ખબર

સ્કૂલ ફી જમા ન કરવા પર બાળકોને 3 કલાક સુધી બંધક બનાવી રાખવાનો આરોપ, માતા-પિતાને ધમકી આપવા મોકલ્યા ગુંડાઓ

લોકડાઉન લાગુ થવાને લીધે ઘણા સમયથી શાળામાં અપાતું  શિક્ષણ ઘરે બેઠા ઓનલાઇન આપવામાં આવી રહ્યું હતું, જ્યારે હવે ધીમે-ધીમે રાબેતા મુજબ વિદ્યાર્થીઓનું શિક્ષણ શાળામાં ફરીથી શરૂ કરવામાં આવી રહ્યું છે.એવામાં હરિયાણાના પાણીપતઃ જિલ્લાની એક શાળાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે જેમાં સ્કૂલના સંચાલકે બધી જ હદ વટાવી લીધી હતી.

Image Source (પ્રતીકાત્મક તસવીર)

મામલો પાનીપત જિલ્લામાં સમાલખાના ડીએવી સેનેટરી સ્કુલનો છે, જ્યા શાળાએથી છૂટ્યા પછી બાળકો ઘરે ન પહોંચ્યા માતા-પિતા તેમને લેવા માટે સ્કૂલે પહોંચ્યા.જ્યા પહોંચતા જ માતા પિતાને જાણ થઇ કે શાળાના સંચાલકે બાળકોને બંધક બનાવી રાખ્યા હતા.

વાત કંઈક એવી હતી કે બાળકોની ફી જમા થઇ ન હતી જેને લીધે સંચાલકે આવું કરતૂત કર્યું હતું.સંચાલકના આધારે બાળકોની વાર્ષિક ફી અને ટ્રાન્સપોર્ટની ફી જમા થઇ ન હતી.

Image Source (પ્રતીકાત્મક તસવીર)

જો કે માતા-પિતાએ ત્યાં રહેલા અન્ય બાળકોના પણ માતા-પિતાને બોલાવ્યા અને બંધકમાંથી બાળકોને મુક્ત કરાવ્યા હતા.જાણકારીના આધારે બાળકોને 3 કલાક સુધી બંધક બનાવીને રાખ્યા હતા. બાળકોના માતા પિતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી અને આરોપ લગાવ્યો કે સ્કૂલના સંચાલકોના ગુંડાઓ તેમને ધમકાવે છે અને તેઓ વાર્ષિક અને ટ્રાન્સપોર્ટ ફી જબરદસ્તી વસુલ કરાવી રહ્યા છે, જ્યારે તેઓએ બધી ફી જમા પહેલાથી જ કરી દીધી છે, પણ તેઓ ફી વધારવાની વાત કહીને બાળકોને હેરાન કરી રહ્યા છે.

Image Source

જ્યારે સંચાલકનું કહેવું છે કે તેઓએ બાળકોને બંધક બનાવી રાખ્યા ન હતા. પણ એક લિસ્ટ તૈયાર કરીને દરેક માતા-પિતાને ફી જમા કરવાનો મેસજ મોકલવામાં આવ્યો, છતાં પણ કોઈએ પણ ફી જમા કરાવી ન હતી જેને લીધે સ્કૂલના લગભગ 50 ટકા વિદ્યાર્થીઓની ફી જમા કરવાની બાકી છે. હાલ બાળકોને બંધકમાંથી મુક્ત કરી લેવામાં આવ્યા છે અને આ આરોપમાં કેટલી હકીકત છે તેની જાંચ ચાલી રહી છે.