આ નવા બોયફ્રેન્ડ પહેલા આ 6 હસ્તીઓના રિલેશનશિપને લઈને ચર્ચામાં રહી છે કિમ શર્મા, જાણો કોણ કોણ છે સામેલ ?

યુવરાજ સિંહથી લઈને હર્ષ વર્ધન રાણે સુધી આ સેલેબ્સના સંબંધમાં રહી ચુકી છે કિમ શર્મા, હવે નવો બોયફ્રેન્ડ શોધ્યો- જુઓ

સોશિયલ મીડિયામાં હાલ અભિનેત્રી કિમ શર્મા અને લિએન્ડર પેસના અફેરની ચર્ચાઓ ચાલી રહી છે. તે બંનેને ગોવામાં સાથે વેકેશન મનાવતા પણ જોવામાં આવ્યા, જેની ઘણી તસવીરો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ ચુકી છે. આ પહેલા પણ કિમ શર્માના અફેરની ખબરો સામે આવી ચુકી છે. જેમાં ખ્યાતનામ હસ્તીઓના પણ નામ સામેલ છે, આજે અમે તમને જણાવીશું કે કિમ શર્માના કોની કોની સાથે રિલેશન શિપ ચર્ચામાં રહી હતી.

1. યુવરાજ સિંહ:
યુવરાજ સિંહ અને કિમ શર્માના અફેરની ખબરો ત્યારે સાંભળવા મળી હતી જયારે યુવરાજ પોતાનું કેરિયર બનાવી રહ્યો હતો. વર્ષ 2003માં બંનેએ એકબીજાને ડેટ કરવાનું શરૂ કર્યું હતું અને 4 વર્ષ સુધી બંનેએ એકબીજાને ડેટ કર્યું. જેના બાદ બંને વચ્ચે બ્રેકઅપ થઇ ગયું, પરંતુ આજે પણ કિમ અને યુવરાજ સ્ટે મિત્રો છે.

2. કૈરલોન મેરિન:
યુવરાજ સાથે બ્રેકઅપ બાદ કિમે અલી પૂંજાની સાથે લગ્ન કરી લીધા, પરંતુ આ પહેઅલ તે સ્પેનિશ બોયફ્રેન્ડ કૈરલોન મેરિન સાથે ડેટિંગની ખબરોને કારણે ચર્ચામાં આવી હતી. ખબર તો એવી પણ આવી હતી કે કૈરલોન મેરિન સાથે કિમે સગાઈ પણ કરી લીધી હતી. વાત લગ્ન સુધી પહોંચે એ પહેલા જ બંનેનું બ્રેકઅપ થઇ ગયું હતું. જેના બાદ બિઝનેસમેન અલી પૂંજાનીની કીમના જીવનમાં એન્ટ્રી થઇ.

3. અર્જુન ખન્ના:
કિમ શર્મા મેન્સવેયર ડિઝાઈનર અર્જુન ખન્ના સાથેના અફેરને લઈને પણ ખુબ જ ચર્ચામાં રહી હતી. બંને ઘણીવાર જાહેરમાં સાથે જોવા મળ્યા હતા. એક રિપોર્ટ પ્રમાણે અર્જુન ખન્ના અને તેની પત્ની શેફાલી વચ્ચે મતભેદનું કારણ પણ કિમ શર્મા રહી હતી.

4. હર્ષ વર્ધન રાણે:
કિમ શર્મા અને હર્ષ વર્ધન રાણેએ પોતાના રિલેશનશિપને ખુલીને સ્વીકાર્યો હતો. વર્ષ 2017માં કિમ અને હર્ષ વર્ધનના ડેટિંગની ખબરો સામે આવી હતી. ઘણા પ્રસંગોમાં બંનેને સાથે પણ જોવામાં આવ્યા હતા. પરંતુ વર્ષ 2019માં બંને  વચ્ચે કેટલાક ઝઘડાઓ થયા અને પછી બંનેના બ્રેકઅપની ખબર સામે આવી હતી.

5. અમિત સાધ:
ગયા વર્ષે જ કિમ શર્માનું નામ અમિત સાધ સાથે જોડાયું હતું. અમિત દુબઇ ગયો હતો ત્યાં તેની સાથે કિમ શર્મા નજર આવી હતી. અને ત્યારથી જ બંને વચ્ચે રોમાન્સની ખબર સામે આવી હતી. અમિતે આ અફવાઓને ખોટી ગણાવી હતી.તેને જણાવ્યું હતું કે અમે અચાનક એક રેસ્ટોરન્ટમાં આમને સામને આવી ગયા હતા અને અમારી વચ્ચે ફક્ત હાઈ હેલો થયું હતું. બસ આટલું જ હતું.

6. લિએન્ડર પેસ:
હાલ કિમ શર્માના અફેરની ખબરો ટેનિસ સ્ટાર લિએન્ડર પેસ સાથે ચાલી રહી છે. તે બંનેને ગોવામાં વેકેશન મનાવતા સ્પોટ કરવામાં આવ્યા છે. આ દરમિયાન તેમની ઘણી રોમાન્ટિક તસવીરો પણ સામે આવી છે. જે સોશિયલ મીડિયામાં પણ ખુબ જ વાયરલ થઇ રહી છે.

Niraj Patel