માસ્ક પણ ન પહેર્યું અને ટેનિસ સ્ટાર સાથે ઇલુ ઇલુ ચાલી રહ્યું છે મોહબ્બતેંની આ સૌથી બોલ્ડ હિરોઇનનું…જુઓ PHOTOS
બોલિવુડ અભિનેત્રી કિમ શર્મા ભલે મોટા પડદાથી દૂર હોય પરંતુ તે તેની પર્સનલ લાઇફને લઇને ખૂબ ચર્ચામાં રહે છે. કિમ શર્માનું નામ ઘણીવાર કોઇના કોઇ સાથે જોડાય છે. હર્ષવર્ધન રાણે સાથે બ્રેકઅપ બાદ કિમ શર્માનું નામ ટેનિસ સ્ટાર લિએંડર પેસ સાથે જોડાયુ. ખબર આવી હતી કે બંને એકબીજાને ડેટ કરી રહ્યા છે. તે બંનેની ગોવાની તસવીર પણ સોશિયલ મીડિયામાં છવાઇ ગઇ હતી.
હાલમાં જ તે બંનેને મુંબઇમાં સ્પોટ કરવામાં આવ્યા હતા. તે બંનેને મુંબઇમાં રોમેન્ટિક સૈર પર સ્પોટ કરવામાં આવ્યા હતા. કથિત કપલની પેપરાજીઓ દ્વારા ઘણી તસવીરો કેમેરામાં કેદ થઇ હતી. કિમ તેના ડોગને લઇને લિએંડર સાથે વોક પર નીકળી હતી. જયાં બંને વોક એન્જોય કરી રહ્યા હતા..
આ દરમિયાન તે બંનેએ માસ્ક પહેર્યુ ન હતુ અને આ કારણે તે બંને ટ્રોલ પણ થયા હતા. લોકોએ પૂછ્યુ કે, માસ્ક કેમ નથી પહેર્યુ. ઇન્સ્ટાગ્રામ પર સેલિબ્રિટી ફોટોગ્રાફર દ્વારા શેર કરવામાં આવેલ વીડિયોમાં કિમ પિંક મેક્સી ડ્રેસમાં જોવા મળી રહી છે અને લિએંડર પેસ વ્હાઇટ ટી શર્ટટ અને શોર્ટ્સમાં જોવા મળી રહ્યો છે.
આ વીડિયો પોસ્ટ કરવામાં આવ્યો ત્યારથી જ યુઝર્સે સવાલ ઉઠાવવાના શરૂ કરી દીધા. એક યુઝરે કમેન્ટ કરી લખ્યુ, કોઇ માસ્ક નહિ, પ્લીઝ આવી પોસ્ટને વધારો ન આપો. એક બીજા યુઝરે લખ્યુ કે, માસ્ક પહેરવુ જરૂર નથી કિમ અને લિએંડર ?
કિમ અને લિએંડરની આ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. જો કે, કેટલાક લોકો કિમ અને લિએંડરની માસ્ક ન પહેરવા માટે આલોચના કરી રહ્યા છે. એક યુઝરે તો એવી કમેન્ટ કરી કે, ડોગ એ છે, માલકિન પણ એ જ છે બસ માલકિનના આશિક બદલાઇ ગયા. બીજા એક યુઝરે લખ્યુ કે, કિમ શર્માનો નવો શિકાર, ત્યાં એક અન્ય યુઝરે લખ્યુ કે, કેટલા બોયફ્રેન્ડ બનાવીશ.
છેલ્લા મહિને જ ગોવા વેકેશનની બંનેની તસવીર વાયરલ થઇ હતી. જયાં બંને રોમેન્ટિક પોઝમાં એકબીજાને હગ કરી ઊભા હતા. આ તસવીર સામે આવ્યા બાદ જ તેમના અફરેની ખબરો વાયરલ થઇ હતી. ત્યારથી જ કિમ અને લિએંડર બંને ચર્ચામાં છે.

કિમ અને લિએંડરની સાથે તસવીરો સોશિયલ મીડિયામાં છવાયેલી રહે છે. કિમ અને લિએંડર પેસ બંનેએ કયારેય પણ પોતાના સંબંધ વિશે ખુલીને કહ્યુ નથી પરંતુ તસવીરો બધુ જ કહી દે છે. લિએંડરની વાત કરીએ તો, તેમની અલગ થઇ ચૂકેલી પાર્ટનર રિયા પિલ્લઇ સાથે એક દીકરી છે. બંને 2005માં લિવ ઇનમાં હતા પરંતુ બાદમાં અલગ થઇ ગયા હતા.
View this post on Instagram