મોહબ્બતે વાળી બોલ્ડ અભિનેત્રી યાદ છે? પહેલી એનિવર્સરી પર 42 વર્ષની ખુબસુરત અભિનેત્રીએ શેર કરી નવી તસવીરો, ફેન્સ બોલ્યા શું નસીબદાર છે તે

ફિલ્મ મોહબ્બતેમાં પોતાની ચુલબુલી અદાઓથી ફેમસ થયેલી બૉલીવુડ અભિનેત્રી કિમ શર્મા અવારનવાર પોતાની પર્શનલ અને પ્રોફેશનલ લાઈફને લીધે ચર્ચામાં બનેલી રહે છે.કિમ શર્મા ઘણા સમયથી ટેનિસ પ્લેયર લિએન્ડર પેસને ડેટ કરી રહી છે. બંને એકબીજાના પરિવારની પણ ખુબ નજીક છે અને વેકેશન કે તહેવારોની ઉજવણી પણ બંને સાથે જ કરે છે. કિમ અવાર નવાર લિએન્ડર સાથેની તસવીરો પણ પોતાના એકાઉન્ટ પર શેર કરતી રહે છે. એવામાં કિમ અને લિએન્ડરના રિલેશનશિપને એક વર્ષ પૂર્ણ થયું છે. આ ખાસ દિવસની ઉજવણી બંનેએ ખૂબ સુંદર રીતે કરી છે અને તસવીરો શેર કીને ચાહકોને પણ પોતાની એનિવર્સરીની જાણ કરી છે.

 

View this post on Instagram

 

A post shared by Kimi Sharma (@kimsharmaofficial)

કિમ અને લીએન્ડરે ક્યારેય પણ પોતાના રિલેશનને છુપાવવાની કોશિશ નથી કરી, જ્યારે પણ મૌકો મળે તેઓ સોશિયલ મીડિયા પર એકબીજા પ્રત્યે પ્રેમ લૂંટાવતા જોવા મળે છે. બંનેએ પોતાની એનિવર્સરીની સુંદર તસવીરો શેર કરી છે જેમાં તેઓ અલગ અલગ પોઝમાં દેખાઈ રહ્યા છે. કિમે તસવીરો શેર કરીને લખ્યું કે,”હેપ્પી એનિવર્સરી ચાર્લ્સ, 365 દિવસ. ખુશી અને કંઈક શીખવાની અનંત ક્ષણ, તમે મારા છો તેના માટે ખુબ ખુબ આભાર. લવ યુ”.

 

View this post on Instagram

 

A post shared by Leander Paes (@leanderpaes)

લીએન્ડરે પણ સુંદર તસ્વીરોની સાથે કિમને એનિવર્સરીની શુભકામના આપી છે.લીએન્ડરે તસવીરો શેર કરીને લખ્યું કે,”હેપ્પી એનિવર્સરી મિચ. 365 દિવસોની યાદો માટે અને રોજ એકસાથે જીવનને શીખવા માટે આભાર.તું મને પહેલી જ નજરમાં પસંદ આવી ગઈ હતી’.બંનેના કૈપ્શન પરથી એ પણ ખુલાસો થયો કે લિએન્ડર કિમને મિચ અને કિમ લીએન્ડરને ચાર્લ્સ જેવા નિક નામથી બોલાવે છે.તસવીરોમાં બંને એકબીજા સાથે ખુબ જ ખુશ દેખાઈ રહ્યા છે અને રોમેન્ટિક ક્ષણ વિતાવી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by BollywoodMDB (@bollywoodmdb.official)

અમુક તસવીરોમાં બંને એકબીજા સાથે પ્રેમની પળો વિતાવતા તો અમુકમાં બાઈક રાઈડ કરતા દેખાઈ રહ્યા છે. એક તસવીરમાં બંને દરિયા કિનારે રેતીમાં બેસીને પોઝ આપી રહ્યા છે જ્યારે એક તસ્વીરમાં બંને ફૂડ ખાઈ રહ્યા છે. તસ્વીરની સાથે વિડીયો પણ છે જેમાં કિમે વ્હાઇટ પ્રિન્ટેડ બિકી પહેરી રાખી છે અને લિએન્ડર તેને બાહોમાં ઊંચકી રહ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Goa Times (@goatimestoi)

બંનેની પહેલી વાર તસ્વીર ગત વર્ષે જુલાઈ મહિનામાં સામે આવી હતી, જેમાં બંને ગોવાના એક રિસોર્ટમાં સમય વિતાવતા જોવા મળ્યા હતા.ત્યારથી લોકોનું માનવું હતું કે બંને એકબીજાને ડેટ કરી રહ્યા છે. કિમે વર્ષ 1993માં ફિલ્મ ડર દ્વારા બોલીવુડમાં એન્ટ્રી લીધી હતી પણ તેને લોકપ્રિયતા શાહરુખ ખાન સાથેની મોહબ્બતેં દ્વારા મળી હતી. જેના પછી તેણે તુમસે અચ્છા કૌન હૈ, ફિદા, ટૉમ, ડિક એન્ડ હૈરી, જિંદગી રૉક્સ, મની હૈ તો હની હૈ જેવી ફિલ્મોમાં કામ કર્યું હતું. આ સિવાય કિમ રાજામૌલીની ફિલ્મ મગધીરામાં સ્પેશિયલ અપિયરેન્સના રૂપે જોવા મળી હતી.

હાલ કિમ ફિલ્મોથી દૂર પોતાની પર્સનલ લાઈફ એન્જોય કરી રહી છે. જો કે લિએન્ડર પહેલા કિમ ઘણા રિલેશનમાં રહી ચુકી છે. કિમ ક્રિકેટર યુવરાહ સિંહ સાથેની નજીકતાને લીધે પણ ચર્ચામાં આવી હતી. ચાહકોને ધક્કો ત્યારે લાગ્યો જ્યારે જાણવા મળ્યું કે કિમે વર્ષ 2010માં અલી પંજાની સાથે લગ્ન કર્યા, લગ્ન પછી તે કેન્યા શિફ્ટ થઇ ગઈ હતી અને વર્ષ 2016માં બંનેના છૂટાછેડા થઇ ગયા હતા. જો કે કિમ અને અભિનેતા હર્ષવર્ધન રાણેના રિલેશનની પણ ખુબ ચર્ચાઓ થઇ હતી બંને એકબીજા સાથે અવાર નવાર પાર્ટી કે ઇવેન્ટમાં સ્પોટ થતા હતા.

વાત કરીએ લિએન્ડર પેસની તો તેણે બે વાર લગ્ન કર્યા અને છૂટાછેડા થયા હતા.લિએન્ડરના પહેલા લગ્ન અભિનેત્રી મહિમા ચૌધરી સાથે વર્ષ 2000માં થયા હતા જો કે વર્ષ 2003માં આ લગ્ન તૂટી ગયા હતા, જેના પછી લીએન્ડરે સંજય દત્તની પૂર્વ પત્ની રિયા પિલ્લઈ સાથે લગ્ન કર્યા હતા અને વર્ષ 2014માં આ લગ્ન પણ તૂટી ગયા હતા.કિમ શર્મા અને સંજય દત્ત ફિલ્મ નહલે પે દહેલામાં સાથે જોવા મળ્યા હતા, ફિલ્મમાં બિપાશા બાસુ પણ ખાસ કિરદારમાં હતી.

Krishna Patel