ખતરનાક અને ઝેરી સાપ કિંગ કોબ્રા ફસાઈ ગયો માછલી પકડવાની જાળીમાં, પછી થયું રૂંવાડા ઉભા કરી દેનારું, જુઓ વીડિયો

સોશિયલ મીડિયામાં સાપને લઈને ઘણા બધા વીડિયો રોજ આપણે વાયરલ થતા જોઈએ છીએ અને તેમાં પણ કિંગ કોબરા જેવા ઝેરીલા અને ખતરનાક સાપ જયારે જોવા મળે ત્યારે વીડિયો જોઈને પણ આપણા હોશ ઉડી જાય. હાલ સોશિયલ મીડિયા પર એક એવો જ હૃદયદ્રાવક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં એક સાપ પકડનાર વિશ્વના સૌથી ઝેરી સાપ કિંગ કોબ્રાની મદદ કરતો જોવા મળે છે.

આ ઘટના થોડા મહિના પહેલા બની હતી, પરંતુ તે ફરીથી ઇન્ટરનેટ પર વાયરલ થઈ ગઈ હતી. વીડિયોમાં જોઈ શકાય છે કે એક ઘરમાં કિંગ કોબ્રા બહાર આવે છે. બધા તેને જોઈને ગભરાઈ જાય છે અને પછી સાપ પકડવા વાળાને બોલાવે છે.  પૂર્વ ભારતમાં એક કિંગ કોબ્રા માછલી પકડવાની જાળ અને પાંદડાના બંડલમાં ફસાયો હતો. જ્યારે સ્થાનિક ગ્રામજનોએ ફસાયેલા સાપને જોયો ત્યારે તેઓએ સાપને બચાવનાર મિર્ઝા આરિફને ફોન કર્યો.

‘ધ ડોડો’ દ્વારા યુટ્યુબ પર અપલોડ કરવામાં આવેલ વીડિયોમાં એક સાપ પકડનાર સાપને લાકડીથી પકડીને ખુલ્લા વિસ્તારમાં લઈ જતો જોવા મળે છે. આ દરમિયાન પોતાને બચાવવા માટે કિંગ કોબ્રા તેની ફેણ બહાર કાઢે છે અને નીચે બેસી જાય છે. થોડા સમય પછી કિંગ કોબ્રા આરામ કરવા લાગે છે.

પછી મિર્ઝા આરીફ કોબ્રા માટે પાણીની બોટલ લાવે છે અને પછી કોબ્રાને પીવડાવવામાં મદદ કરે છે. સાપ તેનું મોં ખોલે છે અને તેને પાણી પીતો જોઈ શકે છે. તેની તરસ છીપ્યા પછી, સાપ સંપૂર્ણપણે આરામ કરે છે અને માણસ તેને સરળતાથી પ્લાસ્ટિકના બોક્સમાં બંધ કરી દે છે. સોશિયલ મીડિયામાં આ વીડિયો લોકો ખુબ જ પસંદ કરી રહ્યા છે.

Niraj Patel