અમદાવાદમાં બીજા ધોરણમાં ભણતો બાળક એવું કઈંક ગળી ગયો કે જોઈને ડોક્ટરના પણ હોંશ ઉડ્યા

ઘણીવાર બાળકોને લઇને એવી એવી ઘટનાઓ સામે આવતી હોય છે. નાના બાળકો ઘણીવાર રમત રમતમાં એવી એવી વસ્તુઓ ગળી જતા હોય છે કે જે સાંભળી આપણે પણ ચોંકી જઇએ. હાલમાં એક એવો કિસ્સો સામે આવ્યો છે, જે સાંભળી ખરેખર તમારુ હૈયુ કંપી ઉઠશે. એક 7 વર્ષિય બાળક રમત રમતમાં 1-2 નહિ પરંતુ 14 જેટલા મેગ્નેટિક મણકા ગળી ગયો. ઘટનાની પ્રાપ્ત વિગત અનુસાર મૂળ રાજસ્થાનના અને અમદાવાદમાં કેટરિંગનું કામ કરતા પ્રેમજીભાઇનો દીકરો  ધોરણ-2માં અભ્યાસ કરે છે. તેની અચનાક તબિયત બગડી હતી જે બાદ પરિવાર પર ચિંતાનો પહાડ તૂટી પડ્યો હતો.

ત્યારે મેડિકલ તપાસ કરાવવામાં આવી અને તે બાદ તેમાં સામે આવ્યુ કે, તેમનો દીકરો મેગ્નેટિક મણકા ગળી ગયો છે. તેના નાના આતરડામાંં આ મણકા ચોટી ગયા હતા અને તેના કારણે આંતરડામાં કાણાં પણ પડી ગયા હતા. મેગ્નેટિક મણકા આંતરડામાં અલગ અલગ જગ્યાએ ચોંટયા હોવાથી પોતાની આકર્ષણ શકિતને કારણે એકબીજા તરફ આકર્ષાવા લાગ્યા હતા. ત્યારે અસારવા સિવિલ હોસ્પિટલના ડોક્ટરોની ટીમે 3 કલાકના સફળ ઓપરેશન બાદ બાળકનો જીવ બચાવ્યો હતો.

આ મણકા અલગ અલગ જગ્યાએ ચોંટેલા હોવાને કારણે ઓપરેશન સમયે એકસાથે તેને કાઢવામાં આવે તે ઘણુ જરૂરી હતું. અમદાવાદ સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર રાકેશ જોષી અનુસાર, નાના બાળકમાં હોજરી ખૂબ જ નજીક નાનું આંતરડું આવેલું હોય છે, આ અંતર જેટલું ઓછું એટલું જ ઓપરેશનમાં રિસ્ક રહેતું હોય છે. ત્યારે આવો પહેલો કિસ્સો અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સામે આવ્યો છે કે કોઈ બાળક મેગ્નેટિક મણકા ગળી ગયું હોય. જણાવી દઇએ કે, 10 એપ્રિલના રોજથી બાળકને પેટ ફૂલવાની અને ઉલ્ટી થવાની સમસ્યા હતી.

જે રીતે મણકા આતરડામાં અલગ અલગ જગ્યાએ હતા તે જોતા ડોક્ટર અનુસાર કદાચ બાળકે 10 – 15 દિવસમાં મેગ્નેટિક મણકા ગાળવાની શરૂઆત કરી હશે. જયારે બાળકનો એક્સ રે કાઢવામાં આવ્યો ત્યારે મણકાની લાઇન જેવું કંઇક જોવા મળ્યુ પરંતુ ડોક્ટરને આ વસ્તુનો તરત ખ્યાલ ન આવ્યો કારણ કે આ પ્રથમ કેસ હતો. ઓપરેશન વખતે 14 મેગ્નેટિક મણકા બહાર કાઢવા માટે બે જગ્યાએ આંતરડા કાપવા પડયા અને એક જગ્યાએ ઓપરેશન કરી ટાંકા લેવા પડ્યા હતા.

આ કિસ્સામાં બાળકનો જીવને પણ જોખમ હતું, જો કે સમયસર ઓપરેશન કરવામાં આવતા બાળક હવે સ્વસ્થ છે અને પોતાના ઘરે પરત ફર્યું છે. ઉલ્લેખનીય છે કે, બાળકની સ્થિતિ અને ઓપરેશનની ગંભીરતાને ધ્યાને કારણે સોલા સિવિલમાંથી બાળકને અસારવા સિવિલ હોસ્પિટલમાં રિફર કરાયુ હતું. બાળકના પિતા અનુસાર તેના પેટમાં સોજો આવતા તેને ગ્રીન ઉલ્ટીઓ શરૂ થઇ હતી અને તે બાદ તેને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઇ પણ જવામાં આવ્યો હતો, જ્યાં પ્રાથમિક સારવાર બાદ તે કોઇ મણકા જેવું ગળી ગયુ હોય તેવું જાણવા મળ્યુ. જે બાદ બાળકને સોલા સિવિલ લઇ જવામાં આવ્યો અને ત્યાંથી અસારવા સિવિલ રેફર કરવામાં આવ્યો.

સૌજન્ય : ઝીન્યુઝ ગુજરાતી

Shah Jina