આવી છે.

કિંજલ દવે દુનિયાના કોઈપણ ખૂણે જાય તેના ચાહકોને ક્યારેય નારાજ નથી કરતી અને એટલે જ તેને આ વખતે પણ પોતાના સોશિયલ મીડિયામાં કેટલીક શાનદાર તસવીરો શેર કરી છે, જેને જોઈને ચાહકો પણ ખુશ ખુશાલ બની ગયા છે. કિંજલ દવેએ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં ઘણી બધી તસવીરો શેર કરી છે.

આ ઉપરાંત કિંજલ દવેએ તેની સ્ટોરીમાં પણ ઘણી બધી તસવીરો શેર કરી છે, જેમાં કિંજલ દવે તેના મંગેતર પવન જોશી સાથે દુબઈમાં રજાઓનો આનંદ માનતા જોવા મળી રહી છે, એક તસ્વીરમાં કિંજલ દવે લક્ઝુરિયસ કાર સામે પોઝ આપતી જોવા મળી રહી છે. આ તસ્વીરોને પણ ચાહકો ખુબ જ પસંદ કરી રહ્યા છે.

આ ઉપરાંત પવન જોશી સાથે પણ તેને શાનદાર તસવીરો શેર કરી છે, જેમાં પવન જોશી કિંજલ દવેને ઊંચકીને પોઝ આપતા પણ જોવા મળી રહ્યા છે, આ ઉપરાંત બંને એક ઠેકાણે બેસી અને પોઝ પણ આપી રહ્યાં છે. કિંજલ દવે અને પવન જોશીના આ પ્રેમની પણ લોકો ખુબ જ પ્રસંશા કરી રહ્યા છે.

હાલમાં સામે આવેલી તસવીરોમાં પણ કિંજલ દવે સાઇકલ ઉપર પોઝ આપતી જોવા મળી રહી છે. આ દરમિયાન તેને જીન્સ અને સફેદ શર્ટ કેરી કર્યું છે. સાથે જ આખી સાઇકલ ફૂલોથી શણાગારેલી જોવા મળી રહી છે. કિંજલના ચાહકો આ તસ્વીરને ખુબ જ પસંદ કરી રહ્યા છે, અને કોમેન્ટ પણ કરી રહ્યા છે.

આ ઉપરાંત કિંજલ દવેએ તેમની સ્ટોરીમાં પણ કેટલાક વીડિયો અને તસવીરો શેર કરી છે, જેમાં એક તસ્વીરની અંદર ગાયિકા ઉર્વશી રાદડિયા સાથે પોઝ આપતા જોવા મળી રહ્યા છે. જેમાં તેઓ બંને એક ગાર્ડન આગળ કેમેરા સામે પોઝ આપે છે.

કિંજલ દવેની સાથે રહેલા તેમના મંગેતર પવન જોશીએ પણ તેમના સોશિયલ મીડિયામાં ઘણી બધી તસવીરો શેર કરી છે, જેમાં હાલમાં શેર કરેલી તસ્વીરોની અંદર તેઓ ગાર્ડનમાં ઉભા રહી અને પોતાના આગવો સ્વેગ બતાવી રહ્યા છે, તેમની પણ આ તસ્વીરોને ચાહકો ખુબ જ પસંદ કરી રહ્યા છે.

પવન જોશીએ તેમની સ્ટોરીમાં પણ શાનદાર તસવીરો શેર કરી છે, આ તસ્વીરોમાં તે લક્ઝુરિયસ કાર સાથે પોઝ આપતા પણ જોવા મળી રહ્યા છે, આ ઉપરાંત તેમને સ્ટોરીમાં કેટલાક વીડિયો પણ શેર ર્ક્યા છે, આ વીડિયોની અંદર તે કિંજલ દવે સાથે રણ સફારીનો આનંદ માણતા જોઈ શકાય છે.

Niraj Patel