સુપ્રસિદ્ધ ગાયિકા કિંજલ દવેએ ખુબ જ ખાસ અંદાજમાં ઉજવ્યો પિતા લલિત દવેનો જન્મ દિવસ, આપી એવી શાનદાર ભેટ કે પિતા પણ થયા ખુબ જ ખુશ

પિતાના જન્મ દિવસ ઉપર લાડકી દીકરી કિંજલ દવેએ શેર કર્યો શાનદાર વીડિયો, કેપેશન એવું લખ્યું કે વાંચીને તમે પણ ભાવુક થઇ જશો

ગુજરાતી ગીતોની ગાયિકીમાં પોતાનું આગવું નામ ધરાવતી ગાયિકા કિંજલ દવે આજે ગુજરાતના દરેક ઘરમાં પોતાનું આગવું નામ ધરાવે છે. કિંજલ દવે અને તેના ગીતો બંને ખુબ જ લોકપ્રિય છે, કિંજલ દવેના અંગત જીવન વિશે પણ તેના ચાહકો હરદમ જાણવા માંગતા હોય છે અને એટલે જ તેના સોશિયલ મીડિયામાં પણ તેની સાથે લાખો લોકો જોડાયેલા રહે છે.

કિંજલ પણ તેના સોશિયલ મીડિયા દ્વારા તેના જીવન સાથે જોડાયેલી અપડેટ શેર કરતી રહે છે. કિંજલ હંમેશા તેની લેટેસ્ટ તસવીરો અને વીડિયો દ્વારા ચાહકોનું દિલ જીતતી રહે છે, કિંજલ આજે આટલું મોટું નામ છે તેની પાછળ એક વ્યક્તિનો ખુબ જ મોટો હાથ રહેલો છે અને તે હાથ છે તેના પિતા લલિત દવેનો.

લલિત દવેએ તેમની દીકરી કિંજલ દવેનો દરેક ડગલે પગલે સાથ આપ્યો છે, તેના ઘણા કાર્યક્રમોમાં પણ તે તેમની સાથે જ રહે છે, ત્યારે જયારે જેને સફળતાની સીડી ચિદ્ધતા શીખવી હોય એવા પિતાનો જન્મ દિવસ હોય ત્યારે દીકરીની ખુશી સાતમા આસમાને હોય, હાલ આવું જ કિંજલ દવે સાથે પણ થયું.

હાલમાં જ લલિત દવેનો જન્મ દિવસ હતો અને તેની ખાસ ઉજવણી કિંજલ દવેએ અનોખા અંદાજમાં કરી હતી, સાથે જ કિંજલે તેના પિતાને એક શાનદાર ભેટ પણ આપી. જેનો એક વીડિયો પણ તેને પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઇન્સ્ટાગ્રામ ઉપર શેર કર્યો છે, જે હાલ ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.

વીડિયોની અંદર જોવા મળી રહ્યું છે કે લલિત દવે ઘણી બધી કેકની સામે ઉભા છે અને કિંજલ દવે તેમના ગળામાં એક ચેઇન પહેરાવી રહી છે, ચેઇન પહેરીને લલિત દવે ખુબ જ ખુશ જોવા મળે છે અને તે કેમેરા સામે પણ આ ચેઇન બતાવે છે અને ખુશ થતા નજર આવે છે, કિંજલ દવેએ તેના પિતા લલિત દવેને ચેહર માતાજીના પેન્ડલ વાળી એક ખુબ જ શાનદાર ચેઇન ભેટમાં આપી છે.

આ વીડિયોની અંદર બીજી પણ કેટલીક ક્ષણો દિલ જીતી લેનારી છે, જેમાં કિંજલ અને પિતા લલિત દવેની ઘણી બધી યાદો જોડાયેલી છે. કિંજલ દવેના ચાહકો પણ તેના આ વીડિયો ઉપર ખુબ જ કોમેન્ટ કરી રહ્યા છે અને લલિત દવેને જન્મ દિવસની શુભકામનાઓ પણ પાઠવી રહ્યા છે. કિંજલ દવેએ આ વીડિયો શેર કરવાની સાથે એક ખુબ જ શાનદાર કેપ્શન પણ આપ્યું છે.

તેને લખ્યું છે, “ક્યારેક તમે નથી કરી શકતા… તમારી ભાવનાઓનું વર્ણન કરવા માટે શબ્દો છે. એટલા માટે કંઈપણ ક્હેવા નથી ઇચ્છતી બસ તમને દરેક વસ્તુથી વધારે પ્રેમ કરું છું, પપ્પા તમને સૌથી વધારે પ્રેમ કરું છું.” આ પોસ્ટમાં જ પિતા લલિત દવેએ પણ કોમેન્ટ કરી છે અને લખ્યું છે, “અમુક વાર શબ્દ બોલવા માટે જીભ અને શ્વાસ બંને રોકાઈ જાય છે, બસ અહેસાસ કરી શકાય છે. નિઃશબ્દ”

આ ઉપરાંત લલિત દવેએ પણ તેમના જન્મ દિવસની ઉજવણીની ઘણી બધી તસવીરો તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઇન્સ્ટાગ્રામ ઉપર શેર કરી છે, આ સાથે જ તેમને કેપ્શનમાં એક સરસ મજાની કવિતા પણ પોસ્ટ કરી છે. આ તસ્વીરોમાં તે પોતાના પરિવાર અને પરિચિતો સાથે જન્મ દિવસની ઉજવણી કરતા જોવા મળી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Kinjal Dave (@thekinjaldave)

કિંજલ દવેના ભાઈ આકાશ દવેએ પણ તેના ઇન્સ્ટાગ્રામ ઉપર આ જન્મ દિવસની ઉજવણીની કેટલીક પળોને તસવીરો રૂપે શેર કરી છે. જેમાં એક તસવીરમાં કિંજલ દવેનો ભાવિ પતિ પવન જોશી, તેની બહેન, લલિત દવે અને આકાશ દવે એક જ ફ્રેમમાં જોવા મળી રહ્યા છે. આ ઉપરાંત બીજી તસવીરમાં આખો પરિવાર જોવા મળી રહ્યો છે.

Niraj Patel