ખબર મનોરંજન

કિંજલ દવે અને પવન જોશીએ 4 વર્ષના સાથની ખુબ જ ખાસ અંદાજમાં કરી ઉજવણી, વીડિયો જોઈને તમે પણ કહેશો, “આ બેસ્ટ કપલ છે !”

કિંજલ દવે અને પવન જોશીની સગાઈને પૂર્ણ થયા 4 વર્ષ, પાંચમા વર્ષમાં પ્રવેશ કરતા જ રોમાન્ટિક વીડિયો થયો વાયરલ, જુઓ

ગુજરાતની કોકિલ કંઠી કિંજલ દવે તેના ગીતોને લઈને જગ વિખ્યાત છે, તેનું કોઈપણ ગીત આવતાની સાથે જ ચાહકોના દિલ જીતી લેતું હોય છે, આ ઉપરાંત કિંજલ દવે તેના અંગત જીવનને લઈને પણ ચર્ચામાં રહેતી હોય છે. આપણે બધા જ જાણીએ છીએ કે કિંજલ દવેની સગાઈ પવન જોશી સાથે થઇ છે, અને આ બંનેની જોડીને ચાહકો ખુબ જ પસંદ કરતા હોય છે.

ત્યારે હાલમાં જ કિંજલ દવે અને પવન જોશીએ પોતાના ચાર વર્ષના આ સાથની ઉજવણી પણ ખુબ જ સુંદર રીતે કરી છે. કિંજલ દવેના મંગેતર પવન જોશીએ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઇન્સ્ટાગ્રામ ઉપર કિંજલ દવે સાથે કોલાબા કરીને એક વીડિયો શેર કર્યો છે, જે હાલ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ પણ થઇ રહ્યો છે.

કિંજલ દવે અને પવન જોશીની સગાઈને 4 વર્ષ પૂર્ણ થઇ ગયા અને તેમના પાંચમા વર્ષમાં પ્રવેશ કર્યો છે, ત્યારે આ વીડિયોની અંદર પવન જોશી કિંજલ દવેનો એક અનોખા અંદાજમાં આભાર વ્યક્ત કરતો જોવા મળી રહ્યો છે, વીડિયોની અંદર તે બંને જ્યાં રજાઓ માણવા માટે ગયા હતા તે સ્થળોની સુવર્ણ યાદો બતાવી રહ્યા છે.

આ ઉરપટ વીડિયોની અંદર તેમનો રોમાન્ટિક અંદાજ પણ જોવા મળી રહ્યો છે. પવને આ વીડિયોમાં અંગ્રેજીમાં કિંજલનો આભાર માની રહ્યો છે તો બેકગ્રાઉન્ડમાં “મસ્ત મગન” ગીત વાગતું સંભળાઈ રહ્યું છે. ચાહકો પણ તેમના આ વીડિયોમાં તેમની સગાઇના ચાર વર્ષ પૂર્ણ થવાની શુભકામનાઓ પણ આપી રહ્યા છે.

પવન જોશીએ આ વીડિયો પોસ્ટ કરવાની સાથે ખુબ જ સરસ મજાનું કેપશન પણ આપ્યું છે, તેને લખ્યું છે, અને હું તમને પસંદ કરીશ, સો જીવનકાળમાં, સો વિશ્વમાં, વાસ્તવિકતાના કોઈપણ સંસ્કરણમાં, હું તમને શોધીશ અને હું તમને પસંદ કરીશ.” @thekinjaldave હાસ્ય પ્રેમ અને આનંદ સાથે 5મા વર્ષમાં પ્રવેશી રહ્યા છીએ #4yearsoftogetherness સગાઈની વર્ષગાંઠની શુભેચ્છાઓ પ્રેમ !

 

View this post on Instagram

 

A post shared by Pavan Joshi (@pavanjoshi_)

આ ઉપરાંત કિંજલ દવેએ પણ એક તસવીર શેર કરી છે જેમાં તે પવન જોશીના ખભા ઉપર માથું ઢાળીને સૂતી જોવા મળી રહી છે. આ તસવીર પોસ્ટ કરવાની સાથે કિંજલ દવેએ કેપશનમાં લખ્યું છે “અનંતની પેલે પાર”. કિંજલની આ તસવીરો ઉપર પણ ચાહકો ભરપૂર પ્રેમ વરસાવી રહ્યા છે અને આ કપલના ભરપૂર વખાણ પણ કરી રહ્યા છે.