અમેરિકાની ધરતી ઉપર કિંજલ દવેએ ભરી દીધો ગુજરાતનો રંગ, જુઓ વીડિયો અને તસીવરોમાં કિંજલે અમેરિકાને ઝુમાવી દીધું પોતાના તાલ ઉપર
કિંજલ દવેની ઓળખ આજે ગુજરાતના દરેક ઘરમાં છે, તેને પોતાના સુમધુર અવાજથી ગુજરાતીઓના દિલ જીતી લીધા છે, કિંજલ દવે ભારતની સાથે સાથે વિદેશોમાં પણ પોતાના કાર્યક્રમો દ્વારા ધૂમ મચાવતી હોય છે. હાલમાં કિંજલ દવે પોતાના સુર તાલના સથવારે અમેરિકાને ઝુમાવી રહી છે.
કિંજલ દવે હાલ અમેરિકામાં પોતાના સ્ટેજ શો કરી રહી છે, જેની ઘણી તસવીરો અને વીડિયો પણ સામે આવ્યા છે, જેમાં અમેરિકામાં વસી રહેલા ગુજરાતીઓ કિંજલના તાલ ઉપર ઝુમતા જોવા મળી રહ્યા છે.
કિંજલ દવેએ પોતાના અમેરિકા પ્રવાસની કેટલીક તસવીરો પણ પોતાની ઇન્સ્ટા સ્ટોરીમાં શેર કરી હતી, જેમાંની એક તસ્વીરમાં તે પ્લેનની સફર માણતી જોવા મળી રહી છે. કિંજલ દ્વારા શેર કરવામાં આવેલી આ તસવીરને પણ તેના ચાહકો ખુબ જ પસંદ કરી રહ્યા છે.
આ ઉપરાંત કિંજલ દવેએ એરપોર્ટ ઉપર ઉતર્યા બાદની પણ કેટલીક તસવીરો શેર કરી છે, જેમાં તે પોતાનો સામાન લઈને અમેરિકાના રસ્તા ઉપર ઉભેલી જોઈ શકાય છે, કિંજલની આ તસ્વીરોને પણ ચાહકો પસંદ કરી રહ્યા છે અને સાથે સાથે કોમેન્ટ પણ કરતા જોવા મળી રહ્યા છે.
અમેરિકાની અંદર કિંજલ દવેનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું, કિંજલ દવેને એક શાનદાર લાલ રંગની ગાડીમાં બેસાડીને સ્ટેજ સુધી લાવવામાં આવી હતી. જેની ઘણી તસવીરો પણ કિંજલ દવેએ સ્ટોરીમાં શેર કરી હતી.
કિંજલ દવેના પિતા લલિત દવેએ પણ કિંજલની કેટલીક તસવીરો પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઇન્સ્ટાગ્રામમાં શેર કરી છે, જેમાં એક તસવીરની અંદર તે કિંજલ દવે સાથે જોવા મળી રહ્યા છે. તો અન્ય તસવીરોની અંદર કિંજલ સ્ટેજ ઉપરથી ગીતો લહેરાવતી જોવા મળી રહી છે.
લલિત દવેએ આ તસવીરો શેર કરવાની સાથે એક સરસ મજાનું કેપશન પણ આપ્યું છે, તેમને લખ્યું છે કે, “ઝાડ વાવો એટલે ફળ આવતા વાર લાગે પણ આવે ચોક્કસ છે, એમ જેવું કર્મ કરો એવું ભોગવાનું પણ આવે એ પણ ચોક્કસ છે જય ચેહર સરકાર જેસંગપુરા”
કિંજલ દવે અમેરિકામાં અલગ અલગ સ્થળો ઉપર પોતાના કાર્યક્રમો કરી રહી છે. જેના ઘણા વીડિયો પણ સામે આવી રહ્યા છે. આ વીડિયોની અંદર કિંજલ દવે પોતાના સુમધુર અવાજની અંદર ગુજરાતી ગીતો લહેરાવી રહી છે.
View this post on Instagram
કિંજલ દવેના કોકીલકંઠી અવાજના તાલ ઉપર અમેરિકામાં વસનારા ગુજરાતીઓ પણ ઝુમતા જોવા મળી રહ્યા છે. કિંજલ દવેના અવાજ ઉપર ગુજરાતીઓ ગરબે ઘૂમતા વીડિયોની અંદર જોવા મળી રહ્યા છે.
View this post on Instagram
અમેરિકા પહોંચ્યા પહેલા પણ કિંજલ દવેએ ગુજરાતની બહાર હૈદરાબાદમાં ગરબા કાર્યક્રમ કર્યો હતો. ત્યાં પણ તેને પોતાના અવાજથી ધૂમ મચાવી હતી. જેની પણ ઘણી તસવીરો અને વીડિયો સામે આવ્યા હતા. જે સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ પણ થયા હતા.
કિંજલ દવેનું હૈદરાબાદમાં પણ રાજકુમારીની જેમ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.રાજકુમારીની જેમ તેને પાલખીમાં બેસાડીને સ્ટેજ સુધી લઇ જવામાં આવે છે તે વીડિયો ખુબ વાયરલ થયો હતો.
જોકે કિંજલે આજે જ ટેમ્પા ફ્લોરિડાની નવી તસવીરો મૂકી છે જેમાં તેને લખ્યું છે કે જુઓ ટેમ્પા ફ્લોરિડાની ઝલક. આ તસ્વીરને ગણતરીના કલાકોમાં જ 90000 કરતા વધુ લાઇક્સ મળી ચુક્યા છે.
આ તસ્વીરમાં કિંજલ દવેનો એક અલગ જ અંદાજ જોવા મળે છે. કિંજલ દવે સોશિયલ મીડિયા પર સતત એક્ટિવ રહે છે અને અવારનવાર પોતાની તસ્વીરો ચાહકો માટે શેર કરતી રહે છે.