અમેરિકાથી એક મહિના બાદ ગુજરાતમાં ઘરે પરત ફરેલી ગાયિકા કિંજલ દવેનું થયું આવું ભવ્ય સ્વાગત, ફૂટ્યા ફટાકડા અને થયો ફૂલોનો વરસાદ

એક મહિના બાદ ઘરે આવેલી કિંજલ દવેને જોઈને ભીંજાઈ માતાની આંખો, ભાવુક થઈને ભેટી પડી દીકરી, થયું ભવ્ય સ્વાગત, ફૂટ્યા ફટાકડા અને રસ્તાઓ ફૂલોથી સજી ઉઠ્યા, જુઓ વીડિયો

ગુજરાતની લોકપ્રિય ગાયિકા કિંજલ દવે આજે ગુજરાતના દરેક ઘરમાં પોતાની આગવી ઓળખ બનાવી ચુકી છે. ગુજરાતમાં થતા કાર્યક્રમોમાં કિંજલના અવાજના તાલે ગુજરાતીઓ ઝૂમી ઉઠે છે. કિંજલ ના માત્ર ગુજરાતમાં કે દેશમાં જ પરંતુ દેશની બહાર વિદેશોમાં પણ કાર્યક્રમો કરે છે અને વિદેશમાં રહેતા ગુજરાતીઓને પણ પોતાના તાલના સથવારે ઝુમતા કરી મૂકે છે.

લગભગ એકાદ મહિના પહેલા જ કિંજલ દવે તેના પિતા લલિત દવે સાથે અમેરિકાના પ્રવાસે ગઈ હતી. અમેરિકામાં તેને ઘણા બધા કાર્યક્રમો કર્યા, જેના ઘણા વીડિયો અને તસવીરો પણ સામે આવી હતી. જેને ચાહકોએ પણ ખુબ જ પસંદ કર્યા હતા.

અમેરિકામાં વસતા ગુજરાતીઓ પણ કિંજલ દવેના તાલ ઉપર ખુબ જ ઝુમતા વીડિયો અને તસ્વીરોમાં જોવા મળ્યા હતા. સાથે સાથે કિંજલ દવેએ અમેરિકાના પ્રવાસ દરમિયાન તેની કેટલીક ફરવા દરમિયાનની તસવીરો પણ શેર કરી હતી.

આ તસ્વીરોમાં પણ કિંજલનો એક નોખો અંદાજ જોવા મળી રહ્યો છે, કિંજલ દવે દ્વારા શેર કરવામાં આવેલી તસ્વીરોને પણ ચાહકો ખુબ જ પસંદ કરી રહ્યા હતા, તેની તસવીરો ઉપર લાખો લોકોએ લાઈક કરી હતી અને ઘણા લોકોએ કોમેન્ટ પણ કરી હતી.

ત્યારે હવે કિંજલ દવેનો આ અમેરિકા પ્રવાસ પૂર્ણ થઇ ચુક્યો છે. અને તે પોતાના વતનમાં પરત ફરી ચુકી છે. આ દરમિયાન ઘરે કિંજલ દવેનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. જેનો વીડિયો કિંજલ દવેએ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઇન્સ્ટાગ્રામ ઉપર પણ શેર કર્યો છે.

કિંજલ દવે દ્વારા શેર કરવામાં આવેલા વીડિયોની અંદર જોઈ શકાય છે કે દિવાળી જેવો માહોલ જામ્યો છે. કિંજલના ઘરે આવવાની ખુશીમાં તેના ઘરની બહાર આતીશબાજી થતી જોવા મળી રહી છે. આ સાથે જ કિંજલ ઉપર ફૂલોનો વરસાદ કરીને તેની આરતી પણ ઉતારવામાં આવી રહી છે.

આટલા લાંબા સમય બાદ પોતાના ઘરે પરત ફરવાની સાથે જ કિંજલ દવે તેની માતાને જોતા જ ખુબ જ ભાવુક પણ થઇ ગઈ હતી, જે વીડિયોમાં પણ જોઈ શકાય છે. ભાવુક થયેલી કિંજલ તેની માતાને ભેટી પડે છે. આ ક્ષણ પણ ભાવુક કરી દેનારી વીડિયોમાં જોવા મળી રહી છે.

કિંજલ દવેએ આ વીડિયો શેર કરવાની સાથે જ કેપશનમાં લખ્યું છે કે, “મને લાગે છે કે આજે દિવાળી છે, યુએસની સફળ ટૂર બાદ એક મહિના પછી હું ઘરે પાછી આવી છું અને મારા પરિવારે મને આટલું સુંદર સરપ્રાઈઝ આપ્યું છે. હું ખૂબ જ અભિભૂત છું. તમારા પ્રેમ બદલ આભાર યુએસ. ફરી મળીશું.”

કિંજલ દવે તેના ભાઈ સાથે કારમાં પરત ફરતા પણ જોવા મળી હતી, જેની તસવીર પણ તેને તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં શેર કરી હતી, આ ઉપરાંત તે તેના ભાવિ પતિ પવન જોશી સાથે ડિનર ડેટ ઉપર પણ પહોંચી હતી, જેની તસવીર પણ તેને સ્ટોરીમાં શેર કરી હતી. આ તસ્વીરોમાં આ જોડી ખુબ જ સુંદર દેખાઈ રહી હતી.

કિંજલ દવે દ્વારા શેર કરવામાં આવેલા આ વીડિયોની અંદર તેની સાથે તેના પિતા લલિત દવે પણ જોવા મળી રહ્યા છે. તે પણ અમેરિકા પ્રવાસમાં કિંજલ દવેની સાથે જ હતા. લલિત દવેએ પણ અમેરિકામાંથી કેટલીક તસવીરો શેર કરી હતી. કિંજલ સાથે સાથે લલિત દવેનું પણ ઘરે પરત ફરતા સ્વાગત કરવામાં આવ્યું હતું.

Niraj Patel