ખબર

લો બોલો…1 કપ ચા-કોફી માટે કીકુને મળ્યું 78000 નું બિલ, હકીકત જાણીને હોંશ ઠેકાણે નહિ રહે

બોલીવુડના કોમેડિયન કિકુ શારદાને કોણ નથી જાણતું. ‘ધ કપિલ શર્મા શો’ના પ્રખ્યાત હાસ્ય કલાકાર કિકુ શારદા તાજેતરમાં જ ઇન્ડોનેશિયાના બાલીમાં વેકેશન ગાળવા ગયા હતા. ત્યારે તાજેતરમાં, કિકુ શારદાએ સોશિયલ મીડિયા પર એક બિલની કોપી શેર કરી હતી, જેમાં તેણે કહ્યું છે કે બાલીની એક હોટલમાંથી એક ચા અને એક કોફીના ઓર્ડરના 78,650 ચૂકવવા પડયા.

 

View this post on Instagram

 

A post shared by Kiku Sharda (@kikusharda) on

કિકુ શારદાએ તેના ટ્વિટર પર બિલની કોપી શેર કરી છે. આ બિલ 1000-2000નું નહીં પણ પુરા 78,650નું છે. પણ કિકુ આ જોઈને પરેશાન થયો નહીં પણ આનંદ સાથે વેકેશન માણતો રહ્યો. તમને જાણીને આશ્ચર્ય થશે કે આટલું મોટું બિલ આવ્યા છતાં પણ, કિકુએ ફક્ત અમુક સો રૂપિયા જ ચૂકવ્યા છે.

 

View this post on Instagram

 

Coffee voffee pee ke taiyaar for tomorrow’s performance at the Talkatora stadium , Delhi #navbharattimes

A post shared by Kiku Sharda (@kikusharda) on

ખરેખર, બાલીમાં કિકુ શારદાએ એક કપ ચા અને કોફી પીધી, જેની રકમ ભારતીય ચલણ મુજબ માત્ર 400 રૂપિયા છે. બાલીમાં 78,650 ઇન્ડોનેશિયન ચલણ છે, જેનો અર્થ ભારતમાં 400 રૂપિયા થાય છે. ખરેખર, ઇન્ડોનેશિયાના 100 રુપિયા ભારતીય ચલણ મુજબ માત્ર 0.51 પૈસા થાય છે.

 

View this post on Instagram

 

Duck duck karne laga

A post shared by Kiku Sharda (@kikusharda) on

કિકુએ પોતાના ટ્વિટર પર ખુશી પણ વ્યક્ત કરી કે તેણે માત્ર 400 રૂપિયાનું બિલ ચૂકવ્યું છે. કિકુએ લખ્યું- ‘મારું બિલ એક કેપેચીનો અને એક ચા માટે 78,650 રૂપિયા છે. પરંતુ હું ફરિયાદ નથી કરી રહ્યો, કારણ કે હું ઇન્ડોનેશિયાના બાલીમાં છું. અહીં ભારતીય ચલણ પ્રમાણે આ 400 રૂપિયા છે. ‘

જણાવી દઈએ કે, થોડા સમય પહેલા કિકુ શારદાનું નામ વિવાદમાં આવ્યું હતું. કિકુ સહિત સાત લોકો પર 50 લાખની છેતરપિંડીનો આરોપ મૂકાયો હતો, પરંતુ આ આરોપો પર કિકુએ સ્પષ્ટતા કરી હતી કે તેનું નામ જબરદસ્તીથી આ વિવાદમાં ખેંચવામાં આવી રહ્યું છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks