ખબર

તો શું તાનાશાહ બીમારીમાં ઉકલી ગયો? કિમ જોંગને લઈને આવ્યા મોટા સમાચાર

ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉનના સ્વાસ્થ્યને લઈને જુદી-જુદી અટકળો લગાવાઈ રહી હતી, એ બધી અટકળો વચ્ચે શુક્રવારે કિમ જોંગ જાહેરમાં જોવા મળ્યા હતા. ઉત્તર કોરિયાની સરકારી ન્યૂઝ એજન્સીએ જણાવ્યું કે કિમ 20 દિવસ બાદ જોવા મળ્યાં છે.

આ ન્યુઝ એજન્સીના જણાવ્યા મુજબ, તાનાશાહ કિમ જોંગ ઉને રાજધાની પ્યોંગયાંગની નજીક સુનચિઓનમાં એક ફર્ટિલાઈઝર ફેક્ટરી તૈયાર થવાના અવસરે આયોજિત એક સમારોહમાં ભાગ લીધો હતો. આ દરમ્યાન કિમની સાથે તેમની બહેન કિમ યો જોંગ પણ હાજર રહી હતી. જો કે આ સમારોહની તસ્વીરો હાલ સામે આવી નથી.

Image Source

ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉનના સ્વાસ્થ્યને લઈને જુદા-જુદા અહેવાલો આવી રહ્યાં છે. અહીં સુધી કે કેટલાક રિપોર્ટ્સમાં હાર્ટસર્જરી બાદ તેમનું મોત થઇ ગયા હોવાની પણ અટકળો લગાવવામાં આવી હતી. કિમ જોંગ ઉન 11 એપ્રિલ બાદથી સરકારી મીડિયામાં જોવા મળ્યા નથી. અને એના બીજા જ દિવસે તેમનું ઓપરેશન હતું.

હાલ કિમ ક્યાં છે અને એમનું સ્વાસ્થ્ય કેવું છે એ એક રહસ્ય બની ગયું છે. ઉત્તર કોરિયાએ પોતાને દુનિયાથી અલગ રાખ્યું છે અને ત્યાંની દરેક માહિતી ગુપ્ત રાખવામાં આવી રહી છે. જેને કારણે કિમ જોંગના સ્વાસ્થ્યને લઈને કરવામાં આવેલા કોઈ પણ દાવાની પુષ્ટિ કરવી અશક્ય છે.

ન્યુઝ એજન્સીએ કિમ જોંગ ઉનની કોઈ તાજેતરની તસ્વીર નથી છાપી કે એના સ્વાસ્થ્ય અંગે પણ કોઈ જાણકારી આપી નથી.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.