આ વ્યક્તિએ ખતરનાક કિંગ કોબ્રાને પકડીને તેનું ગળું એટલું જોરથી દબાવ્યું કે દર્દથી પીડાતો રહ્યો સાપ, જોઈને તમારા રૂંવાડા પણ ઉભા થઇ જશે, જુઓ વીડિયો

ખતરનાક કિંગ કોબ્રાને પહેલા સળીયાથી પકડ્યો આ ભાઈએ, પછી પાછળથી જ દબોચી લીધી ગરદન, જીવદયા પ્રેમીઓએ કાઢી ઝાટકણી, જુઓ વીડિયો

King Cobra Attack Video : સોશિયલ મીડિયામાં સાપને લાગતા ઘણા બધા વીડિયો રોજ વાયરલ થતા હોય છે. તેમાં પણ કિંગ કોબ્રાના વીડિયોને જોવાનું લોકો વધારે પસંદ કરતા હોય છે. આપણા દેશમાં ઘણી જગ્યાએ કોબ્રા સાપ જોવા મળે છે અને તે જયારે દેખાય છે ત્યારે નાસભાગ પણ મચી જાય છે અને સાપ પકડવા વાળો આવીને તેને પકડી લે છે ત્યારે લોકો રાહતનો શ્વાસ લેતા હોય છે.

ત્યારે હાલ કિંગ કોબ્રાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ અજીબોગરીબ ક્લિપમાં એક માણસ કિંગ કોબ્રાને ખુલ્લા હાથે પકડતો બતાવવામાં આવ્યો છે. આ ચોંકાવનારો વીડિયો જોયા બાદ લોકોની હાલત પતલી થઈ ગઈ અને જોનારાઓએ તે વ્યક્તિની ઝાટકણી કાઢી.

વાયરલ વીડિયોમાં કિંગ કોબ્રાની ગરદનને મજબૂત રીતે પકડી રાખવાને કારણે નેટીઝન્સ ગુસ્સે છે. લોકો કહે છે કે તે ઝેરી હોવા છતાં તેની સાથે આવો વ્યવહાર ન કરવો જોઈએ. નિક ધ રેંગલરે ઈન્સ્ટાગ્રામ પર શેર કરેલા વીડિયોએ ઈન્ટરનેટ પર ભારે ચર્ચા જગાવી છે. જ્યારે કેટલાક દર્શકોને આવા આત્મવિશ્વાસ અને કૌશલ્ય સાથે ઝેરી સાપને હેન્ડલ કરવાની માણસની ક્ષમતા પ્રભાવશાળી લાગી શકે છે, જ્યારે અન્ય લોકો સાપ સાથે દુર્વ્યવહાર તરીકે જુએ છે તેનાથી રોષે ભરાય છે.

આ વાયરલ વીડિયોને 22 મિલિયન વ્યૂઝ મળ્યા છે. વીડિયો પર યુઝર્સ તરફથી વિવિધ પ્રકારની પ્રતિક્રિયાઓ પણ મળી રહી છે. તમને જણાવી દઈએ કે કિંગ કોબ્રા દુનિયાના સૌથી ખતરનાક સાપમાંથી એક છે, જો તે માણસને ડંખ મારી દે તો તેનું બચવું લગભગ અશક્ય માનવામાં આવે છે. ત્યારે આ વીડિયોને જોઈને લોકોના રૂંવાડા ઉભા થઇ રહ્યા છે.

Niraj Patel