ખબર વાયરલ

સોશિયલ મીડિયા ઉપર કુતરા સાથે સુઈ રહેલા 9 વર્ષના અંકિતની વાયરલ થયેલી તસ્વીરે આપ્યું નવું જીવન

સોશિયલ મીડિયા પાસે એક એવી તાકત છે જે કોઈ પણ વ્યક્તિને નવું જીવન આપી શકે છે. હાલ સોશિયલ મીડિયા ઉપરથી જ એક 9 વર્ષના બાળકને નવું જીવન મળ્યું છે. પરંતુ એ 9 વર્ષના બાળક અંકિતનું જીવન પણ ઘણા લોકોની આંખોમાં આંસુઓ લાવી દે તેવું છે.

9 વર્ષના અંકિતને એ પણ યાદ નથી કે તે ક્યાંનો છે ? પરંતુ તેને એટલું યાદ છે કે તેના પિતા જેલમાં છે. અને તેની માતાએ તેને રસ્તા ઉપર રઝળવા માટે મજબુર બનાવી દીધો છે. અંકિત કોઈને નથી ઓળખતો. પરંતુ તે ચાની દુકાન ઉપર કામ કરી અને ફુગ્ગો વેચીને પોતાનું જીવન વિતાવી રહ્યો છે.

અંકિત રસ્તા ઉપર પોતાના એક માત્ર મિત્ર ડેની (કુતરા) સાથે સુઈ જાય છે અને હંમેશા તેની સાથે જ રહે છે. અંગ્રેજી સમાચાર ટાઈમ્સ ઓફ ઇન્ડિયાની ખબર પ્રમાણે છેલ્લા કેટલાય વર્ષોથી અંકિત આ પ્રકારે જ પોતાનું જીવન વિતાવી રહ્યો છે.અંકિત દિવસ દરમિયાન જે પણ કમાણી કરે છે તે પોતાનું અને ડેનીનું પેટ ભરવા પાછળ જ ખર્ચી નાખે છે. એક ચાની દુકાનના માલિકે જણાવ્યું કે જ્યારે અંકિત કામ કરે છે ત્યારે તેનો મિત્ર ડેની એક ખૂણામાં જ બેસી રહે છે. તેમને એ પણ જણાવ્યું કે અંકિત ક્યારેય મફતમાં કંઈજ નથી લેતો. તે પોતાના કુતરા માટે પણ કોઈની પાસે ક્યારેય દૂધ પણ નથી માંગતો.

થોડા દિવસ પહેલા જ કોઈએ આ બાળકને એક બંધ દુકાનની બહાર કુતરા સાથે ધાબળાની અંદર સૂતેલો જોયો. તેને આ ક્ષણને કેમેરામાં કેદ કરી લીધી અને આ તસ્વીરને સોશિયલ મીડિયા ઉપર શેર કરી. આ ઘટના ઇન્ટરનેટ ઉપર વાયરલ થઇ ગઈ. ત્યારબાદ સ્થાનિક પ્રસાશન દ્વારા બાળકની શોધખોળ કરવામાં આવી અને સોમવારે સવાર સુધી બાળકને શોધી પણ લેવામાં આવ્યું.

અંકિતની ઉંમર 9થી 10 વર્ષની હશે, તેને શોધવા માટે મુજ્જફરનગર એસએસપી અભિષેક યાદવે પોલીસની એક ટીમ મોકલી હતી. અને હવે અંકિત મુજ્જફરનગર પોલીસની જ દેખરેખમાં છે.

એસએસપી અભિષેક દ્વારા જણાવવામાં આવ્યું છે કે, “અમે તેના સંબંધીઓની તપાસ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. જેના માટે અંકિતની તસ્વીર અલગ અલગ જિલ્લાના પોલીસ સ્ટેશનમાં મોકલવામાં આવી છે. જિલ્લા મહિલા અને બાળ કલ્યાણ વિભાગને પણ તેની જાણકારી આપી છે.” તો આ બાબતે એસએચઓ અનિલ કાપરવાને જણાવ્યું કે અંકિત એક સ્થાનિક મહિલા શીલાદેવી સાથે રહે છે. પોલીસના અનુરોધ ઉપર એક પ્રાઇવેટ સ્કૂલ તેને મફત શિક્ષણ આપવા માટે પણ તૈયાર થઇ ગઈ છે. “