ખેલ જગત દિલધડક સ્ટોરી મનોરંજન

In Pics: યુવરાજ સિંહે રિટાયરમેન્ટ પાર્ટીમાં એક્સ ગર્લફ્રેન્ડ કિમ શર્મા સાથે મસ્તી, આવી હતી પત્ની હેઝલની પ્રતિક્રિયા

ભારતીય ક્રિકેટ ટીમના દિગ્ગજ ક્રિકેટર યુવરાજ સિંહે 9 જૂનના રોજ આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી સન્યાસની જાહેરાત કરી હતી. ક્રિકેટથી રિટાયરમેન્ટ લીધા પછી શનિવારના રોજ યુવરાજ સિંહે રિટાયરમેન્ટ પાર્ટીનું આયોજન કર્યું હતું. આ પાર્ટીમાં બોલિવૂડ, ક્રિકેટ અને બિઝનેસ જગતના મોટા-મોટા લોકોએ હાજરી આપી હતી. આ પાર્ટીની તસ્વીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે.

 

View this post on Instagram

 

#akashambani #nitaambani #yuvrajsingh #shlokamehta poses for media @yuvisofficial retirement bash in mumbai! #mumbai #cricket

A post shared by Freak Out Bollywood (@freakout.bollywood) on

આ પાર્ટીમાં આકાશ અંબાણી અને તેમની પત્ની શ્લોકા અંબાણી હાજર રહયા હતા અને નીતા અંબાણી પણ ખાસ આ પાર્ટીમાં પહોંચ્યા હતા. આ સિવાય આ પાર્ટીમાં ફરહાન અખાતર અને તેમની ગર્લફ્રેન્ડ શિબાની દાંડેકર કેઝ્યુલ લૂકમાં જોવા મળ્યા, જયારે ઇરફાન પઠાણે તેમની પત્ની અને બાળકો સાથે હાજરી આપી હતી. સાથે જ રવીના ટંડને પણ પતિ સાથે હાજરી આપી હતી અને નેહા શર્મા અને સાનિયા મિર્ઝા પણ આ પાર્ટીમાં આવ્યા હતા.

 

View this post on Instagram

 

Not over yet #yuvrajsingh today for his retirement bash #viralbhayani @viralbhayani

A post shared by Viral Bhayani (@viralbhayani) on

યુવરાજ સિંહની આ પાર્ટીમાં તેમનો પરિવાર પણ સામેલ થયો હતો, સાથે જ તેમની પત્ની હેઝલ કીચ પણ સ્ટનિંગ લૂકમાં જોવા મળી હતી. પાર્ટીમાં હેઝલ બ્લેક આઉટફિટમાં જોવા મળી. જયારે યુવરાજે બ્લેક જેકેટ અને વ્હાઇટ પેન્ટ પહેર્યું હતું. આ પાર્ટીમાં બધાનું જ ધ્યાન સૌથી વધુ કિમ શર્માએ ખેંચ્યું હતું. કિમ શર્મા એનિમલ પ્રિન્ટવાળા ડ્રેસમાં પાર્ટીમાં પહોંચી હતી. જણાવી દઈએ કે કિમ શર્મા યુવરાજની એક્સ ગર્લફ્રેન્ડ છે. બંનેએ લગભગ 4 વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યા હતા.

 

View this post on Instagram

 

#hazelkeech at hubby #yuvrajsingh retirement bash #viralbhayani @viralbhayani

A post shared by Viral Bhayani (@viralbhayani) on

આ પાર્ટીની ઘણી તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. પણ એક તસ્વીરે બંધનું જ ધ્યાન આકર્ષિત કર્યું છે, જેમાં યુવરાજ સિંહ પોતાની પત્ની હેઝલ અને એક્સ ગર્લફ્રેન્ડ કિમ શર્માની વચ્ચે ઉભેલા નજરે આવે છે. એવું માનવામાં આવે છે કે બંનેનું બ્રેકઅપ થયા પછી પણ બંને સારા મિત્રો છે. યુવરાજ જ નહિ પણ હેઝલ પણ કિમની સારી મિત્ર છે. એવામાં આ પહેલીવાર છે કે આ ત્રણેય લોકો એક જ ફ્રેમમાં સાથે જોવા મળ્યા હોય.

વાયરલ થયેલી આ તસ્વીરોમાં જોઈ શકાય છે કે યુવરાજ અને કિમ એકબીજા સાથે ખૂબ જ મસ્તી કરતા દેખાઈ રહયા છે. બંનેના ચાહકોને પણ તેમની આ તસ્વીર ખૂબ જ પસંદ આવી રહી છે. હેઝલ કીચે શેર કરેલી આ તસવીરો પર કિમ શર્માએ કોમેન્ટ કરી લખ્યું છે, તમે બંને ચમકતા રહો.

 

View this post on Instagram

 

#yuvrajsingh with #kimsharma last evening at the bash #viralbhayani @viralbhayani

A post shared by Viral Bhayani (@viralbhayani) on

આ સિવાય કિમે પણ આ પાર્ટીની તસવીરો શેર કરી છે અને યુવરાજને રિટાયરમેન્ટ પછી નવી ઇંનિંગ્સ માટે શુભકામનાઓ આપી છે. એક અન્ય તસ્વીરમાં કિમ શર્માએ લખ્યું છે – ઍડલ્ટ્સ. આ પહેલા પણ યુવરાજના રિટાયર્મેન્ટની જાહેરાત બાદ પણ કિમે તેમને સોશિયલ મીડિયા પર પોસ્ટ લખીને શુભકામનાઓ આપી હતી અને અત્યાર સુધીના કામના વખાણ કર્યા હતા.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks