રસ્તા વચ્ચે જ સાપ અને નોળીયા વચ્ચે શરૂ થયું ભયંકર યુદ્ધ, લોકો પણ દૂર ઉભા રહીને નજારો જોતા રહ્યા, જુઓ વીડિયોમાં કોની થઇ જીત ?

પ્રાણીઓની લડાઈના ઘણા વીડિયો તમે વાયરલ થતા જોયા હશે. ઘણીવાર જંગલ સફારી દરમિયાન પણ ઘણા પ્રાણીઓને આપણે આંખો સામે ઝઘડતા જોયા હશે, તો ગામડામાં ખાસ કરીને સાપ અને નોળિયાની લડાઈ થતી જોવા મળતી હોય છે. સાપ અને નોળિયાની લડાઈમાં મોટાભાગે જીત નોળિયાની જ થતી હોય છે, પરંતુ બંનેની લડાઈનો નજારો રૂંવાડા ઉભા કરી દેનારો હોય છે. ત્યારે હાલ એવો જ એક વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.

આ વીડિયોમાં જોઈ શકાય છે કે કોબ્રા અને નોળિયો એકબીજા પર ઘણી વખત હુમલો કરે છે. શરૂઆતથી જ નોળિયો સાપ પર વર્ચસ્વ જમાવવાનો પ્રયાસ કરે છે અને પછી અચાનક કંઈક એવું થાય છે કે તમે પણ ચોંકી જશો. વીડિયોમાં લોકો કોબ્રા અને નોળીયાથી થોડે દૂર ઉભા રહીને લડાઈના પરિણામની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

પરંતુ વીડિયોના અંતે નોલયો કિંગ કોબ્રાને પોતાનો શિકાર બનાવવામાં સફળ થાય છે. આ યુદ્ધમાં નોળિયો જીતી ગયો. તમે નોળીયાના મોંમાં સાપ જોઈ શકો છો. આ વીડિયો જોઈને અંદાજ લગાવવો મુશ્કેલ હતો કે આખરે કોણ જીતશે. આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરવામાં આવ્યો છે.

વીડિયો ઘણી વખત જોવામાં આવ્યો છે. એટલું જ નહીં, હજારો લોકોએ તેને લાઇક કર્યું છે અને ઘણા લોકોએ કમેન્ટ સેક્શનમાં પોતાની અલગ-અલગ પ્રતિક્રિયાઓ પણ આપી છે. કેટલાક લોકો ભયભીત દેખાતા હતા તો કેટલાક રોમાંચથી ભરેલા હતા. તો ઘણા લોકો આ વીડિયોને બહુ જ ખતરનાક પણ ગણાવી રહ્યા છે.

Niraj Patel