અજબગજબ

થાઈલેન્ડના રાજાએ પોતાની રાણીની સજા માફ કરી, 1 વર્ષથી હતી જેલમાં, આરોપ સાંભળીને ચોંકી ઉઠશો

જૂના સમયની વાર્તાઓમાં રાજા રાણીની ઘણી વાર્તાઓ આપણે સાંભળી છે. રાજા દ્વારા આપવામાં આવતી સજા વિશે પણ સાંભળ્યું છે. પરંતુ હકીકતમાં આ વાત આપણે સ્વીકારતા થોડો વિચાર કરીએ. પરંતુ આ હકીકત બની છે થાઈલેન્ડમાં.

Image Source

થાઈલેન્ડના રાજા મહા વાજીરાલોંગકોંન (King Maha Vajiralongkorn)એ પોતાની 35 વર્ષની પત્ની સિનનેત વોંગવજીરપાકડી ઉપર બેવફાઈનો આરોપ લગાવીને લગ્નના 3 જ મહિનામાં જ જેલની સજા સંભળાવી હતી. ત્યારબાદ હવે તેની આ સજાને એક વર્ષ બાદ માફ કરી દીધી છે.

Image Source

જેલમાંથી છુટયાના તરત બાદ તેમની પત્નીને જર્મનીમાં રાજાના હરમમાં સામેલ થવા માટે મોકલી દેવામાં આવી છે. જર્મનના સમાચારપત્ર બિલ્ડ પ્રમાણે મહા વાજીરાલોંગકોંન ઉર્ફે રામ દશમએ દક્ષિણ જર્મનના અલ્પાઇન હોટલમાં શરણ લીધી છે. રાજા મહાએ હોટેલનો ચોથો માળ બુક કરાવ્યો છે. આ હોટેલમાં રાજાના આનંદ લેવા માટે એક ખાસ ઓરડો અથવા હરમ બનાવવામાં આવ્યો છે.

Image Source

પ્રાપ્ત માહિતી અનુસાર રાજા આ ઓરડામાં 20 x સોલ્જર્સ સાથે મનોરંજન કરે છે. માહિતી એવી પણ મળી રહી છે કે રાજાએ આખો જ ચોથો માળ પોતાના અને પોતાની ગર્લફ્રેન્ડ માટે બુક કરાવ્યો છે. જર્મનની સરકારે થાઈલેન્ડના રાજા રોકાયેલા હોવાના કારણે હોટેલના સ્ટાફને કામ ચાલુ રાખવાની પણ પરવાનગી આપી છે.

Image Source

રાજા મહા વાજીરાલોંગકોંને 35 વર્ષની સિનનેત વોંગવજીરપાકડી સાથે લગ્ન કર્યા હતા. સિનનેત વોંગવજીરપાકડી પહેલા નર્સ હતી ત્યારબાદ થાઈ આર્મીમાં હેલીકૉપટરની પાયલટ બની ગઈ. પાયલટની નોકરીના ત્રણ મહિનાની અંદર જ રાજાએ સિનનેતની સામે લગ્નનો પ્રસ્તાવ મુક્યો હતો.

Image Source

જો કે તેમના આ લગ્ન વધારે દિવસો સુધી ના ટકી શક્યા અને બંને વચ્ચે અનબન થતા રાજાએ તેને કેદ કરવાનો આદેશ આપ્યો હતો. રાજા વાજીરાલોંગકોંનના આના પહેલા પણ ત્રણ લગ્ન થઇ ચુક્યા છે. જેનાથી તેમને 7 બાળકો છે. તેમના ત્રણ પત્નીઓ સાથે છૂટાછેડા થઇ ગયા છે.

Image Source

રિપોર્ટ પ્રમાણે થાઈલેન્ડના રાજા પાસે 30 અરબ ડોલરથી પણ વધારે સંપત્તિ છે. રાજાના હરમને થાઈલૅન્ડમાંથી ખાસ રીતે મંગાવવામાં આવેલા સોના અને ચાંદીની બહુમૂલ્ય વસ્તુઓથી સજાવવામાં આવ્યો છે. રાજાને રાજનયિક છૂટ છે. તેના માટે તેમના કોઈ કામમાં જર્મન સરકાર હસ્તક્ષેપ નથી કરી રહી.

Image Source

કોરોનથી દૂર જર્મનીમાં રાજા 20 x સોલ્જર સાથે આલીશાન જીવન વિતાવી રહ્યા છે. આ ઉપરાંત રાજા મહા પોતાની સાથે ઘણા નોકરો પણ લઈને ગયા છે. તેમને તેના માટે ડીસ્ટ્રીક કાઉન્સિલ પાસેથી વિશેષ પરવાનગી પણ માંગી છે.

Image Source

થાઈલેન્ડના રાજાની આલોચના કરવા ઉપર 15 વર્ષની જેલની સજાનું પ્રાવધાન છે. ત્યારબાદ પણ લોકતંત્ર સમર્થક લોકો રાજા વિરુદ્ધ રોડ ઉપર ઉતરી રહ્યા છે. દેશમાં વર્ષ 1932થી જ સૈવિધાનિક રાજતંત્ર લાગુ છે.