બોલીવુડની આ ખ્યાતનામ અભિનેત્રી જુઓ કોના પ્રેમમાં દીવાની થઇ ગઈ, બંને ગોવામાં મોજ કરી રહ્યા છે

મોહબ્બતેં ફિલ્મની હિરોઈન અને યુવરાજની એક્સ ગર્લફ્રેન્ડે હવે ચાલુ કર્યું નવું અફેર, જુઓ PHOTOS

રમત ગમત સાથે જોડાયેલા ખેલાડીઓ અને બોલીવુડની સુંદર અભિનેત્રીઓના અફેર અને લગ્નની ખબરો અવાર નવાર સામે આવે છે. ખાસ ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડીઓ બોલીવુડની ઘણી અભિનેત્રીઓને ડેટ કરતા હોય છે, પરંતુ હાલમાં એક દીગ્ગજ ટેનિસ સ્ટારના બોલીવુડની ખ્યાતનામ અભિનેત્રી સાથેના અફેરની ચર્ચાઓએ જોર પકડ્યું છે.

મોહબ્બતેં ફેમ કિમ શર્મા ભલે આજે ફિલ્મોથી દૂર છે, પરંતુ હાલ તેના અફેરના કારણે તે ફરી ચર્ચામાં આવી છે. હાલ તેની કેટલીક તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે, જેમાં તે દિગ્ગજ ટેનિસ સ્ટાર લિએન્ડર પેસ સાથે નજર આવી રહી છે.

આ તસવીરો જોઈને લોકો અંદાજો લગાવી લાગ્યા રહ્યા છે કે કિમ અને લિએન્ડર બંને રિલેશનશિપમાં છે. હાલમાં કે કિમ શર્મા લિએન્ડર પેસ સાથે ગોવામાં સ્પોટ થઇ હતી, જ્યાંથી તેની ઘણી તસવીરો વાયરલ થઇ રહી છે.

વાયરલ થઇ રહેલી તસ્વીરોની અંદર બંને વચ્ચેની નજીકતા સ્પષ્ટ દેખાઈ રહી છે. બંને આ તસ્વીરોમાં એકબીજાની નજીક આવતા પણ દેખાઈ રહ્યા છે. આ તસ્વીરોની અંદર કિમ અને લિએન્ડર કેમેરા સામે જોઈને સ્માઈલ આપતા પણ જોવા મળી રહ્યા છે. અને તેમાં ટેબલ ઉપર ઘણું બધું જમવાનું પણ રાખેલું જોઈ શકાય છે.

તો બીજી એક તસ્વીરની અંદર કિમ લિએન્ડરની બાહોમાં જોવા મળી રહી છે. કિમે તસ્વીરમાં સફેદ લોન્ગ લૂજ શર્ટ અને શોર્ટ્સ પહેર્યા છે. જયારે લીએન્ડર પણ કેજ્યુઅલ લુકમાં નજર આવી રહ્યો છે.

આ ઉપરાંત બંને ગોવામાં પોતાના પરીચીતો સામે પણ એક તસ્વીરની અંદર નજર આવી રહ્યા છે, જેને જોઈને ચાહકકોને લિએન્ડર અને કિમના ડેટિંગની ખબરોએ પણ જોર પકડ્યું છે.

તમને જણાવી દઈએ કે કિમ શર્માનું નામ એક સમયે ક્રિકેટર યુવરાજ સીંહ સાથે પણ જોડાયું હતું. બંનેને સાથે પણ ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરતા પણ જોવા મળ્યા હતા. પરંતુ પછી બંનેનું બ્રેકઅપ થઇ ગયું અને યુવરાજે હઝલ કીચ સાથે લગ્ન કરી લીધા.

યુવરાજ સ્થાન બ્રેકઅપ બાદ કિમ શર્માએ પણ અલી પૂંજાની સાથે લગ્ન કરી લીધા હતા. પરંતુ તેમના લગ્ન પણ વધુ લાંબા ના ચાલ્યા અને વર્ષ 2016માં તે બંનેના છૂટાછેડા થઇ ગયા હતા.

Niraj Patel