કડવાચોથનું વ્રતમાં વિવાહિત મહિલાઓ પોતાના પતિની લાંબી ઉંમરની કામના કરે છે અને આખો દિવસ ઉપવાસ કરે છે. ગઈકાલના રોજ કડવાચોથના પવિત્ર તહેવારની ઉજવણી કરવામાં આવી હતી. સામાન્ય જનતાની સાથે સાથે બૉલીવુડ જગતમાં પણ કડવાચોથનો ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.

ભારતીય સનાતન સંકૃતિમાં અર્ધાંગિની કહેવામાં આવતી પત્ની પોતાના પતિ માટે માત્ર વ્રત જ નથી કરતી પણ જરૂર પડવા પર પરિવારની ખુશી અને પતિનું જીવન બચાવવા માટે પોતાના જીવનને પણ કુરબાન કરી દેતી હોય છે. એવુ જ એક પતિ-પત્નીના પ્રેમનું અનોખું ઉદાહરણ સાદુલપુરના વાર્ડ નિવાસી ચંદા ગોયલ અને પવન ગોયલ વચ્ચે જોવા મળ્યું છે. જેમાં પત્ની ચંદાએ પોતાના પતિના જીવનને બચાવીને ખરા અર્થમાં કડવાચોથનું પાલન કર્યું છે અને એક અનોખી મિસાલ કાયમ કરી છે.
ચંદા ગોયલે પતિના જીવનને બચાવવા માટે પોતાના જીવનને દાવ પર લગાવ્યું હતું. ચંદાએ મુશ્કિલ પરિસ્થિતિમાં પોતાના પતિનો સાથ આપ્યો અને પોતાની એક કિડની પતિને આપીને તેની ઉંમર વધારી દીધી છે. ચંદાના આવા કામને લીધે પરિવારના લોકો તથા અન્ય લોકો તેના ખુબ વખાણ કરી રહ્યા છે અને પરિવાર ચંદાથી ખુબ જ ખુશ થયો છે.

ચંદાના વર્ષ 1991 માં પવન ગોયલ સાથે લગ્ન થયા હતા, બંન્ને મેટ્રિક પાસ છે. પવનનો પોતાનો વ્યાપાર છે. 5 મૈં 2017 ના રોજ પવનને પેટમાં દુઃખવાની તકલીફ થવા પર ડોક્ટરની જાંચ કરાવી તો જાણવા મળ્યું કે તેની એક કિડની ખરાબ થઇ ગઈ છે.
આ જાણીને પવનના માતા પિતા અને તેના બાળકોને ભારે આઘાત લાગ્યો હતો. ધીમે ધીમે જ્યારે પવનની તકલીફો વધવા લાગી તો દિલ્લીમાં જાંચ કરાવવી પડી. ત્યાંથી જાણવા મળ્યું કે પવનને કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવાની જરૂર પડે તેમ છે.

શરૂઆતમાં તેની માં ઉર્મિલા દેવીએ કિડની આપવાનો નિર્ણય કર્યો પણ ડોક્ટરોએ તેની ઉંમર વધારે હોવાને લીધે કિડની લેવાનો ઇન્કાર કરી દીધો હતો જેના પછી ચંદાએ જ પોતાની કિડની આપીને પતિનો જીવ બચાવી લીધો. ડોક્ટરોએ ચંદા સાથે ત્રણ વાર મિટિંગ પણ કરી હતી અને જણાવ્યું હતું કે તેનાથી શરીર પર કેવી કેવી અસર થશે.
જેના પછી 2 નવેમ્બર-2017 ના રોજ કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવી હતી, ઓપરેશન સફળ રહ્યું અને આજે પૂરો પરિવાર ખુશીથી જીવન જીવી રહ્યો છે.

એવામાં કડવાચોથના નિમિતે પવન ગોયલે કહ્યું કે,”આજે કડવાચોથ છે જેમાં પત્ની વ્રત કરીને પતિની લાંબી ઉંમર માટેની કામના કરે છે પણ મારી પત્નીએ મને કીડની આપીને પહેલાથીજ મારી ઉંમર લાંબી કરી દીધી છે અને આજે હું ખુબજ ખુશ છું.
ચંદાનું કહેવું છે કે,”અમારે બે દીકરીઓ અને એક દીકરો છે. મને મારા પતિના દરેક સુખ-દુઃખમાં સાથ નિભાવવાનું વચન પૂરું કરવાનો અવસર મળ્યો. પતિ જ મારા માટે બધું જ છે. તેના જીવન પર સંકટ આવ્યો તો હું પાછળ કેવી રીતે રહી શકું તેમ હતી!”
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.