સિંહ સાથે મસ્તી કરતું જોવા મળ્યું આ ટેણીયું, મોઢામાં નાખી દીધો આખો હાથ અને પછી સિંહે જે કર્યું તે જોઈને હેરાન રહી જશો, વાયરલ થયો વીડિયો

આ ટેણીયાની બહાદુરી કહેવાય કે મુર્ખામી ? સિંહને મુક્કા માર્યા, મોઢામાં મોઢું નાખી અને હાથ પણ નાખ્યો.. પછી થયું એવું કે…. જુઓ વીડિયો

નાના બાળકો ખુબ જ માસુમ હોય છે અને તે ક્યારેક એવી હરકતો પણ કરી બેસતા હોય છે જે તેમના માટે ભયાનક સાબિત થશે તેનું તેમને ભાન પણ નથી હોતું અને તેના કારણે તે ઘણીવાર અકસ્માતનો શિકાર પણ બનતા હોય છે, ત્યારે બાળકોની આવી નાદાનીના ઘણા વીડિયો સોશિયલ મીડિયામાં પણ વાયરલ થતા જોયા હશે, પરંતુ હાલ જે વીડિયો વાયરલ થઇ રહ્યો છે તે તમારા રૂંવાડા ઉભા કરી દેનારો છે.

મોટાભાગના લોકો પોતાના ઘરમાં પાલતુ પ્રાણીઓ રાખતા હોય છે, જેમાં શ્વાન અને બિલાડીઓ મોટાભાગના ઘરમાં જોવા મળે છે. આ પ્રાણીઓ સાથે ઘરના બાળકો પણ મસ્તી કરવામાં લાગી જાય છે અને બંને એકબીજા સાથે એવી રીતે ભળી જાય છે કે કોઈ કોઈને નુકશાન પણ નથી પહોંચાડતા, પરંતુ હાલ વાયરલ થઇ રહેલા વીડિયોમાં એક બાળક સિંહ સાથે મસ્તી કરતું જોવા મળે છે.

જંગલનો રાજા સિંહને જોઈને જંગલના પ્રાણીઓ પણ ડરીને ભાગવા લાગે છે, ત્યારે માણસનું તેના નજીક જવું એટલે મોતને સામે ચાલીને દાવત આપવી એવું કહેવાય, પરંતુ આ વાયરલ વીડિયોમાં એક નાનું બાળક સિંહ સાથે બરાબર મસ્તી કરી રહ્યું છે, તેમને મુક્કા પણ મારી રહ્યું છે અને એટલુ જ નહિ તે એક સિંહના મોઢામાં પોતાનો આખો હાથ પણ નાખી દેતું જોવા મળે છે, જેને જોઈને લોકો પણ હેરાન રહી ગયા.

 

View this post on Instagram

 

A post shared by (@gir_lions_lover)

ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરવામાં આવેલા આ વીડિયોને જોઈને લોકો પણ હક્કાબક્કા રહી ગયા હતા. ઘણા લોકો કોમેન્ટ કરીને એમ પણ કહી રહ્યા છે કે આ સિંહ તેમનો પાલતુ સિંહ હશે નહીં તો તે સિંહ પાસે જવાની હિંમત પણ ના કરી શકે. તો કોઈ સલાહ આપતા એમ પણ કહી રહ્યું છે કે સિંહ ખતરનાક પ્રાણી છે જો તે ગુસ્સે ભરાઈ જશે તો મુસીબત પણ ઉભી થઇ શકે છે એટલે બાળકોને તેનાથી દૂર જ રાખવા જોઈએ. જો કે આ વીડિયો ક્યાંનો છે અને ક્યારનો છે તેની કોઈ માહિતી નથી મળતી.

Niraj Patel