કોમેન્ટેટર આકાશ ચોપડા અને કિરોન પોલાર્ડ વચ્ચે શરૂ થયું શાબ્દિક યુદ્ધ, પોલાર્ડે કયું, “ફોલોઅર્સ વધારવા માટે આવા…” જુઓ

IPL 2022માં વેસ્ટ ઈન્ડિઝના પૂર્વ કેપ્ટન કિરોન પોલાર્ડનું પ્રદર્શન ખૂબ જ નિરાશાજનક રહ્યું. પોલાર્ડના ખરાબ પ્રદર્શનની અસર મુંબઈ ઈન્ડિયન્સ પર પણ પડી અને લીગના ઈતિહાસમાં પ્રથમ વખત આ ટીમ છેલ્લા સ્થાને રહી. મુંબઈની ટીમ તેની પ્રથમ 8 મેચ હારી ગઈ હતી અને તે પછી ટીમ ક્યારેય વાપસી કરી શકી નહિ.

મુંબઈ ઈન્ડિયન્સના ખરાબ પ્રદર્શન બાદ પૂર્વ ક્રિકેટર આકાશ ચોપરાએ આ ટીમના ખેલાડીઓની ટીકા કરી હતી અને તેમાં કીરોન પોલાર્ડનું નામ પણ સામેલ હતું. જો કે, ચોપરાની ટીકા કિરોન પોલાર્ડને સારી ન લાગી અને તેણે જાહેર મંચમાં ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટરની મજાક ઉડાવી. કિરોન પોલાર્ડે આકાશ ચોપડા વિરુદ્ધ ટ્વિટ કર્યું હતું પરંતુ થોડા સમય પછી તેને ડિલીટ કરી દીધું હતું. જોકે ત્યાં સુધીમાં લોકોએ તેના ટ્વીટના સ્ક્રીનશોટ લઈ લીધા હતા.

વેસ્ટ ઈન્ડિઝના આ ક્રિકેટરે કિરોન પોલાર્ડની ખુલ્લેઆમ ટીકા કરનારા આકાશ ચોપરાને ટ્વિટર દ્વારા જવાબ આપ્યો. પોલાર્ડે લખ્યું, ‘ફેન બેઝ અને ફોલોઅર્સ વધ્યા જ હશે…. આમ જ ચાલતા રહો.’ પોલાર્ડે અહીં કહેવાનો પ્રયાસ કર્યો કે આકાશ ચોપરા પોતાના ફોલોઅર્સ વધારવા માટે જ ક્રિકેટરોની ટીકા કરે છે. પરંતુ કદાચ પોલાર્ડ એ ભૂલી ગયો હતો કે જો તમે બેટથી સારું પ્રદર્શન નહીં કરો તો તમારી ટીકા કરવી જ પડશે. બાય ધ વે, સારા પર્ફોર્મન્સ પછી ખેલાડીને પણ માથા અને આંખો પર બેસાડવામાં આવે છે, તો પછી ટીકાથી ડરવાનું શું?

મુંબઈ ઈન્ડિયન્સના મોટા મેચ વિનરમાંથી એક પોલાર્ડ આઈપીએલ 2022માં ખરાબ રીતે નિષ્ફળ ગયો હતો. પોલાર્ડે 11 મેચમાં 14.40ની એવરેજથી 144 રન બનાવ્યા હતા. તેને બોલિંગમાં 4 વિકેટ મળી હતી અને તેનો ઈકોનોમી રેટ 9 ની આસપાસ હતો. છેલ્લી કેટલીક મેચોમાં પોલાર્ડને મુંબઈ ઈન્ડિયન્સ દ્વારા પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરવામાં આવ્યો ન હતો, જેનો ફાયદો ટિમ ડેવિડે લીધો હતો. ટિમ ડેવિડે મુંબઈ ઈન્ડિયન્સને ફાસ્ટ ઈનિંગ્સ રમવાનું પોતાનું મહત્વ જણાવ્યું. એવું કહેવામાં આવી રહ્યું છે કે મુંબઈ ઈન્ડિયન્સને ટિમ ડેવિડના રૂપમાં પોલાર્ડનો વિકલ્પ મળ્યો છે.

Niraj Patel