મનોરંજન

અમિતાભ બચ્ચનની જુમા-ચુમા ગર્લ આજ કાલ શું કરી રહી છે ? જાણો

બોલીવુડની ઘણી એક્ટ્રેસોએ વર્ષો સુધી બોલીવુડમાં રાજ કર્યું હતું, આ એક્ટ્રેસોએ બોલીવુડમાં ઘણી સુપરહિટ ફિલ્મ પણ આપી હતી. પરંતુ તે પૈકી ઘણી એક્ટ્રેસોએ અચાનકે જ ફિલ્મી દુનિયાને અલવિદા કહી ગુમનામીની જિંદગી જીવવા લાગી હતી. આવી જ એક એક્ટ્રેસ છે કિમિ કાટકર.

 

View this post on Instagram

 

A post shared by PoonamDhillon (@poonam_dhillon_) on

કિમિ કાટકર 80 અને 90ના દાયકાની બોલ્ડ એક્ટ્રેસ પૈકી એક છે. કિમિ ટારઝન ગર્લ તરીકે પણ જાણીતી છે. કિમિ કાટકરે તેની કરિયરની શરૂઆત 1985માં આવેલી ફિલ્મ ‘પથ્થર દિલ’ થી સહાયક એક્ટ્રેસ તરીકે કરી હતી. આ બાદ કીમી 1985માં ફિલ્મ ટારઝનમાં જોવા મળી હતી.

 

View this post on Instagram

 

A post shared by Elena Zayets (@bollywood_dream) on

આ ફિલ્મમાં કિમીના બોલ્ડ દ્રશ્યોને કારણે આજે પણ તેને યાદ કરવામાં આવે છે. આ બાદ કિમીએ જુલ્મકી હકીકત, વર્દી, દરિયા દિલ, મર્દકી જુબા, મેરા દિલ અને ગેર કાનૂની, જૈસી કરની વૈસી ભરની, શેર દિલ જેવી ફિલ્મોમાં નજરે આવી હતી.

 

View this post on Instagram

 

A post shared by Elena Zayets (@bollywood_dream) on

1991માં કિમિ કાટકર ‘હમ’ ફિલ્મમાં અમિતાભ બચ્ચનની એક્ટ્રેસનો રોલ નિભાવ્યો હતો. આ ફિલ્મનું એક ગીત જુમ્મા… ચુમ્મા દે દે અમિતાભ અને કિમિ પર અજમાવવામાં આવ્યું હતું. ‘હમ’ ફિલ્મ બાદ કિમિ ત્રણથી ચાર ફિલ્મોમાં જોવા મળી હતી આ બાદ તે ગાયબ થઇ ગઈ હતી. કહેવામાં આવી રહ્યું છે કે, ‘હમ’ ની સફળતા બાદ કિમિ આગળ વધી શકતી હતી પરંતુ તેને સમજી વિચારીને જ ફિલ્મ સાઈન કરવાનું શરૂ કરી દીધું હતું.

 

View this post on Instagram

 

A post shared by Sankalp Rastogi (@srastogi84) on

કિમિ કાટકરની ફિલ્મી કરિયર બહુજ નાનું રહ્યું હતું પરંતુ તેને જે પ્રકારની ફિલ્મ કરી છે તે પ્રમાણે તે ફિલ્મમાં ઘણી બિન્દાસ હતી. કિમીની ખૂબસૂરતીની ચર્ચા તે સમયે થતી હતી. કીમી છેલ્લે 1992માં આવેલી ફિલ્મ ‘ હમલા’ માં નજરે આવી હતી.

 

View this post on Instagram

 

A post shared by FILMSZILLA (@filmszilla) on

કિમીએ ફોટોગ્રાફર અને પ્રોડ્યુસર શાંતનુ શ્યોરે સાથે લગ્ન કર્યા બાદ તે ઓસ્ટ્રલિયા રહેતી હતી. હાલ તે તેના પતિ અને દીકરા સાથે પુણેમાં રહે છે. કિમિ હજુ પણ બોલીવુડની કોઈ-કોઈ ઇવેન્ટમાં નજરે ચડે છે.

 

View this post on Instagram

 

A post shared by Queens Of the World (@azy_queens) on

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.