ખબર વાયરલ

ઉકળતા પાણીમાં સમાધિ લગાવીને બેસી ગયો આ નાનો ટેણીયો, લોકોએ નમન કરીને કહ્યું “ભક્ત પ્રહલાદ !” વીડિયો થયો વાયરલ, જુઓ

ડરાવી દેશે વીડિયો: ઉકળતા પાણીની કઢાઈમાં સમાધિ લઈને બેઠો બાળક

આજે દુનિયા ચાંદ પર પહોંચી ગઈ છે અને આજે ટેક્નોલાજી પણ હરણફાળ ગતિએ આગળ વધી રહી છે તે છતાં પણ આપણા દેશમાંથી ઘણીવાર અંધશ્રદ્ધાના ઘણા બધા કિસ્સાઓ સામે આવતા હોય છે. જેને જોઈને આપણે પણ હેરાન રહી જતા હોઈએ અને આજે પણ ઘણા લોકો તેને ચમત્કાર પણ માનતા હોય છે. ત્યારે હાલ એવો જ એક જૂનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. જેમાં એક બાળક ઉકળતા પાણીમાં બેઠેલું જોવા મળી રહ્યું છે.

વાયરલ થઇ રહેલા વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે એક બાળક ઉકળતા પાણીમાં સમાધિ લગાવીને બેઠું છે. તેને બે હાથ જોડેલા છે અને આંખો બંધ છે. આ ઉપરાંત તેને શરીર પર એક ગમછું એકલું જ નાખી રાખ્યું છે. તેની પાછળ બોર્ડ લગાવેલું છે અને તેમાં ભક્ત પ્રહલાદ લખેલું જોવા મળી રહ્યું છે.

બાળકને આ રીતે ગરમ અને ઉકળતા પાણીની કઢાઈમાં આ રીતે પલાંઠી વાળીને બેઠેલા જોઈને લોકોના પણ હોશ ઉડી ગયા હતા, વીડિયો વાયરલ થતા જ ઘણા લોકો તેને ફેક વીડિયો પણ કહેવા લાગ્યા, તો ઘણા લોકો આને અંધશ્રદ્ધા પણ માનવા લાગ્યા હતા. પરંતુ ત્યાં હાજર કેટલાક લોકોને તો આ ચમત્કાર જ લાગી રહ્યો હતો.

આ વીડિયો સપ્ટેમ્બર 2021માં સોશિયલ મીડિયા સાઈટ ટ્વિટર પર પોસ્ટ કરવામાં આવ્યો હતો. જેના બાદ તે ખુબ જ વાયરલ પણ થયો હતો. ઉકળતા પાણીમાં બાળકને જોઈને જ્યાં લોકો બેચેન થઈ રહ્યા છે, તો બીજી તરફ તે બાળક હાથ જોડીને કેટલાક મંત્રો પણ બોલી રહ્યો છે. વીડિયો જોનારા કેટલાક લોકો તેની હિંમતની પ્રશંસા કરી રહ્યા છે તો કેટલાક લોકો તેને આવું ન કરવાની સલાહ આપી રહ્યા છે. ગુજ્જુરોક્સ પણ આ વીડિયોની પુષ્ટિ નથી કરતું.